________________
કથાશાસ્ત્ર ઃ અંતગડ સૂત્ર
આ
હોય છે. લઘુસિંહ નિષ્ક્રીડિતમાં વધારેમાં વધારે નવ ઉપવાસ સુધીની તપશ્ચર્યા હોય છે અને આ મહાસિંહ નિષ્ક્રીડિતતપમાં વધુમાં વધુ સોળ ઉપવાસની તપશ્ચર્યા હોય છે. તેથી તેમાં લગભગ ત્રણગણો વધારે સમય લાગે છે. અર્થાત્ ૧૯૮૮ દિવસ તપશ્ચર્યાના અને ૨૪૪ દિવસ પારણાના અને કુલ ૨૨૩૨ દિવસ આ મહાસિંહ નિષ્ક્રીડિત તપમાં લાગે છે. કૃષ્ણા આર્યાજીએ અગિયાર વર્ષ સંયમ પાળીને મોક્ષ પ્રાપ્ત કર્યો.
૧ર૧
અધ્યયન ૫: સુકૃષ્ણા રાણી
સંયમ ગ્રહણ, શાસ્ત્ર અધ્યયન, તપ અને મોક્ષ પ્રાપ્તિ સુધીનું વર્ણન પહેલા અઘ્યયનની જેમ સમજવું. વિશેષમાં સુકૃષ્ણા આર્યાએ ચાર ભિક્ષુ પડિમા ધારણ કરી તેના નામ આ પ્રમાણે છે— ૧. સપ્ત સપ્તમિકા ભિક્ષુ પડિમા ૨. અષ્ટ અષ્ટમિકા ભિક્ષુ પડિમા ૩. નવ નવમિકા ભિક્ષુ પડિમા ૪, દસ દસનિકા ભિક્ષુ ડિમા.
BOO
આ ચારે પિંડમાઓમાં ઉપવાસ આદિ તપ કરવું જરૂરી નથી હોતું. ગોચરીમાં આહાર લેવાની દાતીઓની સંખ્યાથી અભિગ્રહ કરવામાં આવે છે.
દાતીનો અર્થ એ થાય છે કે એક વખતમાં એક ધારથી એકસાથે દાતા જેટલા આહાર પાણી વહોરાવે, તેને એક દાતી કહેવાય છે તેમાં જો દાતા એક વખતમાં એક રોટલી અથવા એક ચમચી આહાર આપીને રોકાઈ જાય તો તે
પણ એક દાતી કહેવાય છે. તેવી જ રીતે પાણી પણ એક જ ધારથી જેટલું
આપે તેને એક દાતી કહેવાય છે.
ભિક્ષુ (પડિમા)ની વિધિ :- સપ્ત સપ્તમિકા ભિક્ષુ પડિમામાં પહેલા સપ્તાહમાં હંમેશાં એક દાતી આહાર અને એક દાતી પાણી લેવું. બીજા સપ્તાહમાં હંમેશાં બે દાતી આહાર અને બે દાતી પાણી લેવું, ત્રીજા સપ્તાહમાં હંમેશા ત્રણ દાતી આહાર અને ત્રણ દાતી પાણી. એવી જ રીતે સાતમા સપ્તાહમાં સાત દાતી આહાર અને સાત દાતી પાણી લઈ શકાય છે.આ પ્રમાણે આ તપમાં ૪૯ દિવસ લાગે છે.
અષ્ટ અષ્ટમિકા ભિક્ષુ પડિમામાં આઠ અઠવાડિયા અર્થાત્ ૮ × ૮ = ૬૪ દિવસ લાગે છે. તેમાં એક થી માંડી આઠ દાતી સુધી વૃદ્ધિ કરાય છે.
નવ નવમિકા ભિક્ષુ પડિમામાં નવ નવક લાગે છે. તેમાં પહેલા નવકમાં એકદાતી અને ક્રમશઃ વધારતાં નવમાં નવકમાં નવ દાતી આહાર અને નવ દાતી પાણી લઈ શકાય છે. આ રીતે તેમાં કુલ ૮૧ દિવસ લાગે છે.
દસ દસમિકા ભિક્ષુ પડિમામાં દસ દસક લાગે છે.જેથી કુલ ૧૦×૧૦= ૧૦૦ દિવસ થાય છે.તેમાં દાતીની સંખ્યા એકથી લઈને દસ સુધી વધારી શકાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org