________________
કથાશાસ્ત્ર : અંતગડ સૂત્ર
૧૦૫
ભગવાનના દર્શન કરવા માટે સાથે ચાલ્યો.
ખબર ફેલાતા વાર ન લાગી. નગરીના લોકોએ મુદ્ગરને જતાં જોઈ લીધું. સુદર્શન અને અર્જુનની પાછળ લોકોના ટોળેટોળા પણ ભગવાનના દર્શન કરવા પહોંચી ગયાં. સુદર્શન અને અર્જુન સહિત વિશાળ પરિષદને ભગવાને ધર્મોપદેશ આપ્યો. અર્જુનની દીક્ષા :- અર્જુનમાળીનું અંધકારમય જીવન ભગવાનની વાણીથી પ્રકાશમય બની ગયું. વીતરાગ ધર્મમાં તેને શ્રદ્ધા અને રુચિ થઈ. સંયમ અંગીકાર કરવો, એમ એણે જીવન માટે સાર્થક સમક્યું. તેની પત્ની બંધુમતી તો મરી જ ચુકી હતી. તેને એક પણ સંતાન ન હતું. ભગવાન સમક્ષ પોતાના સંયમ લેવાના ભાવો પ્રગટ કર્યા. ભગવાનની સ્વીકૃતિ મળી ગઈ. તે જ સમયે લોચ કર્યો; વસ્ત્ર પરિવર્તન કર્યા અને ભગવાન સમક્ષ પહોંચ્યા. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ તેને સંયમનો પાઠ ભણાવ્યો. અહીં આજ્ઞા લેવાનું વર્ણન નથી. કદાચ રાજાની આજ્ઞાથી દીક્ષા આપી દેવામાં આવી હશે. અર્જુન અણગારને પરીષહ ઉપસર્ગ – અર્જુન અણગારે સંયમ વિધિ અને સમાચારીનું સંક્ષેપમાં જ્ઞાન મેળવ્યું. આજીવન નિરંતર છઠ-છઠ પારણા કરવાની પ્રતિજ્ઞા કરી અર્થાત્ દીક્ષા લઈને જ છઠના પારણે છઠની તપશ્ચર્યા પ્રારંભી દીધી. પ્રથમ પારણામાં ભગવાનની આજ્ઞા લઈને તે સ્વયં ગોચરી ગયા. રાજગૃહીમાં જ અર્જુન માળીએ ૧૧૪૧ મનુષ્યોની હત્યાઓ કરી હતી. આજે એ જ અર્જુન અણગાર તે જ નગરીમાં ભિક્ષા માટે નીકળ્યા.
માર્ગમાં ચાલતી વખતે અથવા કોઈ પણ ઘરમાં પ્રવેશ કરતી વખતે તેની આસ-પાસ કેટલાય બાળકો, જુવાનો, વૃદ્ધો, સ્ત્રીઓ, પુરુષો વગેરે આવીને આ પ્રમાણે કહેવા લાગ્યા– આ અર્જુને મારા પિતાને માર્યા, તેણે મારા ભાઈને માર્યો, તેણે મારી બહેનને મારી, એવું કહેવા લાગ્યા, કેટલાક લોકો તાડન, પીડન કરી પરેશાન કરતાં કેટલાક મારપીટ કરતાં, ધકકા મારતાં, અને પથ્થર ફેંકતાં, કેટલાક ઘરમાંથી તેને પકડીને બહાર કાઢતાં, તે બધા વ્યવહારોને અર્જુનમુનિ સમભાવથી સહન કરતાં મનમાં પણ કોઈ પ્રત્યે રોષ ભાવ ન કરતાં, આર્તધ્યાનથી મુક્ત થઈને શાંત અને ગંભીર ભાવોને ધારણ કરીને અર્જુન અણગારે છઠના પારણામાં ભિક્ષાર્થે ભ્રમણ કર્યું. આ પ્રકારની પરિસ્થિતિમાં રાજગૃહી નગરીમાં તેને ખૂબ જ મુશ્કેલીથી આહાર-પાણી મળ્યા. જે કંઈ પણ મળ્યું તેમાં જ સંતોષ માની ઉધાનમાં પાછા ફર્યા. ભગવાન પાસે પહોંચીને ગમનાગમનનું પ્રતિક્રમણ કર્યું. દોષોની આલોચના કરી અને આહાર દેખાડયો. પછી ભગવાનની આજ્ઞા લઈને રાગ-દ્વેષના ભાવોથી રહિત થઈને તે આહાર પાણી વાપર્યા. અર્જુન અણગારની મુક્તિ :- અર્જુન અણગારે આ પ્રમાણે છ મહિના સુધી