________________
કથાશાસ્ત્ર : રાજપ્રશ્નીય સૂત્ર
ત્યારે ચિત્તે યુક્તિ પૂર્વક રાજાને લઈ આવવાનો નિર્ણય કર્યો.
બીજે દિવસે ચિત્તે પ્રદેશી રાજાને કંબોજ દેશના શિક્ષિત કરાયેલા ઘોડાની પરીક્ષા કરવાનું કહ્યું. રાજાએ સ્વીકાર્યુ. ચાર ઘોડાને રથમાં જોડી બન્ને ફરવા માટે નીકળ્યા. અલ્પ સમયમાં ખૂબ દૂર નીકળી ગયા. સખત ગરમી અને તૃષાથી રાજા વ્યાકુળ બન્યા. આરામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. ચિત્તે અવસર જોઈ રથ ફેરવ્યો. શીઘ્રતાથી તે બગીચા પાસે આવ્યા. રથને ઉભો રાખ્યો. તે વખતે કેશી શ્રમણનું પ્રવચન ચાલી રહ્યું હતું. રાજા વૃક્ષની શીતળ છાયામાં આરામ કરી રહ્યા હતા. ત્યાંથી કેશીકુમાર શ્રમણ તથા તેમની પરિષદ દેખાતી હતી. વ્યાખ્યાનનો અવાજ પણ સંભળાતો હતો.
પ્રદેશી રાજાએ મનમાં વિચાર્યુ કે આ જડ મુંડ અને મૂઢ લોકો જડ, મુંડ અને મૂઢની ઉપાસના કરે છે. આટલું જોરથી કોણ બોલે છે કે જે મને શાંતિથી આરામ કરવા નથી દેતા. ચિત્તને પૂછ્યું આ કોણ છે ? ચિત્તે મુનિનો પરિચય આપતાં કહ્યું કે ચાર જ્ઞાનના ધારક પાર્શ્વનાથ ભગવાનના શિષ્ય છે. તેમને મન:પર્યવ અને સાથે અવિધ જ્ઞાન પણ છે. પ્રાસુક એસણીય આહાર કરનાર જૈન મુનિ છે.
શ્રમણ કેશી અને રાજા પ્રદેશીનો સંવાદ
૧૭૩
પ્રદેશી રાજા ચિત્ત સારથીની સાથે કેશી શ્રમણ પાસે આવ્યા અને ઉભા ઉભા જ પૂછવા લાગ્યા- આપ આધોધિ(દેશ અવધિ જ્ઞાની) જ્ઞાની છો ? મનઃ પર્યવજ્ઞાની છો ? પ્રાસુક એષણીય અન્ન ભોગી છો ?
કેશી શ્રમણ ઃ- રાજન્ ! જેમ વિણકો દાણચોરી કરવાના ભાવે સીધો માર્ગ નથી પૂછતા. તેવી રીતે તમે પણ વિનય-વ્યવહાર ન કરવાના ભાવે અયોગ્ય રીતે પ્રશ્ન પૂછી રહ્યા છો ? રાજન્ ! મને જોઈને તમારા મનમાં એ સંકલ્પ ઉત્પન્ન થયો કે જડ, મુંડ અને મૂર્ખ લોકો જડ મુંડ અને મૂર્ખની ઉપાસના કરે છે ? ઇત્યાદિ. રાજા પ્રદેશી :- મને એવો વિચાર આવ્યો તેને તમે કેવી રીતે જાણ્યો ? શ્રમણ :- શાસ્ત્રમાં પાંચ જ્ઞાન કહ્યા છે. તેમાંથી ચાર જ્ઞાન મને છે. જેમાં મન:પર્યવ જ્ઞાન દ્વારા હું જાણી શક્યો કે તમને ઉક્ત સંકલ્પ થયો હતો.
· હું અહીં બેસી શકું ?
કેશી
:
આ તમારો બગીચો છે. તમે જાણો . ત્યારે પ્રદેશી રાજા ચિત્ત સારથીની સાથે બેસી ગયા.
રાજા :- ભંતે ! આત્મા શરીરથી જુદો છે કે શરીર જ આત્મા છે ? કેશી :– રાજન્ ! શરીર એ જ આત્મા નથી. આત્મા શરીરથી ભિન્ન છે. આત્માના અસ્તિત્વનું જ્ઞાન સ્વસંવેદન દ્વારા થઈ શકે છે. સંસારમાં જેટલા પ્રાણી છે તેમને સુખ અને દુઃખ, ધનવાન અને નિર્ધન, માન અને અપમાનનું જે સંવેદન થાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
રાજા :
-