________________
૧૧૬
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
અંગનું જ અધ્યયન કરે છે. બારમા અંગનું અધ્યયન માત્ર શ્રમણો જ કરી શકે છે. એવી જ રીતે ભિક્ષની બાર પડિમા પણ માત્ર શ્રમણો જ કરી શકે છે. શ્રમણીઓ ભિક્ષપડિમા નથી કરી શકતી, કારણ કે સાધ્વીજીઓ એકાકી (એકલા) ન રહી શકે. જયારે સાધુઓ એકલા રહી શકે છે. બાર પડિમાઓ ધારણ કરતી વખતે એકલા રહેવું અનિવાર્ય છે.
ભિક્ષુની બાર પડિમા નવ પૂર્વધારી જ ધારી શકે છે, આવી પ્રરૂપણા કરવાની એક પરંપરા થઈ ગઈ છે. પરંતુ આ અંતગડ સૂત્રમાં અગિયાર અંગનું અધ્યયન કરનારા કેટલા ય શ્રમણોએ બાર પડિમાની આરાધના કરી એવું વર્ણન છે. તેથી સાધુને એકલા રહેવા અને ભિક્ષુની બાર પડિમા ધારણ કરવા માટે નવપૂર્વના જ્ઞાનની જરૂર છે એ પ્રરૂપણા સાચી (શુદ્ધ) નથી અને આગમ સંમત પણ નથી.અન્ય વિવિધ તપશ્ચર્યાઓ અને ભિક્ષની અન્ય પડિમાઓ સાધ્વીજીઓ કરી શકે છે. જેનું વર્ણન આગળ આઠમા વર્ગમાં છે.
C અધ્યયન : ૨ થી ૧૩ નંદાના વર્ણન જેવું જ શ્રેણિકની અન્ય બાર રાણીઓનું વર્ણન છે. આ બધી જ રાણીઓએ શ્રેણિકની હાજરીમાં જ દીક્ષા લીધી. વીસ વર્ષ સુધી સંયમ પાળી મોક્ષ પ્રાપ્ત કર્યો. તેમના નામો આ પ્રમાણે છે– ૨. નંદવતી ૩. નંદુત્તરા ૪. નંદશ્રેણિકા ૫. મરુતા ૬. સુમરુતા ૭. મહામરુતા ૮. મરુદેવા ૯. ભદ્રા ૧૦. સુભદ્રા ૧૧. સુજાતા ૧૨. સુમાનષિકા ૧૩. ભૂતદત્તા.
આ સાતમો વર્ગ અહીં પૂર્ણ થયો. આઠમા વર્ગમાં શ્રેણિકની કાલી આદિ દસ રાણીઓનું વર્ણન છે. જેમણે શ્રેણિકના મૃત્યુ પછી કોણિકની આજ્ઞા લઈને દીક્ષા લીધી.
'વર્ગ - ૮: અધ્યયન - ૧) કાલી રાણી :કોણિક – ચંપાનગરીમાં કોણિક રાજા રાજય કરતો હતો. કોણિક, શ્રેણિક રાજાનો પુત્ર અને ચેલણા રાણીનો આત્મજ હતો. તે પિતાના અવસાન બાદ પોતાની રાજધાની રાજગૃહીને બદલી ચંપાનગરીમાં પ્રસ્થાપિત કરીને શાસન સંભાળવા લાગ્યો. તેથી તેના રાજ્યની રાજધાની હવે ચંપાનગરી હતી.
કોણિક રાજા રાજ્ય સંચાલનમાં યોગ્ય અને કુશળ રાજા હતો. માતા પ્રત્યે પણ તેને વિનય-ભક્તિ હતાં અને ભગવાન મહાવીર સ્વામીનો પણ તે અનન્ય ભક્ત હતો. ધર્મ પ્રત્યે પણ તેને અનુરાગ હતો. પરંતુ પૂર્વભવમાં તીવ્ર રસ પણે નિદાન(નિયાણું) કરેલું હોવાને કારણે તથા આ ભવમાં પણ નરકગામી હોવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org