________________
કથાશાસ્ત્ર ઃ ઉપાસક દશાંગ સૂત્ર
શ્રમણોપાસક ગૃહસ્થ પણ ધર્મમાં શ્રદ્ધા રાખી શકે છે; પરીક્ષાની ઘડીએ ધીર-ગંભીર બની કષ્ટો સહન કરે છે; દાનવને પણ પરાજિત કરે છે. આ ઘટના દ્વારા દરેક સાધકે દઢ શ્રદ્ધાની અને સંકટોમાંથી પાર ઉતરવા ધૈર્યની પ્રેરણા લેવી જોઈએ. ત્યારે ઉપસ્થિત શ્રમણ-શ્રમણીઓએ 'તત્તિ' કહી પરમાત્માના વચનોનો સ્વીકાર કર્યો.
५७
ત્યાર પછી કામદેવ શ્રાવકે વિનય યુક્ત કેટલાક પ્રશ્નો પૂછી સમાધાન પ્રાપ્ત કર્યું અને વંદન નમસ્કાર કરી ચાલ્યા ગયા. ઉપવાસનું પારણું કર્યા પછી પૌષધશાળામાં આવી ધર્મસાધનામાં લીન બન્યા. આનંદની જેમ શ્રાવકની અગિયાર પડિમાઓ સ્વીકારી. અંતે એક મહિનાનો સંથારો કરી, સમાધિમરણ પ્રાપ્ત કરી પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંનું ચાર પલ્યોપમનું આયુષ્ય પૂર્ણ કરી, મહાવિદેહ ક્ષેત્રમાં જઈ સિદ્ધ થશે. બાકીનું બધું વર્ણન આનંદ શ્રાવકની જેમ જ સમજવું. ૧૪ વર્ષ સામાન્ય શ્રાવક પર્યાય + ૬ વર્ષ નિવૃત્તિ સાધનામય જીવન, એમ કુલ ૨૦ વર્ષ શ્રમણોપાસક પર્યાયનું પાલન કર્યું.
શિક્ષા-પ્રેરણાઃ
(૧) આ ચરિત્રમાંથી ધર્મમાં દઢ શ્રદ્ધા અને મજબૂત મનોબળ રાખવાની પ્રેરણા મળે છે. માનવને કર્મ સંયોગે શારીરિક, આર્થિક, માનસિક, સામાજિક આદિ કેટલાય સંકટોમાંથી પસાર થવું પડે છે. તે સમયે ક્ષુબ્ધ ન થવું, મ્લાન ન બનવું, ગભરાવવું નહિ, પરંતુ ધૈર્યની સાથે આત્મ ક્ષમતાને કેન્દ્રિત કરતાં દઢધર્મી અને પ્રિયધર્મી બનવું. દશવૈકાલિક સૂત્રમાં મનોબળને દઢ રાખવાવાળા આશ્વાસન વાક્યો આ પ્રમાણે કહ્યા છે –
न मे चिरं दुखमिणं भविस्सइ ।
पलिओवमं झिज्झइ सागरोवमं । किमंग पुण मज्झ इमं मणो दुहं ।।
ભાવાર્થ :- આ મારું દુઃખ શાશ્વત રહેવાવાળું નથી. નરકના જીવો અસંખ્ય વર્ષો સુધી ઘોરાતિઘોર વેદના સહન કરે છે. તેની અપેક્ષાએ અહીંના શારીરિક કે માનસિક દુઃખ કંઈ વિસાતમાં નથી. આત્મા બધાનો સરખો છે. મારા આત્માએ પણ અજ્ઞાન દશામાં ખૂબ કષ્ટો સહન કર્યા છે. તો હવે સમજણ પૂર્વક આવા સામાન્ય કષ્ટોને સહન કરી લઉં. આ પ્રમાણે ચિંતન કરી શ્રેષ્ટ આદર્શોને નજર સમક્ષ રાખી આપત્તિની ઘડીઓને ધૈર્ય પૂર્વક પાર પાડવી જોઈએ.
(૨) કેટલાક આત્માઓ ધર્મ દ્વારા લૌકિક સુખોની ઈચ્છા કરે છે. તેઓ પોતાની ચાહના પૂર્તિ થાય કે કેમ, તેના ઉપરથી ધર્મગુરુઓની કિંમત આંકે છે. તેઓને ચમત્કારી ગુરુ તથા ચમત્કારી ધર્મ જ પ્રિય હોય છે. આવા ચમત્કાર પ્રિય શ્રાવકોએ આ અધ્યયનમાંથી શિક્ષા લેવી જોઈએ કે દેવ પ્રદત્ત કષ્ટોને હસતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org