________________
જ
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત-૧
નગરના લોકો અને મહાશતક શેઠ પણ દર્શન કરવા માટે સમવસરણમાં ઉપસ્થિત થયા. ઉપદેશ સાંભળી મહાશતકના આત્માને પ્રેરણા મળી.તેમણે શ્રાવકના બાર વ્રત ધારણ કર્યા અને વધતી જતી સંપત્તિને સીમિત કરી દીધી અર્થાત્ હવે પછી સંપત્તિ ન વધારવાની પ્રતિજ્ઞા કરી.
મહાશતક શ્રમણોપાસકને ઉપાસનામાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરતાં-કરતાં ચૌદ વર્ષ વ્યતીત થયા. ત્યારબાદ પુત્રને વ્યવસાય આદિ સોંપીને નિવૃત્ત જીવન જીવવા લાગ્યા.
મહાશતકની મુખ્ય પત્ની રેવતીનું જીવન અત્યંત વિલાસ પૂર્ણ હતું. તે માંસ અને મદિરામાં પહેલેથી જ અત્યંત આસક્ત હતી. મહાશતક શ્રમણોપાસક બની ગયા પછી પણ તેણીએ પોતાની તે પ્રવૃત્તિ ન છોડી. રાજા શ્રેણિક દ્વારા પોતાના રાજ્યમાં પંચેન્દ્રિય વધ નિષેધની આજ્ઞા-ધોષણા કરાવ્યા પછી રાજ્યમાં ક્યાંય પણ માંસ મળતું નહિ. તોપણ તેણીએ ઉપાય શોધી લીધો અને નોકરો દ્વારા પીયરથી દરરોજ ગાયના બે નવજાત વાછરડાના માંસના આયાતની વ્યવસ્થા ગુપ્ત રીતે કરી લીધી.
ભોગાકાંક્ષાની તીવ્રતાથી તેણે સ્વચ્છંદતા પૂર્વક પોતાની બાર શોક્યોને શસ્ત્ર પ્રયોગ અને વિષપ્રયોગ દ્વારા મરાવી નાખી. મહાશતકનો તેની ઉપર કોઈ પણ નિયંત્રણાત્મક ઉપાય ચાલી શક્યો નહીં.
નિવૃત્ત સાધનાના સમયમાં એક દિવસની વાત છે– મહાશતક પોતાની ઉપાસનામાં હતા. રેવતી મધના નશામાં ઉન્મત્ત બનીને ત્યાં પહોંચી અને મહાશતકને વ્રતથી ટ્યુત કરવા માટે અનેક પ્રકારના કામોદ્દીપક હાવભાવ કરવા લાગી અને કહેવા લાગી કે "તમો ધર્મ કરવાથી સ્વર્ગ પ્રાપ્તિથી વિશેષ વધુ શું લાભ કરશો? જો કે તમે મારી સાથે, પ્રાપ્ત થયેલા ભોગોને ભોગવતા નથી, તો એનાથી વધુ સ્વર્ગ અને મોક્ષમાં શું લાભ થશે? “આ પ્રકારે બે-ત્રણ વખત કહી મોહાસક્ત ભરેલા પ્રયત્નો કર્યા, પણ તેને નિષ્ફળતા મળી. મહાશતક મેરુની સમાન અડગ રહ્યા. લેશ માત્ર પણ રેવતીનો પ્રભાવ તેના ઉપર ન પડ્યો.
મહાશતક શ્રમણોપાસક સ્વયંની પત્નીના લોભામણા હાવભાવ આદિ અનુકુળ ઉપસર્ગમાં પણ વિજયી બન્યા. રેવતી હારીને ચાલી ગઈ. મહાશતકે શ્રાવકની અગિયાર પડિમાં સ્વીકારી. અંતે સંલેખના કરી આત્મસાધનામાં ઝૂલવા લાગ્યા.
પવિત્ર પરિણામોથી તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. આ તરફ રેવતી માંસ અને મદિરામાં લુબ્ધ બનીફરીથી મહાશતકજીને વ્રતોથી શ્રુત કરવા પૌષધશાળામાં પહોંચી અને અનેક પ્રકારની કુચેષ્ટાઓનો પ્રારંભ કર્યો. શ્રમણોપાસકની ધીરજ ખૂટી. અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી રેવતીનું ભવિષ્ય જોયું
Jain Education International
For Private & Personal Use Only
ww.jainelibrary.org