________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
ન
સમાચાર મળ્યા. પરંતુ યક્ષાવિષ્ટ અર્જુનના ભયથી કોઈ પણ ભગવાનની પાસે જવા માટે તૈયાર ન થયા. બધા અંદરો-અંદર એક-બીજાને પણ ના પાડવા લાગ્યા. સુદર્શન શ્રાવકની અદ્ભુત પ્રભુ ભક્તિ :– તે નગરીમાં સુદર્શન શ્રમણોપાસક રહેતા હતા. જે આગમ વર્ણિત શ્રાવકનાં બધાં જ ગુણોથી યુક્ત હતા; દઢ ધર્મી અને પ્રિયધર્મી હતા. જ્યારે તેમણે ભગવાનના આગમનની વાત સાંભળી ત્યારે તેમણે દર્શન કરવા જવાનો સંકલ્પ કર્યો. માતા-પિતા પાસે આજ્ઞા માંગી. ઉત્તર-પ્રત્યુત્તર થયા. પિતાનું કહેવું હતું કે અહીંથી જ ભગવાનને વંદન કરી લો. બહાર યક્ષનો પ્રકોપ છે, પ્રભુ કેવલજ્ઞાની છે. માટે તમારા વંદન સ્વીકારી લેશે. પરંતુ સુદર્શનના ઉત્તરમાં દઢતા હતી કે જ્યારે નગરીની બહાર જ ભગવાન પધાર્યા છે તો તેમની સેવામાં જઈને જ દર્શન કરવા જોઈએ. ઘેર બેસીને તો હંમેશાં દર્શન કરીએ જ છીએ. અત્યંત આગ્રહ કર્યા પછી આજ્ઞા મળી ગઈ. નગરીની બહાર અર્જુનનો ઉપદ્રવ તો હતો જ.
૧૦૪
કારણ
કેટલાક ધર્મપ્રેમી શ્રદ્ધાળુઓ એ જ આશામાં હતાં કે કોઈને કોઈ ધર્મવી૨ અવશ્ય માર્ગ કાઢશે. સુદર્શનને જતાં જોઈને કેટલાયે લોકોએ આશા બાંધી. કે નગરમાં તેની પ્રતિષ્ઠા સારી હતી. ધીર, વીર, ગંભીર, અલ્પભાષી સુદર્શન એકલા જ નગરની બહાર નીકળ્યા. ગુણશીલ બગીચામાં જવાની દિશાના માર્ગમાં જ યક્ષાવિષ્ટ અર્જુનમાળીનું પડાવસ્થળ અર્થાત્ મુદ્ગરપાણિનું યક્ષાયતન આવ્યું. અર્જુનમાળીએ દૂરથી સુદર્શનને પોતાની તરફ આવતા જોયા. તે ઉઠ્યો અને સુદર્શન તરફ મુન્દ્ગર ફેરવતો ફેરવતો ચાલ્યો.
ભક્તિની અનુપમ શક્તિ :- સુદર્શન શેઠે યક્ષાવિષ્ટ અર્જુનને દૂરથી આવતો જોઈને શાંતિથી ભૂમિ પ્રમાર્જન કર્યું અને બેસી ગયા. અરિહંત-સિદ્ધોને નમસ્કાર કરીને સાગારી સંથારો ધારણ કર્યો. ઉપસર્ગથી મુક્ત થવાનો આગાર રાખ્યો.
યક્ષાવિષ્ટ અર્જુન નજીક આવ્યો અને જોયું કે સુદર્શન પર મુદ્ગરનો પ્રહાર લાગતો નથી. તેણે ચારેય તરફ મુન્દ્ગરને ઘુમાવીને તેનાથી મારવાનો પ્રયત્ન કર્યો પરંતુ મુદ્ગર આકાશમાં જ સ્થિર થઈ ગયું અને સુદર્શન ઉપર પડ્યું જ નહીં. ત્યારે સુદર્શન પાસે જઈને યક્ષ તેને એકી ટસે જોવા લાગ્યો. તો પણ કંઈ જોર ચાલ્યું નહીં; એટલે એ યક્ષ અર્જુન માળીના શરીરમાંથી નીકળી ને મુદ્ગર લઈને ચાલ્યો ગયો.
ઉપદ્રવની સમાપ્તિ :– યક્ષના નીકળી જવાથી અર્જુનનું દુર્બલ બનેલું શરીર ભૂમિ પર પડી ગયું. ઉપસર્ગની સમાપ્તિ થઈ એમ જાણીને સુદર્શન શ્રમણો- પાસક પોતાના વ્રત-પ્રત્યાખાનથી નિવૃત્ત થયા; અર્જુનની સારસંભાળ કરી. થોડી જ વારમાં સ્વસ્થ થઈને તે ઉઠયો અને તેણે સુદર્શનને પૂછ્યું કે તમે કોણ છો ? અને કયાં જાઓ છો ? ઉત્તરમાં સુદર્શને પોતાના મંતવ્યો પ્રગટ કર્યાં. અર્જુનમાળી પણ
Jain Education International