________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
શુદ્ધ સંયમનું પાલન કર્યું. છઠના પારણે છઠ અને સમભાવોથી તેણે પોતાના કર્મોના દલિકો તોડી નાખ્યાં; અલ્પ દીક્ષા પર્યાય અને પંદર દિવસના સંથારા વડે અર્જુન મુનિએ સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને મોક્ષની પ્રાપ્તિ કરી.
શિક્ષા-પ્રેરણાઃ
(૧) અનુચિત આજ્ઞા કે વચનને નિભાવવાનો આગ્રહ કરવો યોગ્ય ન કહી શકાય; તેનાથી અત્યંત અહિત થાય છે, એવું જાણીને તે વચનકે આજ્ઞાને પરિવર્તિત કરી દેવું એ જ વિવેકપૂર્ણ વ્યવહાર છે.અન્યથા તે દુરાગ્રહ હાનિકર સિદ્ધ થાય છે.લલિત તે ગોષ્ઠી પર અંકુશ ન મૂકવાને કારણે રાજા શ્રેણિકની રાજધાનીના નાગરિકોમાં અશાંતિ વધી, રાજાની ઈજજત પણ ઘટી અને સેંકડો લોકોનો સંહાર થયો. તેથી ખોટી અહિતકર પ્રતિજ્ઞા કે વચનનો કયારે ય પણ આગ્રહ ન રાખવો જોઈએ. (૨) તીર્થંકર ભગવાનના પગલાં થયા પછી તે ક્ષેત્રમાં થઈ રહેલા ઉપદ્રવ કે રોગાતંક કોઈપણ નિમિત્તે શાંત થઈ જાય છે. અર્જુનનો ઉપદ્રવ પણ સુદર્શન શ્રાવકના નિમિત્તથી દૂર થયો. મૂળ કારણ તો ભગવાનનું આગમન જ સમજવું જોઈએ. જેના કારણે દૈવી શકિત પણ સ્તબ્ધ થઈ ગઈ.
૧૦૬
(૩) કોઈ પણ વ્યક્તિના ભૂતકાળના જીવન પરથી વર્તમાન સમયમાં તેના પર ધૃણા કરવી, તે સજ્જનતા નથી પરંતુ દુર્જનતા છે.દિશા બદલતાં જ વ્યકિતની દશા બદલી જાય છે. ભૂતકાળની દૃષ્ટિથી જ વ્યક્તિને જોતાં રહેવું એ માનવની એક તુચ્છ અને મલિન વૃત્તિ છે. વ્યકિતનો ક્યારે કેટલો વિકાસ થાય છે, એ વાતનો પણ વિવેક રાખવો જોઈએ. પાપીમાં પાપી પ્રાણી, પણ પોતાનું જીવન પરિવર્તિત કરી નાખેછે. પ્રદેશી રાજા, અર્જુનમાળી, પ્રભવ ચોર ઈત્યાદિક અનેક તેનાં ઉદાહરણો છે. કવિના શબ્દોમાં :- -
ઘૃણા પાપ સે હો, પાપી સે નહિઁ કભી લવલેશ, ભૂલ સુજાકર ન્યાય માર્ગમેં., કરો યહી યત્નેશ; યહી હૈ મહાવીર સંદેશ
(૪) કોઈ પણ ધાર્મિક વ્યક્તિ કે માનવ અથવા પ્રાણી માત્રથી ઘૃણા કરવી કે તેની નિંદા કરવી, એ નિમ્ન કક્ષાના લોકોનું કામ છે.સજજન અને વિવેકી ધર્મીજનનું તો એ જ કર્તવ્ય છે કે તે કોઈ પણ વ્યક્તિની નિંદા કે ઘૃણા ન કરે અને નિંદાનો વ્યવહાર પણ ન કરે. પાપ અથવા પાપમય સિદ્ધાંતની નિંદા કરવી કે ઘૃણા રાખવી ગુણ છે અને પાપી વ્યકિતથી ઘૃણા કરવી તે અવગુણ અને અધાર્મિકતા છે. (૫) ભગવાને સેંકડો માનવોના હત્યારા અર્જુન પ્રત્યે જરાપણ ઘૃણા કે છૂતાછૂત જેવો વ્યવહાર ન કર્યો. ભગવાનની વાત તો દૂર રહી, પરંતુ તે ભગવાનનો એક ઉપાસક (સુદર્શન શેઠ) પણ તેને દુષ્ટ, હત્યારા જેવા શબ્દ પ્રયોગ વડે નથી ધુત્કારર્યો Jain પરંતુ તેની તત્કાળ સેવા-પરિચર્યા કરી છે. તેને ભગવાનના સમવસરણમાં પોતાની rg
તે