________________
૧૧૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
બિરાજી રહ્યા છે. ત્યાં અમે રહીએ છીએ. ત્યાં હું જઈ રહ્યો છું.
ગૌતમ સ્વામીની વાતો અને તેમના દર્શન તથા વ્યવહારથી એવંતાકુમારને ખૂબ જ આનંદ આવી રહ્યો હતો. આથી તેણે ગૌતમસ્વામીને નિવેદન કર્યું કે હું પણ તમારી સાથે ભગવાનના ચરણ-વંદન કરવા આવું છું. ગૌતમ સ્વામીએ સાધુ ભાષામાં તેમને સ્વીકૃતિ આપી.
એવંતાકુમાર ગૌતમ સ્વામીની સાથે જ ભગવાનની સેવામાં પહોંચીને વિધિ સહિત વંદન કરી ભગવાનની સમીપ બેસી ગયા. ગૌતમ સ્વામી ભગવાનને આહાર બતાવીને પોતાના સ્થાને ચાલ્યા ગયા.
એવતાને વૈરાગ્યનો રંગ :- ભગવાને અવસર જાણીને એવંતાને લક્ષ્યમાં રાખીને અને બીજા પણ ત્યાં ઉપસ્થિત શ્રોતાઓને ધ્યાનમાં રાખીને વૈરાગ્યમય ધર્મોપદેશ આપ્યો. ભગવાનના સરળ સીધા વાક્યો એવંતાના હૃદયમાં સોંસરવા ઉતરી ગયા. તેનો તે દિવસ અને સંયોગ ધન્ય બની ગયા. અલ્પ સમયના સત્સંગે તેના દિલમાં સંયમ લેવાનાં દઢ સંકલ્પને ભરી દીધો. તેના ભીતરમાં છેક સુધી વૈરાગ્યનો રંગ પ્રસરી ગયો. ભગવાન પાસેથી સંયમની સ્વીકૃતિ લઈને તે ઘરે
પહોંચ્યો.
માતા-પિતાને સર્વ વૃતાંત કહી સંભળાવ્યો. માતા ખૂબ જ ખુશ થઈ અને તેની ભૂરિ-ભૂરિ પ્રશંસા કરી અને અંતે દીક્ષા લેવાની વાત પણ તેમને કહી સંભળાવી. માતાની સાથે સંવાદ ઃ
શ્રીદેવી :- :- માતા તેની વાતની ઉપેક્ષા કરી કહેવા લાગી કે હજી તો તું નાસમજ અને નાદાન છે. તું હમણાંથી દીક્ષા અને ધર્મમાં શું સમજે? એમ કહીને તેને ટાળવાનો પ્રયાસ કર્યો.
પરંતુ એવંતાકુમાર વાસ્તવમાં નિર્ભીક બાળક હતો. તેણે અપરિચિત ગૌતમ સ્વામી સાથે વાત કરવામાં પણ હિચકિચાટ ન હોતો અનુભવ્યો. તો પછી માતાની સામે તેને શું સંકોચ થાય ? અને કરે પણ શા માટે ? તેણે તરત જ પોતાની વાત માતાની સમક્ષ મૂકી દીધી.
એવંતા :– હે માતા ! તમે મને નાસમજ કહીને મારી વાતને ટાળવા ઇચ્છો છો. પરંતુ હે માતા ! હું– જે જાણું છું તે નથી જાણતો અને નથી જાણતો તે જાણું છું. માતા વાસ્તવમાં વાતને ટાળવા ઈચ્છતી હતી પરંતુ એવંતાના આ વાકયોએ માતાને મુંઝવી દીધી. તે પણ આ વાકયોનો અર્થ ન સમજી શકી અને એવંતાને આવા પરસ્પર વિરોધી વાકયોનો અર્થ પૂછવા લાગી.
એવતાએ શ્રમણ ભગવાન મહાવીર પાસેથી શિક્ષા ગ્રહણ કરી હતી અને સ્વયં એક બુદ્ધિનિધાન અને હોંશિયાર વ્યક્તિ હતી. માતાની મુંઝવણનું સમાધાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org