________________
ર
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
::
બીજે દિવસે પોલાસપુર નગર બહાર ભગવાન મહાવીર પધાર્યા. પ્રજાજનો દર્શનાર્થે જવા લાગ્યા. સકડાલ પણ ગયા. વિધિવત્ વંદન કરી ભગવાનની દેશના સાંભળવા બેઠા. ભગવાને સકડાલને સંબોધી કહ્યું કે ગઈકાલે એક દેવ તમને સૂચના આપવા આવ્યો હતો ? તે મારા માટે જ કહ્યું હતું, ગોશાલકની અપેક્ષાએ નહીં. સકડાલ ભગવાનના જ્ઞાન ઉપર આકર્ષિત થયા, પ્રભાવિત થયા. તેમણે ઊઠી ભગવાનને વંદન નમસ્કાર કરી કુંભારશાળામાં પધારવાની વિનંતિ કરી. ભગવાને તેની પ્રાર્થના સ્વીકારી.
સકડાલ ભગવાન પ્રત્યે આકર્ષિત થયા હોવા છતાં સૈદ્ધાન્તિક આસ્થા તો
ગોશાલકમાં જ હતી. અનુકૂળ અવસર જોઈ ભગવાને પૂછ્યું– આ માટીના વાસણ કેવી રીતે બન્યા છે ? સકડાલ ક્રમશઃ સંપૂર્ણ પ્રક્રિયા બતાવી. ભગવાને પુનઃપૂછ્યું- આ આખી પ્રક્રિયા પુરુષાર્થથી થઈને ? સકડાલે કહ્યું– ના, નિયતિથી. પુરુષાર્થનું કંઈ મહત્વ નથી.
ભગવાને પુનઃ કહ્યું – જો કોઈ પુરુષ તારા આ સેંકડો વાસણોને ફોડી નાખે અને તારી પત્ની સાથે બળાત્કાર કરે તો તું તેને દંડ આપે કે નિયતિ સમજી ઉપેક્ષા કરે ? તુરત સકડાલે કહ્યું કે અપરાધી સમજી તેને મૃત્યુદંડ આપુ. ભગવાને કહ્યું —– જો તમે તેમ કરશો તો તમારો સિદ્ધાંત અસત્ય ઠરશે. કારણ કે તમે નિયતિના સ્થાને પુરુષાર્થને માન્યો અને તેને અપરાધી ગણ્યો.
આમ થોડી ચર્ચાથી જ સકડાલ યથાર્થ તત્ત્વને સમજી ગયા. શ્રદ્ધાથી તેનું મસ્તક ઝૂકી ગયું. બાર વ્રત અંગીકાર કર્યા. સકડાલની પ્રેરણાથી તેની પત્ની અગ્નિમિત્રાએ પણ તેમજ કર્યું. આમ બન્ને આત્માએ સદ્ધર્મની પ્રાપ્તિ કરી ગૃહસ્થ જીવનની સાથે ધર્મસાધનામાં લીન બન્યા.
ગોશાલકને આ ઘટનાની જાણકારી થતાં સકડાલને પોતાના મતમાં લાવવાની કોશિષ કરી. તે ત્યાં આવ્યો. ભગવાનની પ્રશંસા કરી. થોડા દિવસ તે ત્યાં જ રહ્યો, પણ બધા પ્રયત્ન નિષ્ફળ ગયા. નિરાશ થઈ ચાલ્યો ગયો.
એકદા પૌષધશાળામાં અર્ધરાત્રિએ સકડાલ પાસે એક દેવ આવ્યો. ધર્મક્રિયા–વ્રત આદિને છોડવાનું કહ્યું અને તેના પુત્રોને મારવાની ધમકી આપી. પછી શ્રાવકના અડગ રહેતાં ત્રણ પુત્રોને મારી, અગ્નિમિત્રાને મારવાની ધમકી દેતાં, સકડાલ ડગી ગયો અને ક્રોધિત થઈ દેવને પકડવાનો પ્રયત્ન કરતાં દેવ અદશ્ય થઈ ગયો. અવાજ સાંભળી અગ્નિમિત્રા શ્રમણોપાસિકા જાગૃત થયાં. ત્યાં આવી પતિને વ્રતમાં સ્થિર કર્યા. સકડાલે પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધિ કરી.
અંતે પૂર્વ શ્રાવકોની જેમ નિવૃત્ત થઈ સાધનામય જીવન જીવવા લાગ્યા. શ્રાવકની અગિયાર પડિમાઓનું પાલન કર્યું; વીસ વર્ષની શ્રાવક પર્યાયનું પાલન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org