________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત-૧
અને તપના માધ્યમે ક્રમશઃ ઘટાડવી જરૂરી છે. કારણ કે સાધનાની અંતિમ સફળતા દેહ મમત્વના ત્યાગમાં જ છે. કહ્યું પણ છે – દંપતિ વા કાર્ય સાથfમા દેદ દુર્વ મહાd I આદિ વાક્યોથી આત્મ શક્તિને જાગૃત કરવી જોઈએ.
અધ્યયન : ૫)
ચુલ્લશતક:આલંભિકા નગરીમાં ચુલ્લશતક શ્રાવક રહેતા હતા. તેમનો વૈભવ સુરાદેવ જેવો જ હતો. જીવનની સાધનાનું વર્ણન સુરાદેવ જેમ જ સમજવું. તેઓ પણ દેવ દ્વારા ધન ને નષ્ટ કરી, દરિદ્ર બનાવી દેવાની ધમકીથી ભય પામી સાધનાથી વ્યુત થઈ ગયા. બહુલા નામની ભાર્યા દ્વારા પ્રેરણા પ્રાપ્ત કરી, પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ થયા. અંતે સમ્યક આરાધના કરી પંડિત મરણને વર્યા. શેષ મોક્ષ પર્યતનું વર્ણન સુરાદેવ સમાન જાણવું.
અધ્યયન : ૬
કુંડકૌલિકઃ
પ્રાચીન કાળમાં કાંપિલ્યપુર નગરમાં કુંડકૌલિક નામના શેઠ રહેતા હતા. ધન, સમૃદ્ધિ સુરાદેવ જેવી જ હતી. આનંદાદિ શ્રાવકોની જેમ જ ઉત્તમ ધાર્મિક જીવન જીવવા લાગ્યા; શ્રાવક વ્રતોનું પાલન કરવા લાગ્યા.
એકદા બપોરના સમયે કંડકૌલિક અશોક વાટિકામાં ગયા. ઉત્તરીય વસ્ત્ર, વીંટી વગેરે ઉતારી પોતાની સમીપે મૂકી દીધાં; સામાયિકમાં સ્થિર થયા. ત્યાં તો એક દેવ ઉપસ્થિત થયો અને ઉત્તરીય વસ્ત્ર તથા વીંટી ઉપાડી આકાશમાં જઈ બોલ્યો- ગોશાલકનો ધર્મ સિદ્ધાન્ત સુંદર છે. ભગવાન મહાવીરનો સિદ્ધાંત ઉત્તમ નથી. કારણ કે પુરુષાર્થથી કંઈ વળતું નથી. જે થવાનું હોય તે થઈને જ રહે છે.
આ સાંભળી કુંડકૌલિક બોલ્યા- દેવ! એક વાત કહો કે આ દેવ ઋદ્ધિ તમે કેવી રીતે મેળવી? દેવે કહ્યું- “મે પુરુષાર્થ વિના જ પ્રાપ્ત કરી છે. ત્યારે કુંડકૌલિક બોલ્યા- તો અન્ય પ્રાણી-પશુ તમારી જેમ પુરુષાર્થ વિના દેવ કેમ નથી થતા? તેમાં જો કંઈ વિશેષ પુરુષાર્થ છે તો ગોશાલકનો સિદ્ધાંત સુંદર કેવી રીતે બન્યો? તે તો પુરુષાર્થને નિરર્થક સમજે છે.'
ભગવાન મહાવીરનો સિદ્ધાંત પુરુષાર્થ, નિયતિ, કાળ, સ્વભાવ અને કર્મ આ પાંચેયનો સ્વીકાર કરતા થકા પુરુષાર્થ પ્રધાન વ્યવહારનું કથન કરે છે અર્થાત્ વ્યાવહારિક જીવનમાં પુરુષાર્થ મુખ્ય છે. અન્યથા તો બધા આળસુ (નિરુદ્યમી)
Jain Education International
For Piivate & Personal Use Only
vw.jainelibrary.org