________________
૧૦૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
ત્યારે અરિહંત અરિષ્ટનેમિએ એને દીક્ષા પ્રદાન કરી અને યક્ષા આર્યા નામની પ્રમુખા સાધ્વીને શિષ્યાના રૂપમાં સોંપી દીધી. પદ્માવતી આર્યાજીએ યક્ષા આર્યા પાસેથી સંયમ વિધિનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. અગિયાર અંગોનું અધ્યયન કર્યું અને વિવિધ તપશ્ચર્યાઓ દ્વારા પોતાની આત્મ-સાધના કરવા લાગ્યા. વીસ વર્ષ સુધી દીક્ષા પર્યાયનું પાલન કર્યું. અંતમાં માસખમણના સંથારા દ્વારા સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી તે જ ભવમાં સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી.
અિધ્યયન : ૨ થી ૧૦ આ જ પ્રમાણે કૃષ્ણની અન્ય પટ્ટરાણીઓ- ૨. ગૌરી ૩. ગંધારી ૪. લક્ષ્મણા ૫. સુસીમા ૬. જાંબવતી ૭. સત્યભામા ૮. રુક્મિણી આદિએ પણ સંયમ અંગીકાર કરીને ૨૦ વર્ષમાં સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી.
તે જ રીતે કૃષ્ણ વાસુદેવના પુત્ર સાંગકુમારની બંને પત્નીઓ–૯. મૂલશ્રી ૧૦. મૂલદત્તા કૃષ્ણની આજ્ઞા લઈને દીક્ષિત થયા. કારણ કે સાંખકુમાર તો પહેલેથી જ દીક્ષિત થઈ ચૂક્યા હતા. આ બંનેએ પણ ૨૦ વર્ષ સુધી સંયમ પાળી આત્મકલ્યાણ કર્યું. આમ, આ વર્ગના દસ અધ્યયનોમાં દસ રાણીઓનું મુકિતગમન વર્ણન પૂર્ણ થયું. શિક્ષા-પ્રેરણા - (૧) તીર્થકર ભગવાનનો સંયોગ મળી ગયો, “નગરી બળવાની છે,” એવી ઘોષણા કરી દેવાઈ. તેમ છતાં પણ હજારો નર-નારીઓ દ્વારિકામાં જ રહી ગયા. દીક્ષા અંગીકાર ન કરી શક્યા અને ત્યાં જ બળીને ભસ્મ થઈ ગયા; આ જીવોની એક ભારી કર્ભાવસ્થા છે. ભગવાન તરફ અને ધર્મ તરફ શ્રદ્ધા-આસ્થા રાખનાર કેટલાય જીવો પણ દીક્ષા ન લઈ શક્યા. તાત્પર્ય એ જ છે કે સંયમની ભાવના અને સુંદર સંયોગ બધા લોકોને મળતા નથી. (૨) મનુષ્ય ભવને પામીને પોતાના સામર્થ્ય અનુસાર તક મળતાં ધર્મનો લાભ અવશ્ય લઈ લેવો જોઈએ. પ્રમાદ, આળસ અને ઉત્સાહ હીનતાની બેદરકારીમાં રહી ન જવું. જેવી રીતે શ્રી કૃષ્ણ જાણી લીધું કે મને તો સંયમ માર્ગ પ્રાપ્ત થવાનો નથી. તો પણ તેમણે અન્ય લોકોને સંયમ લેવાની પ્રેરણા આપી અને સહયોગી બની ધર્મ દલાલી કરવાનો લાભ મેળવી લીધો. દ્વારિકા વિનાશનું નિમિત્ત પણ પ્રેરક હતું. આવા જ શ્રદ્ધા અને ધર્મદલાલીનાં કાર્યોથી તેમણે તીર્થકર નામ કર્મનું ઉપાર્જન કર્યું હતું. (૩) તે સમયે શ્રી કૃષ્ણ પોતાની આઠ પટ્ટરાણીઓને સહજ રીતે દીક્ષાની આજ્ઞા આપી દીધી હતી. આજે આપણે પણ જાણીએ છીએ કે આ જીવન ચંચળ છે. આયુષ્યની દોરી એક દિવસ તૂટવાની છે. પરંતુ આળસ, પ્રમાદ અને મોહને વશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org