________________
૬
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત-૧
:
હસતાં સહેનાર કામદેવે એવું ન વિચાર્યું કે “આવો શ્રેષ્ઠ ધર્મ ધારણ કર્યો, તીર્થકરોનું શરણું લીધું છે છતાં ધર્મના કારણે જ સંકટની ઘડીઓ આવી. ખરેખર ધર્મમાં કંઈ જ દમ નથી. સુખને બદલે દુઃખ મળ્યું.’” આવો કોઈ વિકલ્પ ન કર્યો.
જેની પાસે સમ્યક્ શ્રદ્ધા છે તેમને તો આવો વિચાર આવતો જ નથી. પણ ઐહિક સુખની ઈચ્છાવાળાઓને જ આવા સંકલ્પ વિકલ્પો થાય છે અને તેઓની ચિત્ત સ્થિતિ ડામાડોળ થઈ જાય છે. માટે ધર્મ પ્રત્યે પવિત્ર શ્રદ્ધા રાખવી જોઈએ. અસ્થિર ચિત્તવાળા ન બનવું જોઈએ અને ધર્મના સંબંધે ઐહિક ચમત્કારથી મુક્ત બનવું જોઈએ.
અધ્યયન : ૩
ચૂલણીપિયા :
ભારતની સુપ્રસિદ્ધ સમૃદ્ધિશાળી વારાણસી નગરીમાં ફૂલણીપિયા નામના શેઠ રહેતા હતા. તેમની માતાનું નામ ભદ્રા અને પત્નીનું નામ શ્યામા હતું. અગાઉના બન્ને શ્રાવક કરતાં ચૂલણીપિયાની સમૃદ્ધિ ઘણી હતી. ૮ કરોડ સોનૈયા ભંડારમાં, ૮ કરોડ વ્યાપારમાં તથા ૮ કરોડ ઘરખર્ચમાં હતા. ૮ ગોકુલ હતા. આ પ્રમાણે ફૂલણીપિયા વૈભવશાળી પુણ્યશાળી પુરુષ હતા. ભગવાન મહાવીર પાસે શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા હતા. ચૌદ વર્ષ ગૃહસ્થ જીવનમાં રહ્યા બાદ નિવૃત્તિ મેળવી આત્મસાધનામાં લીન બન્યા હતા.
એક વખત પૌષધશાળામાં ઉપવાસયુક્ત પૌષધની આરાધના કરી રહ્યા હતા. અર્ધ રાત્રિએ એક દેવ હાથમાં તલવાર લઈ બોલ્યો – ઓ ચૂલણીપિયા ! આ ધર્મ-કર્મ છોડી દે. નહીં તો તારી સામે જ તારા મોટા દીકરાના શરીરના ટુકડા કરી, કળાઈમાં ઉકાળીશ, અને તેના લોહી અને માંસ તારી ઉપર નાંખીશ. બે, ત્રણ વખત આમ કહેવા છતાં ચૂલણીપિયા દઢ રહ્યા. અંતે દેવે તેમજ કર્યું. પુત્રને મારી તેને કડાઈમાં તળી તેના લોહી-માંસ શ્રાવક ઉપર નાખ્યા.
ફૂલણીપિયા નજરે જોતા હતા, છતાં સાધનામાં ક્ષુબ્ધ ન થયા. તેથી દેવનો ક્રોધ તેની શાંતિને કારણે વધુ ભડક્યો. દેવે એક એક કરતાં તેના ત્રણે પુત્રો સાથે તેવું જ ભયંકર કૃત્ય કર્યું. ચૂલણીપિયા અડગ રહ્યા. અંતે દેવ દ્વારા ચૂલણીપિયાની માતા ભદ્રાની સાથે પણ તેવું જ કૃત્ય કરવાની ધમકી દેતાં શ્રાવકનું ધૈર્ય ખૂટી ગયું. માતાની મમતાને કારણે સાધનામાં પરાજય થયો. પૌષધની મર્યાદાનું ઉલ્લંઘન કરીને દેવને પકડવાનો સંકલ્પ કર્યો. જ્યાં દેવને પકડવા હાથ લંબાવ્યો ત્યાં તો દેવ અદશ્ય થઈ ગયો. અવાજ સાંભળતાં તેની માતા દોડતી આવી. આખી ઘટનાની જાણકારી થતાં કહ્યું– વત્સ ! આ તો દેવ માયા હતી. અમે બધા સુરક્ષિત છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org