SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ | મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત-૧, પણ આ આગમમાં છે. અન્ય આગમ સૂત્રોમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રનું સંયમ લેવા વિશે અને મોક્ષે જવા વિશે વર્ણન છે. માટે આગમ આજ્ઞા સિવાય કોઈ પણ એકાંત આગ્રહ રાખવો કે કરવો ભગવાનની આજ્ઞા નથી. તે માત્ર વ્યક્તિગત આગ્રહ રૂપે જ રહી જાય છે. () ઉત્કૃષ્ટાચાર અને શુદ્ધાચારના નામ પર જે અનુદારતા, સંકીર્ણવૃતિ, ધૃણાભાવ અને તુચ્છતા પૂર્ણ જે કંઈ પ્રવૃતિઓ સમાજમાં શ્રમણો દ્વારા કરવામાં આવે છે. તેમણે પણ આ અધ્યયનની નીચે મુજબની વાતો ધ્યાનમાં લેવી જોઈએ. - ૧. એવંતાનું ગૌતમ સ્વામીને રમતના મેદાનમાંથી નિમંત્રણ આપીને સાથે લઈ જવું. ૨. આચાર્ય કરતાં પણ વિશિષ્ટ મહત્વવાળી ગણધરની પદવી ધારણ કરનાર ગૌતમ સ્વામીની આંગળી પકડીને ચાલવું. ૩. છોકરાને ઘર બતાવવા માટે સાથે ચાલવા દેવો. ૪. ઉપાશ્રયમાં પણ સાથે આવવા તૈયાર થવું. ૫. બાલમુનિનો કાચા પાણી સાથે સ્પર્શ (અડવાનું) થયો હોવાનું જાણીને પણ તેમની સાથે અભદ્ર વ્યવહાર ન કરવો. દ. ભગવાન દ્વારા પણ એવંતા મુનિને બોલાવીને ઠપકો ન આપવો, પરંતુ શ્રમણોને જ સેવા ભાવ માટે અને સાર-સંભાળ તેમજ શિક્ષણ, સંરક્ષણ માટે પ્રેરણા આપવી. આમ બધા ઉદારતાપૂર્ણ વ્યવહાર ચિંતન-મનન કરવા જેવા છે. તેનાથી ઉદાર ભાવોમાં વૃદ્ધિ કરવાની પ્રેરણા મળે છે અને આવા ઉદાર ભાવોના વ્યવહારથી કેટલાય જીવોને ઉન્નતિ કરવાની પ્રેરણા, અવસર અને સુસંયોગ મળે છે અને આવી વૃતિથી (ઉદારવૃતિથી) માનવમાં સમતા ભાવની વૃદ્ધિ થાય છે. (૭) માતાએ એવંતાને એકલાને જ બગીચામાં જવા દીધો. જરા પણ રોકટોક ન કરી. ગૌતમ સ્વામી અથવા બીજા કોઈ સંત તેને પાછો ઘેર પહોંચાડવા ન આવ્યા. તેથી તેમની ઉંમર નાસમજ બાળક જેટલી ન હતી અને આંગળી પકડીને ચાલવાની પ્રકૃતિ પરથી તેમને અધિક ઉમરના પણ ન માની શકાય.સવા આઠ વર્ષની ઉંમર ધરાવતાં બાળકને દીક્ષા આપવાનું વિધાન પણ આગમમાં છે. તેથી એવંતાએ દીક્ષા લીધી ત્યારે તેમની ઉંમર આઠ-નવ વર્ષની આસપાસ હશે. મૂળ પાઠમાં ઉંમરનું અલગથી કોઈ પણ જાતનું વર્ણન કરવામાં આવ્યું નથી. (૮) આ અધ્યયનમાંથી આપણે પણ જીવનમાં સંયમ ગ્રહણ કરવાની પ્રેરણા લેવી જોઈએ. એક બાળક પણ માનવ ભવનું આટલું ઉચ્ચ મૂલ્યાંકન કરી શકે છે, તો આપણે તો પ્રૌઢ વયમાં છીએ. અને શ્રાવકનો બીજો મનોરથ, સંયમ લેવાનો પણ સદા સેવીએ છીએ. તેને સફળ કરવાનો પ્રયત્ન પણ કયારેક કરવો જોઈએ. આવા આવા આદર્શ દષ્ટાંતો સાંભળીને તો અવશ્ય જીવનમાં નવો વળાંક લાવવો જોઈએ અને અધ્યાત્મ માર્ગમાં આગેકૂચ કરવા માટે દ્રઢ સંકલ્પ કરવો જોઈએ. Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.004924
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 1
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy