________________
કથાશાસ્ત્ર ઃ અંતગડ સૂત્ર
થઈને ધર્મારાધનાના કર્તવ્યને ભૂલી રહ્યા છીએ અથવા ભવિષ્ય માટે છોડી દઈએ છીએ. પ્રસ્તુત પ્રકરણના શ્રવણથી આપણે આપણા જીવનને નવો વળાંક આપવો જોઈએ. વ્રત અને મહાવ્રતોમાં અગ્રસર થવું જોઈએ.
(૪) કૃષ્ણ વાસુદેવના જીવનના વિભિન્ન ઉતાર-ચઢાવને સમજીને એમ સ્વીકારવું અને સમજવું જોઈએ કે આ બાહ્ય વૈભવ પણ જયાં સુધી પુણ્યનો ઉદય છે ત્યાં સુધી જ જીવને સાથ આપે છે. શ્રી કૃષ્ણનો એક સમય એવો હતો કે તેમના બોલાવવાથી દેવ હાજર થયા અને દ્વારિકાની રચના કરી દીધી. સુસ્થિત દેવે લવણ સમુદ્ર પાર કરાવી દીધો. ગજસુકુમાર ભાઈ થશે એવી સૂચના પણ દેવે જ આપી હતી. પરંતુ પુણ્યોદય સમાપ્ત થયો અને પાપનો ઉદય થયો ત્યારે નગરીની એક વ્યક્તિ સોમિલ જ નવ દીક્ષિત મુનિ અને કૃષ્ણના ભાઈની, અરિષ્ટનેમિ ભગવાન ત્યાં બિરાજમાન હોવા છતાં હત્યા કરી દીધી અને જે દ્વારિકા હંમેશા તીર્થંકર, મુનિઓથી પાવન રહેતી હતી, પ્રથમ દેવલોકના દેવો દ્વારા નિર્મિત હતી, તેને એક સામાન્ય દેવે બાળીને ભસ્મ કરી દીધી. આ બધાં પુણ્ય અને પાપ કર્મોને લીધે ઉદયમાં આવતાં ફળ છે. કર્મોની વિચિત્ર અવસ્થાઓને જાણીને કર્મોથી હંમેશને માટે મુક્ત થવાનો પ્રયત્ન કરવો જોઈએ. પાંચમો દિવસઃ
૧૦૧
વર્ગ - ૬ : અધ્યયન
પાંચ વર્ગોમાં બાવીસમા તીર્થંકરના શાસનવર્તી મોક્ષગામી ૫૧ જીવોનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે આગળના ત્રણે ય વર્ગોમાં અંતિમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના શાસનના ૩૯ જીવોનું વર્ણન છે.
૧ અને ર
-
આ છઠ્ઠા વર્ગમાં ૧૩ અધ્યયન છે. જેમાં શેઠોનું અને અર્જુનમાલીનું તથા અતિમુક્તક રાજકુમારનું જીવન વર્ણન છે. મકાઈ અને કિકમઃ
પ્રાચીનકાળમાં રાજગૃહી નામની નગરી હતી. શ્રેણિક ત્યાંના રાજા હતા. મકાઈ શેઠ તે નગરીમાં રહેતા હતા. તે ધનાઢય અને અત્યંત સમૃદ્ધ હતા. એક વાર ભગવાન મહાવીર સ્વામીનું ત્યાં આગમન થયું. મકાઈ શેઠ ભગવાનના સમવરણમાં ગયા. ભગવાનના દર્શન કર્યાં. વંદન નમસ્કાર કરી ઉપદેશ શ્રવણ કર્યો. તેનો તે દિવસ ધન્ય થઈ ગયો. તે ધર્મના રંગમાં રંગાઈ ગયા. સંયમ લેવાની ઉત્કૃષ્ટ ભાવના જાગી. ઘેર આવીને મોટા પુત્રને ઘરની સંપૂર્ણ જવાબદારી સોંપી દીધી. પુત્ર મહોત્સવની સાથો સાથ હજાર પુરુષ ઉચકે એવી શિબિકામાં બેસાડીને ભગવાનના સમવસરણમાં પહોંચાડ્યા.યોગ્ય સમયે ભગવાને દીક્ષાનો પાઠ ભણાવ્યો. શેઠ હવે મકાઈ અણગાર બની ગયા. સંયમની વિધિઓને શીખીને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org