________________
કથાશાસ્ત્ર : રાજપ્નીય સૂત્ર
૧૦૧
શાંતિ અને સમભાવ સાથે કર્મનો ઉદય અને ભવિતવ્યતાનો વિચાર કરી સૂર્યકાંતા પ્રત્યે બિલકુલ દ્વેષ ન કરતાં પૌષઘશાળામાં ચાલ્યા ગયા.
ત્યાં જઈ ઘાસના સંથારે પલ્યકાસને બેસી વિધિવત ભક્તપ્રત્યાખ્યાન સંથારો કર્યો. પ્રથમ નમોલ્યુર્ણ સિદ્ધ પરમાત્માને અને બીજું નમોલ્યુર્ણ સ્વયંના ધર્મગુરુ ધર્માચાર્ય કેશી શ્રમણને આપ્યું અને ઉચ્ચારણ કર્યું કે હે ભંતે! આપ ત્યાં બેઠા મને જોઈ-જાણી શકો છો હું આપને વંદન નમસ્કાર કરું છું.
ત્યાર પછી અઢાર પાપ અને ચાર આહારનો ત્યાગ કર્યો. શરીરના મમત્વનો ત્યાગ કર્યો, શરીરને વોસિરાવી દીધું. વિષનું પરિણમન વૃદ્ધિગત થતાં પ્રગાઢ વેદના પ્રજ્જવલિત થઈપરંતુ પરીક્ષાના સમયે સમભાવને ન ચૂકતા પ્રદેશ રાજા આયુષ્ય પૂર્ણ કરી, ધર્મના આરાધક બની સૂર્યાભ દેવ બન્યા.
આ પ્રકારે અમાવસ્યાથી પૂનમ તરફ આવીને એટલે કે નાસ્તિકમાંથી આસ્તિક બની, દિવ્ય દેવાનુભવ તથા ઐશ્વર્યને પ્રાપ્ત કર્યા. દેવભવની ચાર પલ્યોપમની સ્થિતિ પૂર્ણ કરી, મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ, રાજ સદ્ધિનો ત્યાગ કરી બાળ બ્રહ્મચારી દઢ પ્રતિજ્ઞ નામના શ્રમણ થશે. ઘણા વર્ષોની કેવલી પ્રવ્રજ્યા પાળી અંતિમ દિવસોમાં અનશન કરી નિર્વાણ પ્રાપ્ત કરશે. ભવચક્રથી મુક્ત થઈ જશે. શિક્ષા-પ્રેરણા -
ધૃણા પાપસે હો પાપીસે નહીં કભી લવલેશ ભૂલ સુઝા કર સત્ય માર્ગ પે, કરો યહી યત્નશ
યહી હૈ મહાવીર સંદેશ..... ચિત્ત સારથી અને કેશી શ્રમણના અનુપમ આદર્શથી એક દુરાગ્રહી, પાપિષ્ઠ માણસ કે જેના હાથ લોહીથી રંગાયેલા રહેતા હતા, તેવી ઉપમા સુત્રમાં જેને આપવામાં આવી છે, તે માત્ર એક વખત સંત સમાગમ થતાં, વિશદ ચર્ચા કરતાં, દઢધર્મી બન્યો. (ર) કેશી શ્રમણનો ઉપદેશ સૂર્યકાંતા મહારાણીએ પણ સાંભળ્યો હતો. તે રાજા જેવી પાપિષ્ઠ નહોતી, રાજાને પ્રિયકારી હતી, તેથી પુત્રનું નામ માતાના નામ ઉપરથી સૂર્યકાંત કુમાર રાખવામાં આવ્યું હતું. છતાં રાજાના પૂર્વના નિકાચિત કર્મ ઉદયમાં આવતાં રાણીને કુમતિ સૂઝી. જીવ અજ્ઞાન દશામાં કોઈ ઉતાવળું કાર્ય કરી બેસે છે, જેનાથી તેને કોઈ લાભ થતો નથી. છતાં ફક્ત ઉત્પન્ન થયેલ સંકલ્પોને પૂર્ણ કરવા દત્તચિત્ત બની જાય છે. આ પણ જીવની અજ્ઞાનદશા છે. અંતે અપયશ મેળવી આ ભવ-પરભવને બગાડી દુખની પરંપરાનું સર્જન કરે છે. (૩) ધર્મની સમ્યક સમજણ આવ્યા પછી રાજા હોય કે પ્રધાન, શ્રાવકના બાર વ્રત ધારણ કરવામાં કોઈને તકલીફ પડતી નથી. તેથી ધર્મપ્રેમી કોઈપણ આત્મા જો સંયમ સ્વીકાર કરી શકતા નથી તેમણે શ્રાવકવ્રત ધારણ કરવામાં આળસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org