________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
રહેતા હોય, ત્યાં વનચર પશુઓને રહેવાનો આનંદ કેમ આવે ? તે પ્રકારે હે ચિત્ત ! શ્વેતાંબિકા નગરી ભલે સુંદર, રમણીય હોય પણ તમારો રાજા પ્રદેશી જે રહે છે તે અધાર્મિક, અધર્મનું આચરણ કરવાવાળો અને અધર્મથી જ વૃત્તિ કરવાવાળો છે. સદા હિંસામાં આસક્ત, ક્રૂર, પાપકારી, ચંડ, રુદ્ર, ક્ષુદ્ર રહે છે. ફૂડ-કપટ બહુલ, નિર્ગુણ, મયાર્દા રહિત, પચ્ચક્ખાણ રહિત, અધર્મનો જ સરદાર છે; પોતાની પ્રજાનું પણ રક્ષણ નથી કરતો યાવત્ ગુરુઓનો પણ આદર-સત્કાર, વિનય-ભકિત નથી કરતો, તો તારી શ્વેતાંબિકા નગરીમાં કેવી રીતે આવું ? અર્થાત્ આવવાની ઇચ્છા નથી.
૧૬૨
ચિત્તે બધી વાતનો સ્વીકાર કર્યો અને કહ્યું કે- ભંતે ! આપને પ્રદેશી રાજાથી શું કામ છે ? ત્યાં અન્ય અનેક રાજકર્મચારી, શેઠ, સેનાપતિ, સાર્થવાહ, પ્રજાજન ધાર્મિક છે. તેઓ આપનો સત્કાર કરશે અને વિનય-ભક્તિ કરશે. ધર્મોપદેશ સાંભળશે, પ્રત્યાખ્યાન ધારણ કરશે. આહાર-પાણીથી પ્રતિલાભશે; તેથી આપ જરૂર શ્વેતાંબિકા પધારો'. વારંવાર વિનંતિ કરવાથી કેશીકુમાર શ્રમણે; આશ્વાસન આપતાં કહ્યું– જેવો અવસર........
આશ્વાસન મેળવી ચિત્તે પુનઃ વંદન-નમસ્કાર કર્યા. પોતાના ભવન ઉપર આવ્યા, બાદ શ્વેતાંબિકા જવા પ્રસ્થાન કર્યું. શ્વેતાંબિકા પહોંચ્યા પછી ચિત્ત સારથીએ ઉધાન પાલકને ભલામણ કરી. ત્યાર પછી પ્રદેશી રાજા પાસે જઈ ભેટણું આપી પોતાના મહેલમાં આવ્યા.
ત્યાર પછી ગ્રામાનુગ્રામ વિચરણ કરતા કેશીકુમાર શ્રમણ શ્વેતાંબિકા નગરીના મૃગવન ઉદ્યાનમાં પધાર્યા. ઉધાનપાલકે ચિત્ત સારથીને સંદેશો પહોંચાડ્યો. ચિત્તે ત્યાં ઘરમાં જ પ્રથમ સિદ્ધ ભગવંતને નમોત્કૃષ્ણના પાઠથી વંદન કર્યા. પછી કેશીશ્રમણને નમોત્થણના ઉચ્ચારણ પૂર્વક વંદન નમસ્કાર કર્યા, ત્યાર પછી ઉદ્યાન પાલકને પ્રીતિદાન આપ્યું. યથાશીઘ્ર તૈયાર થઈ ચિત્ત સારથી ગુરુસેવામાં હાજર થયા, વંદન કર્યા, દેશના સાંભળી અને ત્યાર બાદ પ્રદેશી રાજાને પ્રતિબોધવાની વિનંતિ કરી.
કેશીશ્રમણે કહ્યું– ચિત્ત ! (૧) જે વ્યકિત સંત-મુનિરાજની સમક્ષ બગીચામાં આવે છે, શ્રદ્ધા-ભક્તિથી વાણી સાંભળે છે (૨) ગામ કે ઉપાશ્રયમાં જ્યાં પણ સંત હોય ત્યાં જાય (૩) ઘરે આવતાં સુપાત્રદાનથી સત્કાર કરે (૪) માર્ગમાં મળતાં અભિવાદન કરે છે; વંદના કરે છે તે વ્યક્તિ બોધ પ્રાપ્ત કરી શકે છે. તેનાથી વિપરીત જે બગીચામાં નથી આવતો, નજીકના ઉપાશ્રયે નથી આવતો, ઘરે દાન દેવાનો ઉત્સાહ પ્રગટ નથી કરતો, સામા મળતાં મુખ છુપાવે અને શિષ્ટાચાર પણ ન કરે તે બોધ પ્રાપ્ત નથી કરી શકતો. હે ચિત્ત ! તમારો રાજા પણ આજ રીતે કિંચિત્ પણ વિનય કે સત્કાર કરવા તૈયાર નથી, તો તેને બોધ કેવી રીતે આપવો ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org