________________
કથાશાસ્ત્ર ઃ અંતગડ સૂત્ર
આયંબિલ અને(૮૮) નિવીની તપશ્ચર્યા પણ કરી હતી.
આ પ્રમાણે, કાલીરાણીએ કુલ આઠ વર્ષના સંયમ પર્યાયમાં વિભિન્ન તપશ્ચર્યાઓ સિવાય આ રત્નાવલી તપ કર્યું.
૧૧૯
રાજરાણી હોવા છતાં, પાછલી વયમાં દીક્ષા લઈને પણ તે કાલી આર્યજીએ શરીરનું મમત્વ છોડયું અને આવા વિકટ તપમય જીવનની સાથે શાસ્ત્ર જ્ઞાનના પણ અગિયાર અંગો કંઠસ્થ કર્યા અંતે આઠ વર્ષની અલ્પ દીક્ષા પર્યાયમાં સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી.
કાલી આર્યાજીનું જીવન તપ-સંયમથી ધન્ય-ધન્ય થઈ ગયું. પતિ અને પુત્ર બંને દુર્ગતિના મહેમાન બન્યા હોવા છતાં પણ તેણે પોતાના જીવનને આર્તધ્યાનમાં ન પરોવતાં ધર્મ ધ્યાનમાં પરોવ્યું અને તે જ ભવમાં મોક્ષ પ્રાપ્ત કર્યો. આવા આદર્શ જીવનમાંથી પ્રેરણા મેળવીને આપણે પણ વધુ થી વધુ તપસંયમ અને જ્ઞાનની આરાધનામાં જીવન પરોવીને દુર્લભ મનુષ્ય ભવને સાર્થક કરી લેવો જોઈએ.
કાલી રાણીની આઠ વર્ષની સંયમ ચર્યા– (૧) ૧૧ અંગ શાસ્ત્રનું જ્ઞાન કંઠસ્થ. (૨) રત્નાવલી તપ ૧૮૮૮(અઢારસો અઠયાસી) દિવસનું તપ (૩) માસખમણ સુધીના તપ. (૪)ગુણરત્ન સંવત્સર ત૫. (૫) એક મહિનાનો સંથારો અને મુક્તિ. આઠમો દિવસ ઃ
અધ્યયન - ૨ : સુકાલી રાણી
B
કાલીરાણીનું વર્ણન પ્રથમ અધ્યયનમાં કરવામાં આવ્યું છે, તેના જેમ જ સુકાલી રાણીનું પણ દીક્ષા લેવા સુધીનું વર્ણન છે. સંયમ તપની આરાધના અને અગિયાર અંગનું અધ્યયન વગેરે પણ કાલી આર્યા જેવું જ સુકાલી આર્યાનું છે. વિશેષતા એ છે કે તેનો પુત્ર સુકાલ કુમાર હતો. તેણે સંયમ પર્યાયમાં રત્નાવલી તપ નહીં પરંતુ કનકાવલી તપ કર્યું. જેમાં કુલ સમય પાંચ વર્ષ, નવ મહિના અને અઢાર દિવસ લાગ્યા.
કનકાવલી તપ :– રત્નાવલી તપ કરતાં કનકાવલી તપમાં થોડોક ફેરફાર છે. બાકી બધી જ તપશ્ચર્યા અને પારણાઓમાં સમાનતા છે. રત્નાવલી તપમાં જયારે એક સાથે આઠ છઠ અથવા ૩૪ છઠ કરવામાં આવે છે, તેની જગ્યાએ કનકાવલી તપમાં આઠ અઠ્ઠમ અને૩૪ અટ્ટમ કરવામાં આવેછે.એ સિવાય કોઈ જ અંતર નથી. માટે સંપૂર્ણ તપશ્ચર્યા અને પારણાઓનું વર્ણન રત્નાવલી તપ સમાન જ સમજી લેવું. એમાં પણ ચાર પરિપાટી હોય છે. પારણામાં નીવી આયંબિલ આદિ કરવામાં આવે છે. ૮+૮+૩૪= ૫૦, ૫૦ ૪૪ = ૨૦૦ આ પ્રમાણે
૨૦૦ છઠની જગ્યાએ ૨૦૦ અક્રમ કરવાથી કુલ ૨૦૦ દિવસ આ તપશ્ચાર્યામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org