________________
કથાશાસ્ત્ર : અંતગડ સૂત્ર
૧૦૯
છે કે આ અધ્યયન - ૧૫: એવંતા મુનિવર
પોલાસપુરી નગરીમાં વિજય રાજા રાજ્ય કરતા હતા. તેમને શ્રીદેવી નામની રાણી હતી. તેણીએ એક સુંદર સુકુમાર પુત્રને જન્મ આપ્યો. જેનું નામ અતિમુક્તકુમાર રાખ્યું. તેનું પ્રસિદ્ધ નામ "એવંતા" છે. ગૌતમ ગણધર અને બાળક એવંતાકુમાર :– ભગવાન મહાવીર વિચરણ કરતાં-કરતાં તે નગરીમાં પધાર્યા. એક દિવસ ભગવાનના પ્રથમ ગણધર ગૌતમ સ્વામી છઠના પારણા માટે ગોચરી પધાર્યા. એવંતાકુમાર હજી બાલ્યાવસ્થામાંથી પસાર થઈ રહ્યા હતા. કલાચાર્ય પાસે અભ્યાસ માટે તેમને નહોતા મોકલ્યા. હતા. આઠ વર્ષની આસપાસ તેની ઉંમર હતી. તેઓ પોતાના મિત્રો, બાળક-બાલિકાઓ સાથે ઘેરથી નીકળ્યા અને રાજભવનની નજીક જ રહેલાં ક્રીડા સ્થાનમાં રમતના મેદાનમાં જઈને રમવા લાગ્યા. ગૌતમ સ્વામી તે ખેલના મેદાનની બાજુમાંથી પસાર થયા. એવંતાની દષ્ટિ ગૌતમ અણગાર પર પડી. તેનું મન રમત છોડીને ગૌતમ સ્વામી તરફ ખેંચાઈ ગયું. તે ગૌતમ અણગારની નજીક પહોંચ્યો અને પૂછવા લાગ્યો કે તમે કોણ છો? અને શા માટે ફરી રહ્યા છો?
ગૌતમ ગણધરે બાળકની વાતની ઉપેક્ષા ન કરી પણ બરાબર ઉત્તર આપ્યો કે અમે શ્રમણ નિગ્રંથ છીએ અર્થાત્ જૈન સાધુ છીએ અને ભિક્ષા દ્વારા આહાર–પાણી લેવા માટે ભ્રમણ કરીએ છીએ એવંતાકુમાર મૂળ અને સાચો હેતુ સમજી ગયો અને અવિલંબ તેણે નિવેદન કર્યું કે- તમે મારા ઘરે ચાલો, હું આપને ભિક્ષા અપાવીશ. એવું કહીને ગૌતમ ગણધરની આંગળી પકડી લીધી અને પોતાને ઘેર લઈ જવા લાગ્યો. શ્રીદેવીનું સુપાત્ર દાન અને વ્યવહાર – એવંતાની માતા શ્રીદેવીએ દૂરથી જ ગૌતમ સ્વામીને આવતા જોઈ લીધા. તે અતિ હર્ષિત થઈ. આસન પરથી ઉભી થઈને સામે આવી. ગૌતમ સ્વામીની નજીક આવીને ત્રણ વાર આવર્તન સાથે વંદન-નમસ્કાર રૂપે અભિવાદન કર્યું અને પછી રસોઈઘરમાં લઈ ગઈ. પ્રસન્નતા અને વિવેકપૂર્વક ઈચ્છિત આહાર પાણી ગૌતમ સ્વામીને વહોરાવ્યા અને તેમને સન્માન પૂર્વક વિદાય આપી. એવંતાકુમાર આ બધુ જોઈને મનમાં ખુશ થઈ રહ્યા હતા, કે હું જેને લઈ આવ્યો છું તે મારા પિતા(રાજા) કરતાં પણ ખૂબ જ મોટા વ્યક્તિ છે. જેમનું મારી માતાએ ભક્તિપૂર્વક સ્વાગત કર્યું અને પ્રણામ કર્યા. એવંતાની જિજ્ઞાસા અને ભગવાનના દર્શન – ગૌતમ સ્વામી ઘેરથી જેવાય બહાર નીકળ્યા કે તરત જ એવંતાએ પૂછ્યું કે તમે કયાં રહો છો? કયાં જાઓ છો?
ગૌતમ સ્વામીએ એવંતાના પ્રશ્નોની ઉપેક્ષા ન કરતાં, સ્પષ્ટીકરણ કર્યું કે નગરની Jai બહાર શ્રીવન બગીચામાં અમારા ધર્મગુરુ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી
Jain Education Interational
rivate & FOS
1 Use
nelibrary.org