________________
કથાશાસ્ત્ર ? ઉપાસક દશાંગ સૂત્ર
કરી, એક માસનો સંથારો કરી, પ્રથમ સ્વર્ગમાં ઉત્પન્ન થયા. અંતે મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મુક્તિ મેળવશે. શિક્ષા-પ્રેરણા - એકાંતવાદ મિથ્યા છે, તેથી અનેકાંત સત્યનો સ્વીકાર કરવો જોઈએ. અર્થાત્ નિયતિનો સ્વીકાર કરવા સાથે પુરુષાર્થને પણ સ્વીકારવો જોઈએ. કોઈ પણ કાર્યની સફળતામાં એક યા અનેક સમવાયોની (સંયોગોની) પ્રમુખતાનો સ્વીકાર કરતાં અન્યનો એકાંતિકનિષેધ ન કરવો. દુનિયાના સર્વે વ્યવહારો પુરુષાર્થ પ્રધાન હોય છે. તેની સાથે કાળ, કર્મ,નિયતિ અને સ્વભાવનું પોત-પોતાની સીમામાં મહત્ત્વ સમજવું જોઈએ.
સકડાલે પોતાની બુદ્ધિ અને સમજદારીનો આદર્શ ઉપસ્થિત કર્યો. અંતે સત્યનો નિર્ણય કરી તેનો સ્વીકાર કર્યો. ત્યાર પછી તેને ગોશાલકની ચમત્કારિક શક્તિ પણ વિચલિત ન કરી શકી. તે જ રીતે માનવના જીવનમાં ઉતાર-ચઢાવ ભલે આવે પરંતુ જીવનનો અંત સત્ય સાથે પસાર થાય, તેવી સરલતા અને બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવો જોઈએ. - નિયતિને એકાંતિક સત્ય માનવાવાળી વ્યકિત કોઈના પુરુષાર્થને નથી સ્વીકારી શકતી.નિયતિવાદી કોઈના ગુણ અને અપરાધને ન માની શકે. ખરેખર તે તથ્ય, વ્યવહારથી તદ્દન વિપરીત છે. તે ઉપરાંત નિયતિવાદને માટે ધર્મક્રિયાનો પુરુષાર્થ પણ નિરર્થક નીવડે. તેથી મોક્ષાર્થીએ આવા એકાંત સિદ્ધાંતના ચક્કરમાં ફસાવું નહિ.
અધ્યયન : ૮)
મહાશતક:
રાજગૃહી નગર તેના સમયમાં પ્રસિદ્ધ નગર હતું. રાજા શ્રેણિક ત્યાંનો શાસક હતો. ત્યાં મહાશતક નામના ધનિક શેઠ રહેતા હતા. ધન, સંપતિ, વૈભવ, પ્રભાવ, માન-સન્માન આદિની અપેક્ષાએ નગરમાં તેનું બહુ ઊંચુ સ્થાન હતું. તેની પાસે કાંસાના પાત્રના માપની અપેક્ષાએ ૨૪ કરોડ સોનૈયાનું ધન હતું.
તે સમયના રિવાજ પ્રમાણે તેર(૧૩) શ્રેષ્ઠી કન્યાઓ સાથે મહાશતકના લગ્ન થયા. તે કન્યાઓને પોતાના પિતા તરફથી વિપુલ સંપત્તિ આદિ પ્રીતિદાનમાં મળી હતી. તે તે સ્ત્રીઓમાં રેવતી સૌથી મુખ્ય હતી. પિતૃ સંપત્તિની અપેક્ષાએ પણ તે બધાથી અધિક ધનાઢય હતી. આ પ્રમાણે મહાશતક સાંસારિક દષ્ટિથી મહાન વૈભવશાળી અને અત્યંત સુખી હતો. પરંતુ વૈભવ અને સુખ વિલાસમાં તે ખોવાયો ન હતો. આ સંયોગવશ એક વખત ભગવાન મહાવીર સ્વામી રાજગૃહીમાં પધાર્યા.
Jain Education International
For Private & Personal use only
www.jane braty.org