________________
કથાશાસ્ત્ર : રાજપ્રશ્નીય સૂત્ર
શરીરમાં કેમ સમાઈ શકે ? તેથી શરીર અને આત્માને ભિન્ન તત્ત્વ ન માનવા જોઈએ.
૧૭૯
કેશી :– રાજન્ ! જે પ્રકારે દીપક મોટા હોલમાં રાખવામાં આવે તો તેનો પ્રકાશ આખા હોલમાં ફેલાય છે અને નાના ખંડમાં રાખવામાં આવે તો પણ તેના પ્રકાશનો સમાવેશ થઈ જાય છે. તેવી રીતે બલ્બને એક કોઠીમાં રાખો તો તેનો પ્રકાશ કોઠીમાં સમાઈ જાય છે. તેનું કારણ એ છે કે રૂપી પ્રકાશમાં સંકોચ વિસ્તરણનો ગુણ છે. આ જ રીતે આત્માના પ્રદેશમાં પણ ઉક્ત ગુણ છે. તે જે કર્મના ઉદયથી જેવું અને જેટલું શરીર પ્રાપ્ત કરે છે તેમાં તે વ્યાપ્ત થઈને રહે છે. તેમાં કોઈ મુશ્કેલી હોતી નથી. તેથી હે રાજન્ ! તમે શ્રદ્ધા કરો કે આત્મા અને શરીર ભિન્ન છે, જીવ તે શરીર નથી.
રાજા :- ભંતે ! આપે જે કંઈ સમજાવ્યું છે તે બધું ઠીક છે; પણ મારા પૂર્વજો એટલે કે બાપ-દાદાના વખતથી ચાલ્યો આવતો આ ધર્મ કેમ છોડું ?
:
કેશી :– હે રાજન્ ! તમે લોહ વણિકની જેમ હઠીલા ન બનો. નહિતર તેની જેમ પસ્તાવું પડશે. યથા– એકદા કેટલાક વણિકો ધન કમાવાની ઇચ્છાથી યાત્રાર્થે નીકળ્યા. મોટા જંગલમાં આવ્યા, ત્યાં કોઈ એક સ્થાને લોખંડની ખાણ જોઈ. બધાએ વિચાર વિમર્શ કરી લોખંડના ભારા બાંધ્યા. આગળ જતાં સીસાની ખાણ આવી. બધાએ વિચારી લોખંડ છોડી સીસાના ભારા બાંધ્યા. એક વણિકને અનેક રીતે સમજાવવા છતાં તેણે એમ જ કહ્યું કે આટલે દૂરથી મહેનત કરી વજનઉપાડ્યું હવે તેને કેમ છોડાય ?
આગળ જતાં ત્રાંબાની, પછી ચાંદીની, ત્યાર પછી સોનાની, રત્નની અને અંતે હીરાની ખાણો આવી. બધા વણિકોએ અગાઉની વસ્તુનો ત્યાગ કરી હીરા ભરી પુનઃ ઘર તરફ જવાની તૈયારી કરી. પણ પેલા વણિકે પોતાની જીદ અને અભિમાનમાં લોખંડ છોડ્યું નહિ અને હીરા લીધા જ નહિ.
નગરમાં આવ્યા પછી બધા વણિકોએ હીરા વેચી અખૂટ ધન સંપતિ પ્રાપ્ત કરી. વિશાળ સંપતિના માલિક બનીને સમય પસાર કરવા લાગ્યા. પરંતુ લોહ વણિક ફક્ત લોઢાના મૂલ્ય જેટલું ધન મેળવી પૂર્વવત્ જીવન જીવવા લાગ્યો અને પોતાના સાથીઓના વિશાળ બંગલા અને ઋદ્ધિને જોઈ પારાવાર પશ્ચાત્તાપ કરવા લાગ્યો. વણિક હોવા છતાં હાનિ-લાભ, સત્યાસત્યનો વિચાર ન કર્યો. પૂર્વાગ્રહમાં રહી પશ્ચાત્તાપ મેળવ્યો, તેમ હે રાજન્ ! તું બુદ્ધિમાન થઈ, જાણતો હોવા છતાં સત્યાસત્યનો નિર્ણય કરી સત્યનો સ્વીકાર નહીં કરશે, તો તારી દશા લોહ વણિક જેવી જ થશે.
રાજાનું પરિવર્તન :– કેશીકુમાર શ્રમણના નિર્ભીક અને સચોટ વાકયોથી તથા તર્ક સંગત દષ્ટાંતોથી પ્રદેશી રાજાના જીવનમાં પરિવર્તન આવ્યું. ચિત્ત સારથીનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org