________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
એવંતા મુનિની દ્રવ્ય નૈયા તરી :- એક દિવસ વર્ષાઋતુમાં વર્ષા વરસ્યા પછી શ્રમણ શૌચ ક્રિયા માટે નગરની બહાર જઈ રહ્યા હતા. એવંતામુનિ પણ સાથે ગયા. નગરની બહાર થોડા દૂર આવીને પાત્રી અને પાણી આપીને શ્રમણોએ તેમને બેસાડી દીધો અને તે શ્રમણ પોતે થોડે દૂર ચાલ્યા ગયા.
કુમાર શ્રમણ શૌચ ક્રિયાથી નૃિવત્ત થઈને સૂચિત કરાયેલી જગ્યાએ જઈને શ્રમણોની પ્રતિક્ષા કરવા લાગ્યા. ત્યાં એક તરફ વર્ષાનું પાણી મંદગતિથી વહીને જઈ રહ્યું હતું. તે જોઈને એવંતા મુનિને ક્ષણભર માટે બાલ્યભાવ જાગી ઉઠ્યો. તેમાં તે સંયમ સમાચારીને ભૂલી ગયા. આજુ-બાજુની માટી લીધી અને પાણીનાં વહેણને રોકી દીધું. તે રોકાયેલા પાણીમાં પાત્રી મૂકી તેને ધક્કા મારીને આ પ્રમાણે બોલવા લાગ્યા કે મારી નાવ તરે છે... મારી નાવ તરે છે....! આ પ્રમાણે ત્યાં રમતાં-રમતાં પોતાનો સમય પસાર કરવા લાગ્યા. થોડી જ વારમાં સ્થવિરો પણ શૌચ ક્રિયાથી નિવૃત્ત થઈને આવી પહોંચ્યા. દૂરથી જ તેઓએ એવંતાકુમાર શ્રમણને રમતાં જોઈ લીધો. નજીક આવ્યાં ત્યારે તો એવંતા મુનિ પોતાની રમતથી નિવૃત્ત થઈને તેમની સાથે ચાલવા લાગ્યા.
સ્થવિરોનું સમાધાન :– શ્રમણોના મનમાં એવંતામુનિનું એ દશ્ય ભમવા લાગ્યું તેઓ ભગવાન પાસે પહોચ્યા અને પ્રશ્ન કર્યો કે ભંતે ! આપનો અંતેવાસી શિષ્ય એવંતાકુમાર શ્રમણ કેટલા ભવો કરીને મોક્ષ જશે ?
૧૧૨
ભગવાને ઉત્તર આપતાં કહ્યું કે હે આર્યો ! આ કુમાર શ્રમણ એવંતા આ જ ભવમાં મોક્ષમાં જશે. તમે લોકો તેનાથી કોઈપણ જાતનો ધિક્કાર, ઘણા કુતૂહલભાવ ન કરતાં, સમ્યક્ પ્રકારે એને શિક્ષિત કરો અને સંયમ ક્રિયાઓથી તેને અભ્યસ્ત કરો. તેની ભૂલ પર હીન ભાવના કે ઉપેક્ષાના ભાવો ન લાવતાં બાલશ્રમણની બરાબર સંભાળ લ્યો, વિવેકપૂર્વક જ્ઞાન પ્રદાન કરો અને સેવા આદિ કરો, પરંતુ તેમની હીનતા, નિંદા, ગર્હ કે અપમાન આદિ ન કરો. ભગવાનના વચનોનો સ્વીકાર કરીને શ્રમણોએ પોતાની ભૂલનો સ્વીકાર કર્યો. શ્રમણ ભગવાનને વંદના નમસ્કાર કર્યા અને એવંતા મુનિનું ધ્યાનપૂર્વક સંરક્ષણ કરવા લાગ્યા અને ભકિત પૂર્વક યોગ્ય આહાર-પાણી વગેરે દ્વારા તેમની વૈયાવચ્ચ
કરવા લાગ્યા.
એવંતા મુનિનું મોક્ષગમન :– એવંતા મુનિએ યથા સમયે અગિયાર અંગોનું અધ્યયન કંઠસ્થ કર્યું. વિવિધ તપશ્ચર્યામાં પોતાની શકિતનો વિકાસ કર્યો. ભિક્ષુની બાર પિંડમા અને ગુણ રત્ન સંવત્સર તપની આરાધના કરી; ઘણાં વર્ષો સુધી દીક્ષાનું પાલન કરી અંતે એક માસનો સંથારો કરીને સંપૂર્ણ કર્મોનો ક્ષય કર્યો અને મોક્ષમાં બિરાજમાન થઈ ગયા.
શિક્ષા-પ્રેરણાઃ
(૧) ભાગ્યશાળી હશુકર્મી જીવોને સહજ રીતે જ સુસંયોગ અને ધર્માચરણની પ્રાપ્તિ org
Jain