________________
કથાશાસ્ત્ર ઃ ઉપાસક દશાંગ સૂત્ર
નાહક ક્રોધ કરી સાધનામાં દોષ લગાડયો.તારા દોષનું પ્રાયશ્ચિત્ત કરી લે. ફૂલણીપિયાએ પોતાના દોષનો સ્વીકાર કરી પ્રાયશ્ચિત્ત કર્યું.
GC
કુલ વીસ વર્ષ સુધી શ્રાવક પર્યાયનું પાલન કરી; શ્રાવકની પડિમાઓ ધારણ કરીને અંતે સંથારો કરી પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થયા. શિક્ષા-પ્રેરણા :- અપાર ધન-વૈભવ સંપન્ન હોવા છતાં પ્રાચીન કાળના માનવોમાં એટલી સરળતા હતી કે શીઘ્ર ધર્મબોધ પામી જીવન પરિવર્તન કરી લેતા. આજના માનવે પણ તથ્યને જાણવું જોઈએ કે ધન સંપત્તિ જ સર્વસ્વ નથી. પરલોકમાં ધર્મ સાથે ચાલશે, ધન નહિ.
કોઈ નબળાઈના કારણે અનિચ્છાએ પણ ભૂલ થઈ જવાની સંભાવના રહે છે. છતાં ભૂલને ભૂલ સમજી, તેને સુધારી આદર્શમય જીવન જીવવું તે મહાન ગુણ છે. આપણે તેવો ગુણ અપનાવીએ અને તત્કાળ ભૂલનો સ્વીકાર કરી સન્માર્ગમાં આવી જઈએ.
અધ્યયન : ૪
સુરાદેવઃ
-
વારાસણી નગરીમાં સુરાદેવ નામના શ્રેષ્ઠી રહેતા હતા. તેઓ પણ સમૃદ્ધિવાળા હતા. છ–છ કરોડનું ધન વ્યાપાર, ઘરખર્ચ તથા ભંડારમાં હતું. તેમની પત્નીનું નામ ધન્યા હતું.
આનંદની જેમ તેનું સાંસારિક અને ધાર્મિક જીવન શ્રેષ્ઠ હતું. તેઓ એક વખત પૌષધશાળામાં પૌષધની આરાધના કરી રહ્યા હતા. કોઈ એક મિથ્યાત્વી દેવ અર્ધરાત્રિએ આવી ડરાવવા લાગ્યો. ધમકી આપી અને ત્રણ પુત્રોના ટુકડા કરી નાખ્યા. માંસ તથા લોહીનો છંટકાવ કર્યો. દારુણ કષ્ટ આપવા છતાં સુરાદેવે સમતા રાખી. દેવે નવો ઉપાય અજમાવ્યો અને ધમકી આપી કે આ ધર્મ-કર્મ છોડી દે નહિંતર કોઢ આદિ સોળ મહારોગ શરીરમાં ઉત્પન્ન કરીશ. શરીર સડી જશે અને તું મહાદુઃખી થઈ જઈશ.
અસીમ રોગોની કલ્પનાથી તેમનું મન ગભરાઈ ગયું; ઘીરજ ખૂટી ગઈ. આ રીતે સુરાદેવ શ્રમણોપાસક ચલિત થઈ ગયા. પત્ની ધન્યા દ્વારા પ્રેરણા મળ તાં વ્રતની વિશુદ્ધિ કરી. પુનઃ ધર્મમાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરતાં શ્રાવકની અગિયાર પિંડમાઓનું પાલન કર્યું. વીસ વર્ષની શ્રાવક પર્યાયનું પાલન કરી એક માસનો સંથારો કરી પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થયા. મહાવિદેહમાં જન્મ લઈ મોક્ષે જશે. શિક્ષા-પ્રેરણા :- શરીરનું મમત્વ પણ સાધકને સાધનાથી વ્યુત કરી દે છે. તેથી કોઈ પણ પ્રકારની આત્મસાધનામાં શરીરની મમતાને વૈરાગ્યના ચિંતન
Jain
org