________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
બનાવી દે છે; તેમજ એક અધર્મી વ્યક્તિ સંપૂર્ણ નગરને સંકટમાં નાખી દે છે અને ઘરને નર્કમય બનાવી દે છે. તેથી પોતાની જવાબદારી જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી કોઈમાં પણ કુસંસ્કાર કે અન્યાય, અનીતિ વૃદ્ધિ ન પામે એનો વિવેક અવશ્ય રાખવો જોઈએ.
૧૦૮
(૧૧) લલિતગોષ્ટીના કરતૂતોથી નાગરિકજન હેરાન પરેશાન થઈ ગયાં હતાં અને અંતમાં યક્ષના ઉપદ્રવના ભયાનક સંકટથી ગ્રસ્ત બન્યા હતા.
(૧૨) એક જ સુદર્શન શ્રમણોપાસકના કર્તવ્યથી નગરમાં હર્ષ-હર્ષ થઈગયો, શ્રેણિક રાજાની ચિંતા પણ ટળી ગઈ અને અર્જુનનો પણ બેડો પાર થઈ ગયો. (૧૩) આપણને પણ ભગવાનની વાણી રૂપ શાસ્ત્ર શ્રવણ અને ગુરુ ભગવંતો જેવાં જ્ઞાનીઓનો શુભ સંયોગ મળ્યો છે. તેનાથી આપણો પણ બેડો પાર થઈ જ જવો જોઈએ. તેમ જાણી જે સાધક ધર્માચરણ અને ભાવોની વિશુદ્ધિમાં વૃદ્ધિ કરીને આત્મોન્નતિ કરશે તેનો અવશ્ય બેડો પાર થશે.
છઠ્ઠો દિવસઃ
વર્ગ - ૬ : અધ્યયન
થી ૧૪
૪. કાશ્યપ ૫.
પ્રથમ અધ્યયનમાં વર્ણવાયેલ ‘મકાઈ શેઠ’ ની જેમ ક્ષેમક ૬. ધૃતિધર ૭. કૈલાશ ૮. હરિચન્દન ૯. વારતક ૧૦. સુદર્શન ૧૧. પૂર્ણભદ્ર ૧૨. સુમનભદ્ર ૧૩. સુપ્રતિષ્ઠિત ૧૪. મેઘ. આ અગિયાર ગાથાપતિ શેઠોનું ગૃહસ્થ જીવન, વૈરાગ્ય, ભગવાન મહાવીર પાસે દીક્ષા, અગિયાર અંગનું જ્ઞાન અને તપ, સંથારો તથા મોક્ષ જવા સુધીનું વર્ણન છે. વિશેષતા એ છે કે
-
(૪) કાશ્યપ શેઠ રાજગૃહી નગરીના નિવાસી હતા. તેમણે ૧૬ વર્ષ સુધી સંયમ પાળ્યો. (૫) ક્ષેમક શેઠ અને (૬) દ્યુતિધર શેઠ કાકંદીના નિવાસી હતા. દીક્ષા પર્યાય ૧૬ વર્ષનો હતો. (૭–૮) કૈલાશ શેઠ અને હરિચન્દન શેઠ સાકેત નગરના નિવાસી હતા. તેઓએ બાર વર્ષ સુધી દીક્ષા પાળી. (૯) વારતક શેઠ રાજગૃહીના નિવાસી હતા. બાર વર્ષ સુધી સંયમ પાળ્યો.
(૧૦–૧૧) સુદર્શન શેઠ અને પૂર્ણભદ્ર શેઠ વાણિજ્ય ગ્રામ નામના નગરના નિવાસી હતા અને તેઓનો દીક્ષા પર્યાય પાંચ વર્ષનો હતો. (૧૨) સુમનભદ્ર શેઠ શ્રાવસ્તીના નિવાસી હતા. તેમનો દીક્ષા પર્યાય અનેક વર્ષનો હતો. (૧૩) સુપ્રતિષ્ઠિત શેઠ શ્રાવસ્તી નગરીના રહેવાસી હતા. સતાવીશ વર્ષનો તેમનો દીક્ષા પર્યાય હતો. (૧૪) મેઘ નામના શેઠ રાજગૃહીના નિવાસી હતા. તેમનો દીક્ષા પર્યાય ઘણાં વર્ષોનો હતો. તેઓ બધા વિપુલ પર્વત પર એક મહિનાનો સંથારો આદરી સિદ્ધ થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org