________________
૧૦૨
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
સમિતિ ગુપ્તિવંત બની ગયા. તેમણે સોળ વર્ષ સુધી સંયમ પયાર્યનું પાલન કર્યું. અગિયાર અંગ સૂત્રો કંઠસ્થ કર્યા. ભિક્ષુ પડિમા અને ગુણરત્ન સંવત્સર આદિ વિશિષ્ટ તપશ્ચર્યા કરી. અન્ય પણ માસખમણ સુધીની તપશ્ચર્યાઓથી પોતાની સંયમ આરાધના કરી. અંતે એક મહિનાના સંથારા દ્વારા સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને શ્રેષ્ઠ સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી.
મકાઈ શેઠની જેમ જ કિંકમ શેઠનું પણ વર્ણન છે. દીક્ષા પર્યાય, તપસ્યા, શ્રુતજ્ઞાન, વગેરે પણ સમાન જ છે. અંતમાં કિંકમ શેઠે પણ સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કર્યો.
( અધ્યયન - ૩ ] અર્જુનમાળી –
રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. ત્યાં અર્જુન નામનો એક માળી રહેતો હતો. જે ઋદ્ધિ સંપન્ન હતો. તેનો પોતાનો જ એક ખૂબ મોટો બગીચો હતો. તે અર્જુનને બંધુમતી નામની પત્ની હતી. જે સ્ત્રીનાં બધાં જ ગુણો અને લક્ષણોથી સુસંપન્ન હતી.
અર્જુનમાળીની પુષ્પવાટિકાની બાજુમાં એક “મુગરપાણિ” નામના યક્ષનું મંદિર હતું. તેમાં મુરપાણિ યક્ષની મૂર્તિ હતી. અર્જુનમાળીના પૂર્વજોની અનેક પેઢીઓથી તે યક્ષની પૂજા કરવામાં આવતી હતી. તે અર્જુન પણ ફૂલ એકઠા કરીને સારા-સારા ફૂલોને અલગ વીણીને તે યક્ષની પ્રતિમાને પુષ્પાર્પણ કરતો; પંચાંગ નમાવીને પ્રણામ કરતો; તેની સ્તુતિ અને ગુણગાન કરતો; પછી ફૂલ અને માળાઓ લઈને રાજમાર્ગ પાસે બેસીને આજીવિકા કમાતો હતો. લલિતા ગોષ્ઠી – તે જ નગરમાં એક લલિતા નામની ગોષ્ઠી (ટોળકી) રહેતી હતી. જેને વર્તમાન ભાષામાં ગુંડાઓની ટોળી' કહી શકાય. તેમાં જે મુખ્ય પુરુષો હતા તે રાજા શ્રેણિકના બાળમિત્રો હતા. પુર્વ પ્રેમ અને વચનબદ્ધ હોવાને કારણે રાજાએ તેમને સર્વ પ્રકારની છૂટ આપી હતી. જેથી તેમની ઉદ્ધત્તાઈ ખૂબ જ વધી ગઈ હતી. નાગરિકો તેમનાથી ખૂબ જ હેરાન થઈ ગયા હતા અને તે ગોષ્ઠી (ટોળકી)ના લોકો પણ નગરીમાં પ્રસિદ્ધ અને પરિચિત થઈ ચૂક્યા હતા. લોકો તેમનાથી ભય પામીને દૂર રહેતાં હતાં. જનતાની ફરિયાદો આવવા છતાં રાજા પૂર્વ પ્રતિજ્ઞાબદ્ધ હોવાને કારણે તેમને ન રોકી શક્યો. તેથી બેરોકટોક તેઓના કુકૃત્યો ચાલતાં જ રહેતા હતાં. મહોત્સવ – એક વાર નગરમાં કોઈ આનંદનો મહોત્સવ હતો. અર્જુન માળીએ
સવારે વહેલા ઉઠીને બંધુમતીને પણ સાથે લીધી. કારણ કે ફૂલોનું વેચાણ વિશેષ Jai થવાનું હતું. માળી–માલણ બંને બગીચામાં આવ્યા, ઘણાં બધાં ફૂલ એકઠા કર્યા