________________
કથાશાસ્ત્ર : અંતગડ સૂત્ર
૧૦૩
છાબડીઓ ભરી અને મુદ્રગરપાણિ યક્ષની પૂજા માટે કેટલાંક સુંદર ફૂલો અલગ કર્યા. ગોષ્ઠીના છ પુરુષોનો ઉપદ્રવ – પતિ-પત્ની બંને પક્ષના મંદિર તરફ પહોંચ્યા. લલિત ગોષ્ઠીના પુરુષો પહેલેથી જ તે મંદિરમાં આવી ગયા હતા અને ઇચ્છા પ્રમાણે પોતાની ક્રીડાઓ કરી રહ્યા હતા. અર્જનમાળીને પત્ની સાથે આવતો જોયો અને અંદરોઅંદર વિચાર કર્યો કે અર્જુન માળીને બાંધીને આપણે તેની પત્ની સાથે સુખોપભોગ કરીશું. મંત્રણા કરી તે છયે મોટા પ્રવેશદ્વારની પાછળ સંતાઈ ગયા.
અર્જુનમાળી અને બંધુમતીએ મંદિરમાં પ્રવેશ કર્યો. યક્ષને પ્રણામ કર્યા, ફૂલ ચડાવ્યા અને પછી પંચાંગ નમાવીને અર્થાત્ ઘૂંટણો ટેકવીને પ્રણામ કર્યા. તે જ સમયે છ એ પુરુષ એક સાથે નીકળ્યા અને તેને એ જ દશામાં બાંધી, બંધુમતી માલણ સાથે ઈચ્છિત ભોગ ભોગવવા લાગ્યા. અર્થાત્ તેના ઉપર બળાત્કાર કર્યો. આંખોની સામે થઈ રહેલ આ કુકૃત્ય અર્જુન પડ્યો-પડ્યો જોતો જ રહ્યો. કારણ કે અવાજ કરવા છતાં પણ તે ગુંડાઓની સામે કોઈ પણ ન હોતું આવતું. તેના મનમાં યક્ષ પ્રત્યે અશ્રદ્ધા અને શંકાના વિકલ્પો થવા લાગ્યા કે અરે ! બાપ, દાદા અને પરદાદાઓથી પૂજિત આ પ્રતિમા માત્ર કાષ્ઠ જ છે. એમાં જો યક્ષ હોત તો શું તે મારી આપત્તિમાં મદદ ન કરત? આ પ્રમાણે તે મનમાં ને મનમાં ક્રોધિત થયો હતો કે તે જ સમયે યક્ષે ઉપયોગ મૂકીને જોયું અને અર્જુનની અશ્રધ્ધાના સંકલ્પોને જાણી લીધા. યક્ષનો ઉપદ્રવ – પોતાની પ્રતિષ્ઠા ખાતર તે યક્ષે અર્જુનના શરીરમાં પ્રવેશ કર્યો તડાતડ બંધનો તોડી નાખ્યા અને કાષ્ઠની તે પ્રતિમાના હાથમાં રહેલું એક મણ અને સાડા બાવીસ સેર અર્થાત્ ૫૭ કિલોનાં લોઢાનું મુદ્ગર ઉપાડયું. મુદ્ગર લઈને ક્રમશઃ છએ પુરુષોને મુદ્ગરના ઘાથી મોતને ઘાટ ઉતારી દીધા. અને પછી બેભાન(બેધ્યાન) બનીને તેણે બંધુમતી ભાર્યાને પણ મોતને ઘાટ ઉતારી દીધી.
અર્જુનના શરીરમાંથી યક્ષ ન નીકળ્યો તેથી યક્ષાવિષ્ટ(પાગલ) બનેલો તે અર્જુન રાજગૃહી નગરીની બહાર ચારેય તરફ ફરતાં-ફરતાં (છ) પુરુષ અને એક સ્ત્રીની હંમેશને માટે ઘાત કરવા લાગ્યો. રાજા શ્રેણિક પણ એ યક્ષની સામે કિંઈ જ ઉપાય ન કરી શકયા. નગરમાં ઘોષણા કરાવી કે કોઈ વ્યકિત કોઈ પણ કામ માટે નગરની બહાર જાય નહીં, કારણ કે નગરની બહાર યક્ષાવિષ્ટ અર્જુન માળી મુબૈર લઈને ફરી રહ્યો છે અને મુદ્ગરના પ્રહારથી સ્ત્રી-પુરુષોને મારી નાખે છે.
આ પ્રમાણે તેણે પાંચ મહિના અને તેર દિવસમાં ૧૧૪૧ સ્ત્રી પુરુષોના પ્રાણ હર્યા. આ સંખ્યા મૂળ પાઠમાં નથી પણ શ્રેણિક ચરિત્રમાં મળે છે. ભગવાનનું પદાર્પણ :– વિચરણ કરતા ભગવાન મહાવીર સ્વામી રાજગૃહી નગરીમાં પધાર્યા. તેઓ ગુણશીલ બગીચામાં બિરાજ્યા. નગરના લોકોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org