________________
કથાશાસ્ત્ર ઃ અંતગડ સૂત્ર
સાથે લઈ ગયા. ભગવાને પણ તેને તે જ દિવસે તે જ હાલતમાં પોતાની શ્રમણ સંપદામાં ગ્રહણ કરી લીધો હતો. આ દષ્ટાંત દ્વારા આપણને હૃદયની વિશાળ તાનો આદર્શ શીખવા મળે છે. જેને આપણે આપણા જીવનમાં ઉતારવો જોઈએ અને તુચ્છતા તેમજ સંકુચિતતા આદિ અવગુણોને તિલાંજલિ આપવી જોઈએ. (૬) અર્જુને અલ્પ સમયમાં જ પોતાના જીવન અને વિચારોને તીવ્ર ગતિથી ફેરવી નાખ્યા. આજે આપણે પણ આપણી સાધનામાં માન-અપમાન, ઈર્ષ્યા-દ્વેષ, કષાય આદિ પ્રવૃત્તિઓનું ઉપશમન કરવામાં અને પોતાના આત્માને સમભાવોમાં તેમજ સહજ ભાવોમાં સંલગ્ન કરવામાં વિલંબ ન કરવો જોઈએ વર્ષો સુધીનું ધાર્મિક જીવન કે શ્રમણ પર્યાય વીતી જાય તેમ છતાં પણ આપણે કયારેક તો અશાંત બની જઈએ છીએ; ક્યાંક આપણે માન-અપમાનની વાતો કરીએ છીએ, તો કયારેક બીજા લોકોના વ્યવહારની ચર્ચા કરીએ છીએ; કોઈની નિંદામાં અને તિરસ્કારમાં રસ લઈએ છીએ; જીવનની થોડીક અને ક્ષણિક સુખમય ક્ષણોમાં આપણે ફૂલી જઈએ છીએ; તો કયારેક મુર્જાઈને મ્લાન અને ઉદાસીન બની જઈએ છીએ. આ સર્વ વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ મૂળ માર્ગથી ભટકવા સમાન છે, ચલિત થવા બરાબર છે. એનાથી સંયમની સફળતા કે ધર્મ જીવનની સફળતા ન મળી શકે. (૭) આપણા આત્મ પ્રદેશના કણ-કણમાં અને વ્યવહારિક જીવનમાં જ્યારે ધાર્મિકતા, ઉદારતા, સરળતા, નમ્રતા, શાંતિ, ક્ષમા, વિચારોની પવિત્રતા અને પાપી-ધર્મ બધા પ્રત્યે સહજ સ્વાભાવિકતાનો વ્યવહાર આવશે, ત્યારે જ અર્જુન અને ગજસુકુમાર જેવા ઉદાહરણો સાંભળવાનો આપણને સાચા અર્થમાં લાભ પ્રાપ્ત થશે.
૧૦
(૮) ગૃહસ્થ જીવન હોય કે સંયમ જીવન, ધર્મના આચરણો દ્વારા આપણા જીવનમાં શાંતિ, પ્રેમ, મૈત્રી, માધ્યસ્થ ભાવ અને સમભાવની વૃદ્ધિ થવી જોઈએ. એથી વિપરીત જો કોઈ પણ વ્યક્તિ પ્રત્યે અશાંતિ, અપ્રેમ, અમૈત્રી, વિપરીત ભાવ અને વિષમભાવ રહે તો સમજવું જોઈએ કે આત્મામાં ધર્મનું સાચા અર્થમાં પરિણમન થયું નથી. પરંતુ મારું ધર્માચરણ માત્ર દેખાવ પૂરતું કે દ્રવ્ય આચરણરૂપ જ થયું છે. આ જાણીને પ્રત્યેક મુમુક્ષુ આત્માઓએ ધર્મનો સાચા અર્થમાં લાભ અને સાચો આનંદ લેવા માટે આત્માને હંમેશને માટે સુસંસ્કારોથી સિંચિત કરતા રહેવુ જોઈએ. પોતાના દુર્ગુણો અને અવગુણોને શોધી શોધીને કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ અને આત્મ ગુણોની વૃદ્ધિ કરવી જોઈએ.
(૯) સુદર્શન શ્રાવકના જીવનમાંથી ધર્મપ્રેમની ઉત્કૃષ્ટતા, દઢતા અને નિર્ભીકતાનો બોધપાઠ લેવો જોઈએ. ગંભીરતા અને વિવેક તથા સંકટમાં પણ શાંતિ સહ સંથારો કરવાની શિક્ષા પણ લેવી જોઈએ.
(૧૦) એક જ ઉત્તમ વ્યકિત આખાયે નગરને સુખી અને ઘરને સ્વર્ગ સમાન
Jain Education International
www.jainelibrary.org