________________
કથાશાસ્ત્ર ઃ અંતગડ સૂત્ર
થઈ જાય છે અને સમ્યક્ પુરુષાર્થ દ્વારા તેઓ પોતાને પ્રાપ્ત થયેલા તે સુસંયોગને સફળ બનાવી દે છે. આપણને પણ માનવભવ, શાસ્ત્ર શ્રવણ, મુનિસેવા આદિનો સુઅવસર મળ્યો છે, તે અવસરને સફળ કરવા, જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા આળસ, બેદરકારી અને ઉપેક્ષાના ભાવાને હટાવવા પ્રયત્ન કરવો જોઈએ.
૧૧૩
(ર) એક નાનકડો બાળક પણ જીવન અને ધર્મના સાર પૂર્ણ તથ્યને સરળતાથી સમજી શકે છે અને તેનું સાચા અર્થમાં વિશ્લેષણ કરી શકે છે. તો શું આપણે આ નાની શી વાતને પણ હૃદયંગમ ન કરી શકીએ કે જે જન્મ્યો છે તેને મરવું અવશ્ય પડશે જ. કયારે, કેવી રીતે મોત આવશે એની કોઈને કંઈ જ ખબર નથી. જીવ જેવું આચરણ કરશે તે અનુસાર જ ભવિષ્યની ગતિ મળશે તે પણ નક્કી જ છે. આ મામૂલી જેવી લાગતી વાતને આપણે આપણા લક્ષ્યપૂર્વક તથા બાળ મુનિનો આદર્શ સામે રાખી, સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.પોતાની યોગ્યતા અને અવસર અનુસાર જીવન સુધારવામાં, ધર્માચરણ કરવામાં અને ભવિષ્યને કલ્યાણમય બનાવવામાં યત્કિંચિત્ પુરુષાર્થ વધારતાં રહેવું જોઈએ. (૩) બુદ્ધિમતા અને ઉત્સાહ :- ૧. રમત છોડીને એક રસ્તે ચાલ્યા જતાં મહાત્માને તેનો પરિચય પૂછવો. પરંતુ તેની મશ્કરી ન કરવી. ૨. ભિક્ષાની વાત જાણીને તરત જ પોતાના ઘેર લઈ જવા માટે નિવેદન કરવું. ૩. ભિક્ષા લઈને નીકળતા મુનિને વિવેકપૂર્વક તેમના નિવાસસ્થાન વિશે પૂછવું. ૪. નિવાસસ્થાન અને ભગવાનનો પરિચય મળતાં તત્કાળ જ તેમની સાથે ચાલી નીકળવું. પ. ભગવાન પાસે પહોંચીને વિધિવત્ વંદન કરવાં. . શાંતિથી બેસી જવું. ૭. ધર્મ અને સંયમની રુચિને ભગવાન સમક્ષ નિવેદન કરવી. ૮. માતા-પિતા પાસે સ્વયં આજ્ઞા પ્રાપ્તિ માટે નિવેદન કરવું. ૯. ભગવાન પાસેથી મળેલા જ્ઞાનના આધારે ચમત્કારિક જવાબ આપવો. ૧૦. વહેતાં પાણીમાં નાવ તરાવવા માટે પહેલાં પાણીને રોકીને પછી તેમાં પાત્રીને છોડવી. એવું ન કરે તો પાત્રીની પાછળ પાછળ દોડવું પડે. ૧૧. શ્રમણોને આવતાં જોઈને તે રમતમાંથી તરત જ નિવૃત્ત થઈને ચાલવા માટે તૈયાર થઈ જવું.
(૪) વર્ષાઋતુમાં પણ સંતો શૌચ નિવૃતિ માટે બહાર જઈ શકે છે એવું સ્પષ્ટ ઉદાહરણ પ્રસ્તુત અધ્યયનમાં છે. તેમ છતાં અચિત્ત નિર્દોષ ભૂમિ હોવી જરૂરી છે. (૫) બાલ દીક્ષાનો એકાંત વિરોધ કરવો એ અનાગમિક છે. વિવેકની આવશ્યકતા સર્વત્ર સ્વતઃ સિદ્ઘ છે. અનેકાંત સિદ્ધાંતોને પામીને કોઈપણ વ્યવહારિક પ્રવૃત્તિમાં એકાંત આગ્રહ ન રાખવો જોઈએ.
૮ વર્ષ, ૧૬ વર્ષ, પાછલી વય અર્થાત્ હજાર વર્ષની ઉંમરમાં પણ માત્ર ૧૦-૨૦ વર્ષ સંયમ પાળનાર વ્યકિતઓના ઉદાહરણો આ આગમમાં છે. શેઠ, રાજા, રાણી, રાજકુમાર, માળીના દીક્ષિત થવાના અને મોક્ષ જવાના ઉદાહરણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org