________________
કથાશાસ્ત્ર : અંતગડ સૂત્ર
૧૧૫
સાતમો દિવસઃ
[ અધ્યયન : ૧૬ો
અલક્ષ :
વારાણસી નામની નગરી હતી. ત્યાં અલક્ષ નામના રાજા રાજ્ય કરતા હતા. તે ભગવાનના પરમ ભક્ત શ્રમણોપાસક હતા. એકવાર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. અલક્ષ રાજા કોણિકની જેમ પોતાની ઋદ્ધિ અને પરિવાર સહિત ભગવાનના દર્શન કરવા માટે ગયા અને ભગવાનનો ધર્મોપદેશ સાંભળ્યો.
ઉપદેશ સાંભળીને રાજા વિરક્ત થઈ ગયા. પોતાના જ્યેષ્ઠ પુત્રને રાજ્ય સોંપીને ભગવાનની પાસે દીક્ષિત થઈ ગયા. સંયમ તપનું પાલન કરતાં કરતાં અલક્ષ રાજર્ષિએ અગિયાર અંગોનું જ્ઞાન કંઠસ્થ કર્યું. પૂર્વે વર્ણવેલ ભિક્ષુ પડિમા અને ગુણ રત્ન સંવત્સર તપની આરાધના પણ કરી. અનેક વર્ષો સુધી સંયમની આરાધના કરી તે, રાજર્ષિ માસણમણના સંથારે વિપુલ પર્વત પર સિદ્ધ થયા.
અંતગડ સૂત્રમાં, આ એક અધ્યયનમાં જ રાજર્ષિનું મોક્ષ જવાનું સ્પષ્ટ વર્ણન છે. પાછળની ઉંમરમાં દીક્ષા લીધી તેમ છતાં ૧૧ અંગ કંઠસ્થ કર્યો. તેના પરથી આ ધ્રુવ સિદ્ધાંત સ્વીકારવો જોઈએ કે જિનશાસનમાં દીક્ષિત પ્રત્યેક શ્રમણ ક્ષમણીઓને માટે આગમનુજ્ઞાન કંઠસ્થ કરવું એક આવશ્યક અને મુખ્ય કર્તવ્ય માનવામાં આવતું હતું. ભલેને દક્ષા રાજા લે કે રાણી. માત્ર અલ્પ સંયમ પર્યાયવાળા અર્જુન મુનિ અને ગજસુકુમાર મુનિના શાસ્ત્ર અધ્યયનનું વર્ણન નથી. બાકીના બધા અણગારોએ ૧૧ અંગ કે ૧ર અંગનું જ્ઞાન કંઠસ્થ કર્યું હતું.
(
વર્ગ – ૭ : અધ્યયન - ૧ )
નંદા રાણી :
રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. તેને અનેક રાણીઓ હતી અર્થાત નંદા આદિ તેર રાણીઓ, કાલી આદિ દસ રાણીઓ અને ચેલણા, ધારિણી આદિ રાણીઓ હતી.
એકવાર ભગવાન મહાવીર સ્વામી ત્યાં પધાર્યા. નંદારાણીએ ભગવાનનો - ઉપદેશ સાંભળ્યો અને દીક્ષા લેવાની અંતરમાં ભાવના જાગી. શ્રેણિક રાજાની
આજ્ઞા લઈને ભગવાન પાસે દીક્ષિત થઈ.ભગવાને તેને ચંદનબાળા સાધ્વીજીને સોંપ્યા. તે નંદા શ્રમણીએ વીસ વર્ષ સુધી સંયમનું પાલન કર્યું. ગુણરત્ન સંવત્સર તપ કર્યું. અન્ય પણ મા ખમણ આદિ અનેક જાતની તપશ્ચર્યા કરી. અંતે એક મહિનાના સંથારા દ્વારા ઉપાશ્રયમાં જ સિદ્ધ થયા.
સાધ્વીજીઓ પર્વત પર જઈને સંથારો કરતા નથી . સાધ્વીજીઓ અગિયાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org