________________
૧૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
વધારતાં-વધારતાં સોળ સુધીની તપસ્યા થાય છે. પ્રત્યેક તપસ્યા વચ્ચે પુનઃપુનઃ એક ઉપવાસ કરાય છે. ફરીથી બીજીવાર સોળ ઉપવાસથી લઈ એક ઉપવાસ સુધી ક્રમશઃ ઉતરતા ક્રમમાં આ તપસ્યા કરાય છે. અને પ્રત્યેક તપસ્યાની વચ્ચે એક ઉપવાસ કરાય છે. જેમ કે– (૧) ઉપવાસ + છઠ + ઉપવાસ + અક્રમ. આમ ક્રમશ: વધારતાં અંતે ઉપવાસ + સોળ (૨) વળી વચ્ચે એક ઉપવાસ. (૩)વળી ૧૬ + ૧+ ૧૫+ ૧+ ૧૪+ ૧. આમ ક્રમશ: ઘટાડતાં અંતમાંછઠ્ઠ + ઉપવાસ.
આ એક પરિપાટી થઈ. આ પ્રમાણે ચાર પરિપાટી કરાય છે. એક પરિપાટીમાં ૩૪૫ દિવસ લાગે છે અને ચાર પરિપાટીમાં ૧૩૮૦ દિવસ અર્થાત્ ૩વર્ષ ૧૦ મહિના લાગે છે. તેમાં પારણાના દિવસ કુલ ર૪૦ છે અને તપસ્યાના કુલ ૧૧૪૦ દિવસ છે.
પિતૃસેન કૃષ્ણા આર્યાજીએ યથાવિધિ આ મુકતાવલી' તપની આરાધના કરી. પછી અન્ય વિવિધ તપસ્યા પણ કરી. અગિયાર અંગ સૂત્રોના અધ્યયન કંઠસ્થ કર્યા. અંતે એક મહિનાના સંલેખના-સંથારાથી સિદ્ધ બુદ્ધ મુક્ત થયાં.
અધ્યયન - ૧૦ : મહાસેન કૃષ્ણા મહાસેન કૃષ્ણા રાણીની દીક્ષા આદિનું વર્ણન કાલી રાણી પ્રમાણે છે. ૧૭ વર્ષના સંયમ પર્યાયમાં મહાસેન કૃષ્ણા આર્યાજીએ અગિયાર અંગશાસ્ત્ર કંઠસ્થ કર્યા. વિવિધ તપસ્યાઓ કરી. અને આયંબિલ વર્ધમાન તપ નામની વિશિષ્ટ ઉગ્ર તપસ્યા કરી.
આ તપમાં એક આયંબિલથી લઈ સો આયંબિલ સુધી કરવામાં આવે છે. પારણાની જગ્યાએ ઉપવાસ કરવામાં આવે છે, જેમકે – (૧) એક આયંબિલ + પછી ઉપવાસ + ર આયંબિલ + પછી ઉપવાસ + ૩ આયંબિલ + વળી ઉપવાસ; આમ વધારતાં ૯૮ આયંબિલ + વળી ઉપવાસ + ૯૯ આયંબિલ + ઉપવાસ + ૧૦૦ આયંબિલ અને એક ઉપવાસ.
આ એક પરિપાટી થી જ આયંબિલ વર્ધમાન તપ પૂર્ણ થઈ જાય છે. આ તપમાં કુલ સમય ૧૪ વર્ષ ૩ મહિના ૨૦ દિવસ લાગે છે. જેમાં ૧૦૦ ઉપવાસ કરાય છે. શેષ ૧૪ વર્ષ અને ૧૦ દિવસ આયંબિલ કરાય છે. આ સંપૂર્ણ તપસ્યાના ૧૪ વર્ષમાં કયારેય પણ વિગયો કે તેના લેપનો પણ ઉપયોગ કરાય નહિ. - આ પ્રમાણે મહાસેન કૃષ્ણાએ ૧૭ વર્ષની દીક્ષા પર્યાયમાં સાધિક ચૌદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org