________________
કથાશાસ્ત્ર ઃ અંતગડ સૂત્ર
કારણે ઉદય અને ભવિતવ્યતા વશ કુસંસ્કારો અને કુબુદ્ધિ તેમાં વધતાં જતાં હતાં. પૂર્વભવ–નિમિતક કુસંસ્કાર ઃ– તે કુસંસ્કારોના પ્રબળ પ્રવાહમાં જ તેણે પિતાને કેદમાં પૂરી દીધાં. અલ્પ સમયમાં જ માતા ચેલણાની પ્રેરણાથી તેને સત્બુદ્ધિ આવી ગઈ. શ્રેણિકની ભવિતવ્યતા એવી જ હતી. કોણિક પિતાની ભકિતથી પ્રેરાઈને તેમની પાસે બંધન કાપવા અને તેમને મુક્ત કરવા જઈ રહ્યો હતો. પરંતુ ભ્રમ વશ થઈને શ્રેણિકે ઉલ્ટો અર્થ કર્યો અને વીંટીમાં રહેલા ઝેર પ્રયોગથી પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. કોણિકને અત્યંત પ્રશ્ચાત્તાપ થયો. તે દુઃખ અસહ્ય બનવાને કારણે તેણે રાજગૃહી નગરીને છોડી દીધી.
૧૧૭
ચંપાનગરમાં તેનું શાસન ખૂબ જ શાંતિપૂર્ણ અને ધર્મભાવથી વ્યતીત થઈ રહ્યુ હતું કે ફરીને તેના પર કુસંસ્કારોનો પડછાયો પડયો. હાર અને હાથી માટે સગા ભાઈઓ અને નાના શ્રી ચેડા રાજા સાથે યુદ્ધ કર્યું. તે યુદ્ધમાં તેના દસ ભાઈઓ કાળનો કોળિયો બની ગયા. તે દશે ય ભાઈઓની દશે ય માતાઓ પોતાના પુત્રોનાં મૃત્યુના દુઃખને કારણે સંસારથી વિરક્ત થઈને ભગવાન પાસે દીક્ષિત થયા. તે દશેય રાણીઓનું વર્ણન આ આઠમા વર્ગમાં કરવામાં આવેલ છે. આ કોણિકની લઘુ માતાઓ હતી.
કાલી રાણીની વિરક્તિ :- એક વખત વિચરણ કરતા ભગવાન મહાવીર સ્વામીનું ચંપાનગરીમાં આગમન થયું. તે સમયે કોણિક, ચેડા રાજાની સાથે યુદ્ધ કરવા માટે કાલકુમાર આદિ દસ ભાઈઓને સાથે લઈને નીકળ્યો હતો. ત્યાં યુદ્ધમાં દસ દિવસમાં દસ ભાઈઓ ચેડા રાજાના બાણથી માર્યા ગયા.
કાલીરાણી ભગવાનના સમવસરણમાં ગઈ. ઉપદેશ શ્રવણ કર્યા પછી તેણે ભગવાનને પૂછ્યું હે ભંતે ! મારો પુત્ર કાલકુમાર કોણિક સાથે યુદ્ધમાં ગયો છે. તે ક્ષેમકુશળ પાછો આવશે ? ભગવાને પ્રત્યુત્તરમાં કહ્યું કે તારો પુત્ર યુદ્ધમાં ચેડા રાજાને હાથે માર્યો ગયો છે અને મરીને ચોથી નરકમાં ઉત્પન્ન થયો છે.
આ સાંભળીને કાલીરાણીને પુત્ર વિયોગનું અત્યંત દુઃખ થયું. તેને પતિ વિયોગ અને પુત્ર વિયોગ બંનેના દુઃખ એકઠા થયા અને તેમાં નિમિત્ત કોણિક હતો. તેને સંસાર તરફ ઉદાસીન ભાવો જાગ્યા. થોડા સમય પછી તેણે કોણિક પાસેથી આજ્ઞા લઈને ભગવાન પાસે સંયમ અંગીકાર કર્યો. ચંદનબાલા સાધ્વીજીના સાંનિધ્યમાં તેણે તપ સંયમની આરાધના કરી. પૂર્વ વર્ગોમાં વર્ણવેલ નંદા આદિની જેમ જ તેણે પણ વિવિધ તપસ્યાઓ કરી.
રત્નાવલી તપ :– રત્નાવલી નામના એક વિશેષ તપની કાલીઆર્યાએઆરાધના કરી. જેમાં તેણે તપશ્ચર્યાનો હાર બનાવીને આત્માને સુશોભિત કર્યો. તે તપશ્ચર્યામાં કુલ પાંચ વર્ષ બે મહિના અને બાવીસ દિવસ લાગ્યા. “ રત્નાવલી ” તપશ્ચર્યાનું વર્ણન આ પ્રમાણે છે—
Jain Education international
For Private & Personal Use Only
www.jainelibrary.org