________________
૧૧૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
૧. ઉપવાસ + છઠ +અઠ્ઠમ +આઠ છઠ.
૨. ફરીને ઉપવાસ + છઠ+ અટ્ટમથી લઈને ક્રમશઃ સોળ ઉપવાસ સુધી. ૩. પછી ૩૪ છઠ.
૪. ત્યારબાદ સોળ+ પંદર+ચૌદ+તેર એમ ક્રમશઃ એક ઉપવાસ સુધી. પ. ફરી આઠ છઠ+ અઠ્ઠમ+ છઠ+ઉપવાસ.
આ પ્રમાણે એક પરિપાટી પૂર્ણ થઈ. આ બધી જ તપશ્ચર્યા લગાતાર કરવી અર્થાત્ તે તપસ્યાઓની વચ્ચે એક દિવસથી વધારે દિવસ પારણું ન કરવું. પરંતુ પછીના દિવસે આગળની તપશ્ચર્યા પ્રારંભ કરી દેવી. દા.ત. નં. ૧ માં વર્ણવ્યા પ્રમાણે એક ઉપવાસ, પછી પારણું અને પછી છઠ, પછી પારણુ અને તે પછી અટ્ટમ, પછી પારણું;પછી આઠ છઠ કરવા. આમાં કયારે ય ઉપરાઉપરી લગાતાર બે દિવસ આહાર ન કરવો. આ તપની એક કડીમાં ૩૮૪ દિવસ તપના અને ૮૮ દિવસ પારણાના કુલ ૪૭૨ દિવસ થાય. અર્થાત્ ૧ વર્ષ, ૩ મહિના અને રર દિવસ એક કડીમાં લાગે. આવી રીતે ચાર કડી પૂરી કરવામાં આવે છે. તેમાં વિશેષતા આ પ્રમાણે હોય છે કે :
૧. પહેલી પરિપાટીમાં(કડીમાં) પારણાના દિવસે બધી જ જાતનો કલ્પનીય(કલ્પે તેવો) આહાર લઈ શકાય છે.
૨. બીજી પરિપાટીમાં ધાર વિગયનો ત્યાગ કરવામાં આવે છે. અર્થાત્ તેમાં માત્ર શાક, રોટલી વિગેરે લેવા, પરંતુ અલગ થી ઘી, દૂધ, દહીં વગેરે ન લેવા. તેલમાં કે ઘીમાં તળેલી ચીજો ન લેવી. કોઈ પણ પ્રકારની મીઠાઈઓ, ગોળ, સાકર પણ ન લેવા. તેને વિગય વર્જન(લુખા) તપ કેવાય છે. તેમાં અચેત નિર્દોષ ફળ, સૂકોમેવો, મુખવાસ વગેરેનો ત્યાગ હોતો નથી.
૩. ત્રીજી પરિપાટીના પારણામાં “નીવીતપ ’'કરવામાં આવે છે.એમાં ઘી આદી વિગયોના લેપનો પણ ત્યાગ હોય છે. અર્થાત્ ચોપડેલી રોટલી અને વઘારેલું શાક પણ એમાં નથી લઈ શકાતું. તે સિવાય કોઈપણ પ્રકારનો રાધેલો કે શેકેલો અચેત આહાર લઈ શકાય છે. એમાં ફળ મેવા-મુખવાસ વગેરેનો પણ પૂર્ણ રીતે ત્યાગ હોય છે.
૪. ચોથી પરિપાટીમાં ઉપરોકત બધી જ તપશ્ચર્યા ક્રમથી કરતાં-કરતાં પારણાના દિવસે આંબિલ તપ કરવામાં આવે છે. એમાં લુખ્ખો અને વિગય રહિત ખાધ પદાર્થ પાણીમાં ધોઈને અથવા પાણીમાં થોડો સમય રાખીને પછી આરોગવામાં આવે છે.
આવી રીતે, કાલીરાણીએ પાંચ વર્ષ, બે મહિના, બાવીસ દિવસ નિરંતર તપ કર્યું. જેમાં તેણે ૧૫૩૬(પંદરસો છત્રીસ)દિવસ ચોવીહારની તપસ્યા કરી, ૩૫૨(ત્રણસો બાવન) દિવસ આહાર કર્યો. આહારના દિવસોમાં તેણીએ(૮૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org