________________
૧૨૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જેનાગમ નવનીત-૧
વધારે થાય છે, જેથી છ મહિના અને ૨૦ દિવસ વધારે લાગે છે. આથી કનકાવલી તપમાં ૧૭૩૬ દિવસ તપશ્ચર્યાના છે. જ્યારે રત્નાવલી તપમાં ૧પ૩૬ દિવસ તપશ્ચર્યાના છે. પારણાના દિવસો બને તપશ્ચર્યામાં સમાન હોય છે.
આ પ્રમાણે સુકાલી આર્યાએ નવ વર્ષ સંયમનું પાલન કર્યું અને એક મહિનાનો સંથારો આદરી સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી.
અધ્યયન - ૩: મહાકાલી રાણી મહાકાલી રાણીના વૈરાગ્ય ભાવોની ઉત્પતિ અને દીક્ષા સુધીનું સમગ્ર વર્ણન કાલીરાણીની જેમ જાણવું. કનકાવલી-રત્નાવલી તપના સ્થાને તેણીએ “લઘુસિંહ નિષ્ક્રીડિત તપ” કર્યું. આ તપમાં પણ ચાર પરીપાટી અને તેમના પારણાનું વર્ણન કનકાવલી-રત્નાવલી તપની સમાન જ છે. લઘુસિંહ નિષ્ક્રીડિત તપ – આ તપશ્ચર્યાનું વર્ણન કરવામાં પણ એક પ્રકારની માનસિક ક્રીડા હોય છે. અર્થાત્ તપશ્ચર્યા કરતી વખતે એક ઉપવાસ ઘટાડો અને બે વધારો ફરીને એક ઘટાડો અને બે ઉપવાસ વધારો જેમ કે૧. ઉપવાસ + છઠ + ઉપવાસ + અક્રમ + છઠ + ૪ઉપવાસ
૨. ફરી- ૩ + ૫ + ૪ + $ + ૫ + ૭ ૩. ફરી- ૬ + ૮ + 9 + ૯ ૪. તે પછી એક અઠ્ઠાઈ મધ્યમ સ્થાનીય તપ. ૫. ફરીથી ૯ થી પ્રારંભ કરીને ઉલ્ટા (ઉતરતા) ક્રમમાં ઉપવાસ સુધી તપને નીચે ઉતારવામાં આવે છે. આ રીતે એક પરિપાટી પૂર્ણ થાય છે. તેમાં કુલ સમય ૨ વર્ષ અઠ્ઠાવીસ દિવસ(૭૪૮ દિવસ) લાગે છે. જેમાં તપશ્ચર્યાના કુલ દિવસ ૧૬ હોય છે અને પારણાના દિવસ ૧૩ર હોય છે.
મહાકાલી આર્યાજીએ લઘુસિંહ નિષ્ક્રીડિત તપની સૂત્ર વર્ણન અનુસાર પાલના-આરાધના કરી; બાકી રહેલા દીક્ષા પર્યાયમાં અન્ય વિવિધ તપશ્ચર્યાઓ કરી. કુલ દસ વર્ષ તેમણે સંયમનું પાલન કરી આત્માનું કલ્યાણ કર્યું.
અધ્યયન - ૪: કૃષ્ણા રાણી કૃષ્ણા રાણીની દીક્ષા આદિ વર્ણન કાલી રાણીની જેમ જ છે. વિશેષતપમાં કષ્ણા આર્યાજીએ મહાસિંહ નિષ્ક્રીડિત તપ કર્યું. તેમાં તપશ્ચર્યા કરવાની રીત એક ઉપવાસ ઘટાડીને ર વધારવાની છે. તે લઘુનિષ્ક્રીડિત તપ સમાન જ છે.
અંતર એ છે કે એમાં, તપશ્ચર્યાનો ક્રમ ૧૬ ઉપવાસ સુધી ચઢાવવાનો અને વચ્ચે Jain ૧૫ કરીને ૧૬થી લઈને એક ઉપવાસ સુધી ઉતરતા ક્રમમાં તપશ્ચર્યા કરવાની org