________________
કથાશાસ્ત્ર : ઉપાસક દશાંગ સૂત્ર
૦૧
થઈ મોક્ષ પ્રાપ્ત કરી લે. પણ તે અસંભવિત છે. ગોશાલકના સિદ્ધાંતથી લૌકિક વ્યવહાર પણ ચાલતો નથી. વ્યાપાર, ભોજન આદિમાં જો પુરુષાર્થ કરવાની આવશ્યકતા ન રહે તો તે સર્વથા અવ્યાવહારિક થઈ જાય છે. કુંડકૌલિક શ્રાવકના તર્કપૂર્ણ ઉત્તરથી દેવ નિરુત્તર થઈ ગયો અને ઉત્તરીય વસ્ત્ર તથા વીંટી મૂકીને ચાલ્યો ગયો.
ભગવાને ભરસભામાં કંડકૌલિક શ્રાવકની પ્રશંસા કરી. બધા શ્રમણ, શ્રમણોપાસકને જ્ઞાન ચર્ચાથી ન ગભરાતાં આ આદર્શને સન્મુખ રાખવાની પ્રેરણા કરી. કંડકૌલિકે પણ ચૌદ વર્ષ દરમ્યાન સંસારની જવાબદારી નિભાવી. તે પછી મોટો મહોત્સવ કરી, પુત્રને કુટુંબ વ્યવસ્થાનો ભાર સોંપી, નિવૃત્તિ લઈ છ વર્ષ નિવૃત્ત સાધના કરી. પડિમાઓનું આરાધન કર્યું. અંતે એક મહિનાનો સંથારો કરી પંડિત મરણને વર્યા. કુંડકૌલિક પ્રથમ દેવલોકમાં ચાર પલ્યોપમનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મોક્ષે જશે. શિક્ષા–પ્રેરણા :- શ્રમણ-શ્રમણોપાસકોએ પોતાની સાધનાનો કેટલોક સમય શાસ્ત્ર અધ્યયન, શ્રવણ તથા ચિંતન મનનમાં જોડીને જ્ઞાનનો અક્ષય નિધિ પ્રાપ્ત કરવો જોઈએ. દશવૈકાલિક સુત્ર અ. ૯ ઉ.૪ માં બતાવ્યું કે શ્રત અધ્યયનથી ચિત્ત એકાગ્ર થાય અને શ્રુત સંપન્ન સાધક સમય આવતાં પોતાના કે બીજાઓના આત્માને ધર્મમાં સ્થિર કરવા પૂર્ણ સફળ બને છે. માટે સાધકોએ શ્રુત અધ્યયન કરી, પોતાની નિર્ણાયક શક્તિનો વિકાસ કરવો જોઈએ.
અધ્યયન: ૯)
સકડાલ:
પોલાસપુર નગરમાં સકડાલપુત્ર નામનો કુંભાર રહેતો હતો. જે ગોશાલકનો અનુયાયી હતો. તે આર્થિક રીતે સંપન્ન હતો. તેને ત્રણ કરોડ સોનૈયા તથા એક ગોકુળ હતું. માટીના વાસણ બનાવવાની પ00 કુંભાર શાળાઓ હતી. અને તે વાસણો વેચવાની વ્યવસ્થા તેના નોકરો દ્વારા રાજમાર્ગ અને અનેક સાર્વજનિક સ્થાનો ઉપર રાખવામાં આવી હતી. તે સકડાલને પોતાના ધર્મસિદ્ધાંતો પ્રત્યે અડગ આસ્થા હતી અને તે પ્રમાણે જીવન વિતાવતો હતો.
એકદા બપોરના સમયે તે પોતાની અશોક વાટિકામાં બેસી ધર્મધ્યાન કરી રહ્યો હતો. તે સમયે એક દેવ અદશ્ય રહી બોલ્યો “કાલે અહીં સર્વજ્ઞ, સર્વદર્શી ભગવાન પધારશે. તમે તેમને વંદન નમસ્કાર કરી તમારી કુંભારશાળામાં રહેવાની અનુજ્ઞા આપજો.” આ દેવ સૂચનાને પોતાના ધર્મગુરુ ગોશાલક માટેની સમજી સકડાલે અવધારી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org