________________
કથાશાસ્ત્ર : રાજપુસ્નીય સૂત્ર
૧૧
પ્રદેશી રાજાનો આધિનસ્થ (હાથ નીચે) જિતશત્રુ રાજા હતો. જે કુણાલ દેશની શ્રાવસ્તી નગરીમાં રહેતો હતો. એકદા પ્રદેશી રાજાએ ચિત્ત સારથીને શ્રાવસ્તીનગરીની રાજ્ય વ્યવસ્થાનું નિરીક્ષણ કરવાનું કહ્યું. કિંમતી ભેટશું આપી વિદાય કર્યો. ચિત્ત સારથી શ્રાવસ્તી ગયો. રાજાના ચરણોમાં ભટણું મૂકી પ્રદેશી રાજાનો સંદેશો કહો. જિતશત્રુ રાજાએ ભેટનો સ્વીકાર કર્યો અને ચિત્ત સારથીનો સત્કાર કરી રાજમાર્ગ પર આવેલા ભવનમાં ઉતારો આપ્યો. ચિત સારથી ત્યાં રહી રાજ્ય વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા લાગ્યો. શ્રાવસ્તીમાં કેશી શ્રમણ – એક વખત વિચરણ કરતા ભગવાન પાર્શ્વનાથના શિષ્ય અનેક ગુણોથી સંપન્ન કેશીકુમાર શ્રમણ શ્રાવસ્તી નગરીની બહાર કોષ્ઠક નામના ઉદ્યાનમાં પધાર્યા. લોકોના ટોળે ટોળાં તેમના દર્શન કરવા જવા લાગ્યા. રાજમાર્ગ ઉપર કોલાહલ થતાં ચિત્ત સારથીનું ધ્યાન ખેંચાયું. અનુચર દ્વારા તપાસ કરાવતાં ખ્યાલ આવ્યો કે નગરીમાં કોઈ મહોત્સવ નથી પરંતુ કેશીકુમાર શ્રમણ બગીચામાં પધાર્યા છે, લોકો તેમના દર્શનાર્થે જઈ રહ્યા છે.
| ચિત્ત સારથી પણ રથારૂઢ થઈ ઉધાનમાં કેશીકુમાર શ્રમણ પાસે આવ્યા. વિધિવત્ નમસ્કાર કરી પરિષદમાં બેઠા. ધર્મોપદેશ સાંભળ્યો. યથાયોગ્ય પચ્ચકખાણ લઈ સહુ ચાલ્યા ગયા. ચિત્ત સારથીનું હૃદય પુલકિત બન્યું; ત્રણ વખત વંદન-નમસ્કાર કરીને કહ્યું– ભતે ! હું નિગ્રંથ પ્રવચન ઉપર શ્રદ્ધા કરું છું, પ્રતીતિ કરું છું, રુચિ કરું છું અને તદનુરૂપ આચરણ કરવા તૈયાર છું. તેમણે નિગ્રંથ પ્રવચનની શ્રદ્ધા-ભકિત પ્રગટ કરતા થકાં, નિગ્રંથ પ્રવચનને ધારણ કરનાર શ્રમણોનાં ગુણ-કીર્તન કર્યા, અને ધન્યવાદ આપ્યા. જાતને અધન્ય માનતા નિવેદન કર્યું કે ભંતે ! હું શ્રમધર્મ સ્વીકારવા અસમર્થ છું, તેથી આપની પાસે શ્રાવકના બાર વ્રત ગ્રહણ કરવા ઇચ્છું છું. ત્યાર પછી તેમણે કેશીશ્રમણ પાસે શ્રાવકના બાર વ્રત સ્વીકાર્યા તેમજ શ્રમણોપાસકનાં અનેક ગુણોથી સંપન્ન થયા. એકદા જિતશત્રુ રાજાએ ચિત્ત સારથીને બોલાવી પ્રદેશ રાજાને અમૂલ્ય ભેટશું આપવાનું નિવેદન કરી, વિદાય આપી અને કહ્યું કે આપના કથનાનુસાર રાજ્યનું સંચાલન કરીશ.
વિદાય લઈ ચિત્ત સારથી પોતાના ભવનમાં આવ્યા. ત્યાર પછી પગે ચાલીને જ કેશીકમાર શ્રમણ પાસે ગયા. વંદન-નમસ્કાર કરી ધર્મોપદેશ સાંભળ્યો. પછી વિનંતિ કરી કે ભંતે ! હું શ્વેતાંબિકા નગરી જઈ રહ્યો છું કરબદ્ધ વિનંતિ કરું છું કે આપ ત્યાં પધારવાની કૃપા કરજો.
ચિત્તની વિનંતિની ઉપેક્ષા કરતા કેશી શ્રમણે પ્રત્યુત્તર ન આપ્યો. ચિત્તે ભાવભરી વિનંતિ કર્યો જ રાખી. ત્યારે કેશી શ્રમણે દષ્ટાંત આપી ઉત્તર આપ્યો કે જે પ્રકારે કોઈ સુંદર, મનોહર વનખંડમાં પશુઓને દુઃખ દેવાવાળા પાપિષ્ઠ લોકો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org