________________
કથાશાસ્ત્ર : ઉપાસક દશાંગ સૂત્ર
પ
અને તેને ઉપાલંભ આપતા કહ્યું કે, તું સાત દિવસમાં ભયંકર રોગથી દુઃખી થઈ, આર્તધ્યાન કરતી મૃત્યુ પામી પહેલી નરકમાં ઉત્પન્ન થઈશ. આ સાંભળતાં જ રેવતીનો નશો ઉતરી ગયો. નજરની સમક્ષ મોત દેખાવા લાગ્યું. સાતમા દિવસે મૃત્યુ પામી નરકમાં ઉત્પન્ન થઈ.
સંયોગવશાત્ ભગવાન મહાવીરનું પદાર્પણ થયું. તેઓએ ગૌતમ ગણધર દ્વારા મહાશતકને સાવધાન કરાવ્યા કે– સંથારામાં અમનોજ્ઞ કથન ન કરવું જોઈએ. તેથી તમે તેની આલોચના પ્રાયશ્ચિત્ત કરી વિશુદ્ધ બનો. મહાશતક શ્રમણોપાસકે તેનો સહર્ષ સ્વીકાર કર્યો. યથાસમયે સમાધિપૂર્વક પંડિત મરણ પામી દેહનો ત્યાગ કરી પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મોક્ષે જશે. શિક્ષા-પ્રેરણા:(૧) અશુભ કર્મના સંયોગે કોઈ દુરાત્માનો સંયોગ થઈ જાય તો તેની ઉપેક્ષા કરતાં આત્મ-સાધનામાં લીન બનવું, એ આદર્શ મહાશતકે પુરવાર કરી બતાવ્યો. વિચાર તો કરો કે કેટલી હદે રેવતીની દુષ્ટ પ્રવૃત્તિ હતી ? મધમાંસમાં લોલુપ, બાર શોક્યને મારવાવાળી, પીયરથી બે નવજાત વાછરડાઓના માંસ મગાવવાવાળી, પૌષધના સમયે પતિ સાથે નિર્લજ્જ વ્યવહાર કરવાવાળી હતી. અહો ! આશ્ચર્ય છે કર્મની વિચિત્રતા અને વિટંબણાઓનો ! બંનેનું મરણ લગભગ સાથે જ થયું. (૨) વ્યસનીનું પતન અવશ્ય થાય છે. ઘોરાતિઘોર પાપકાર્યમાં તે ફસાઈ જાય છે. તેથી વ્યસનથી દૂર રહેવું જોઈએ. સાત વ્યસન ત્યાજ્ય છે, યથા– જુગાર, શિકાર, વેશ્યાગમન, પરસ્ત્રીગમન, ચોરી, મધ, માંસ. (૩) જિન શાસનમાં અંશમાત્ર પણ કટુતા અને અમનોજ્ઞ વ્યવહાર ક્ષમ્ય નથી. ભલે સામેવાળો ગમે તેટલો પાપાત્મા કેમ ન હોય? ભગવાને તે ભૂલને સુધારવા જ ગૌતમને મહાશતક પાસે મોકલ્યા હતા. હકીકતમાં લોઢા, લાકડાં, પીતળ અને ત્રાંબામાં જેમ લોઢાની મેખ ક્ષમ્ય થઈ શકે છે, પણ સોનાના પાત્રમાં લોઢાની નાની મેખ અક્ષમ્ય છે. જેવી રીતે સુકોમળ પગમાં નાનો કાંટો પણ સહન નથી થતો. તે આખા શરીરની સમાધિને લુંટી લે છે. તે જ રીતે સર્વોચ્ચ સાધનામય જીવનમાં પાપી વ્યકિત પ્રત્યે પણ કરવામાં આવેલી કટુતા, અમનોજ્ઞતા ક્ષમ્ય છે. તે સુધારવા માટે તીર્થકર, ગણધરને પણ લક્ષ્ય રાખી અવશ્ય પ્રયત્ન કરવો પડે છે, તો ગૃહસ્થની તો વાત જ શી ? આ છે જિનશાસનનો મહાન આદર્શ. (૪) જિનશાસનની સાધનામાં લાગેલા બધા સાધકોએ પોતાના જીવનવ્યવહારોનું સૂક્ષ્મતમ અવલોકન કરવું જોઈએ અને કોઈ પણ વ્યક્તિ પ્રત્યે પોતાના
માનસમાં કટુ ભાવ હોય, કટુ વ્યવહાર યા અમનોજ્ઞ વ્યવહાર હોય તો તેને પોતાની Jain જ ભૂલ સમજીને સ્વીકાર કરવી જોઈએ અને તેને સુધારવાની પ્રવૃત્તિને પોતાની
jainenbrary.org