________________
૧૦૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત-૧
પુરુષાર્થ સફળ થયો. રાજાએ વંદન નમસ્કાર કરી મુનિને કહ્યું – ભતે ! લોહ વણિક જેવું નહીં કરું કે જેથી મારે પસ્તાવું પડે. હું તમારી પાસે ધર્મશ્રવણ કરવા ઇચ્છું છું.
કેશી શ્રમણે સમયોચિત ધર્મોપદેશ આપ્યો. જેથી પ્રદેશ રાજા વ્રતધારી શ્રમણોપાસક બન્યા. બીજે દિવસે સંપૂર્ણ પરિવાર સહિત રાજસી વૈભવ સહિત ઠાઠમાઠ પૂર્વક દર્શનાર્થે આવ્યા. પાંચ પ્રકારના અભિગમ સહિત તેમના અવગ્રહમાં પ્રવેશ કર્યો. વિધિયુક્ત વંદન નમસ્કાર કર્યા. અગાઉ કરેલ અવિનય, આશાતનાની ક્ષમા યાચના કરી અને ઉપદેશ સાંભળવા વિશાળ પરિષદ સાથે કેશી શ્રમણ સમક્ષ બેસી ગયા. કેશી શ્રમણે પરિષદને લક્ષ્યમાં રાખી ઉપદેશ આપ્યો. ઉપદેશ સાંભળી પરિષદ વિસર્જિત થઈ.
કેશી શ્રમણે રાજાને સંબોધિત કરી કંઈક ભલામણ રૂપે શિક્ષા વચનો કહ્યાહે પ્રદેશી ! જેવી રીતે ઉદ્યાન, ઈશુનું ખેતર, નૃત્ય શાળા આદિ કયારેક રમણીય હોય છે તો ક્યારેક અરમણીય પણ બની જાય છે. તેમ તું ધર્મની અપેક્ષાએ રમણીય બની પુનઃ ક્યારે ય અરમણીય બનતો નહીં. રાજા:- ભંતે! શ્વેતાંબિકા સહિત સાત હજાર ગામ નગરોને (તેની આવકને) ચાર વિભાગમાં વિભક્ત કરીશ. યથા (૧) રાજ્ય વ્યવસ્થા માટે (ર) ભંડાર માટે (૩) અંતઃપુર માટે અને (૪) દાન શાળા માટે. દાનશાળાની વ્યવસ્થા માટે સુંદર કૂટાકાર શાળા તથા નોકરોને નિયુક્ત કરીશ; જેમાં સદા ગરીબોને તથા અન્ય વાચકો અને ભિક્ષાચરોને ભોજનાદિની સુંદર વ્યવસ્થા રહેશે. તદુપરાંત હું પણ વ્રત, પચ્ચખાણ અને પૌષધ કરતો ઉત્તરોત્તર ધર્મારાધનામાં અભિવૃદ્ધિ કરીશ.
આ પ્રકારે પ્રદેશીએ દ્રવ્ય અને ભાવથી જીવન પરિવર્તન કર્યુ. ધર્માચરણમાં તેની રુચિ કેન્દ્રિત થઈ ગઈ. રાજય વ્યવસ્થાની લગન ઘટી ગઈ. યુવરાજ સૂર્યકાંત કુમાર રાજ્ય વ્યવસ્થા સંભાળવા લાગ્યો.
ભવિતવ્યતા વશ પ્રદેશનું ધર્મયુક્ત જીવન રાણી સૂર્યકાંતા સહી ન શકી. તેની વાસનામય દૃષ્ટિમાં રાજા વૈરાગી-ધર્મઘેલા બની ગયા હોય તેવું લાગ્યું. અનેક વિકલ્પોથી ઘેરાઈ ગઈ. ત્યાં સુધી વિચાર્યું કે રાજાને ઝેર દઈ મારી નાખવા. રાણી અધીરાઈને રોકી ન શકી. પોતાના કુત્સિત વિચારો સૂર્યકાંતકુમાર પાસે રજૂ કર્યા. સૂર્યકાંતકુમારે તેની હળાહળ ઉપેક્ષા કરી; તેથી રાણીને લાગ્યું કે કદાચ કુમાર મારા વિચારો રાજા પાસે રજુ કરી ન દે..!
અવસર જોઈ રાજાને ભોજનનું નિમંત્રણ આપી વિષમય આસન, શય્યા, વસ્ત્ર, આભૂષણ અને આહાર-પાણી બનાવ્યા. યથાસમયે પ્રદેશને વિષયુક્ત ભોજન આપ્યું. તેનો ભોગ ઉપભોગ કરતા જ રાજાને બેચેની થવા માંડી, વિષનો પ્રભાવ વધવા માંડ્યો. રાજાને સમજતાં વાર ન લાગી. તે ત્યાંથી ઉઠ્યા. પૂર્ણ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International