________________
કથાશાસ્ત્ર ઃ અંતગડ સૂત્ર
વર્ષ સુધી તો આ તપની જ આગમ વિધિ પ્રમાણે આરાધના કરી. બાકીના સમયમાં પણ માસખમણ તપ સુધીની વિવિધ તપસ્યાઓ કરી. શક્તિ ક્ષીણ થઈ ગયા પછી સંલેખના-સંથારો ગ્રહણ કર્યો. એક મહિના સુધી સંથારો ચાલ્યો. અંતિમ સમયે ચાર ઘાતી કર્મ ક્ષય થવાથી કેવલ જ્ઞાન કેવલ દર્શન ઉત્પન્ન થયા. અને અલ્પ સમયમાં આયુષ્ય પૂર્ણ થવાથી સંપૂર્ણ કર્મ ક્ષય કરી સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા. જેના માટે જે ઉદ્દેશ્યથી સંયમ લીધો હતો, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ૩ ગુપ્તિનું પાલન, લોચ, ખુલ્લે પગે ચાલવું, સ્નાન ન કરવું, દાંતણ ન કરવું આદિ આચાર અને નવ વાડ સહિત શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન વગેરે નિયમો પનિયમ ગ્રહણ કર્યા હતા, તે પ્રયોજનને સિદ્ધ કરી લીધું. ધન્ય છે આ સર્વ મહારાણીઓને, જેમણે વૈભવ-વિલાસનો ત્યાગ કરી, ઉત્કૃષ્ટ સાધના આરાધના કરીને પરમ પદની
પ્રાપ્તિ કરી.
ઉપસંહારઃ
આ પ્રમાણે આ સૂત્રમાં ૯૦ જીવોએ સંયમ ગ્રહણ કરી. તેમાં નાના મોટા બધા ય વિધિ વિધાનોનું પૂર્ણ પાલન કર્યું અને પોતાના લક્ષ્યમાં સફળ થયા અર્થાત્ તે આત્માઓએ તે જ ભવમાં મોક્ષગતિ પ્રાપ્ત કરી લીધી.
૧૨૫
આ છેલ્લા આઠમાં વર્ગમાં શ્રેણિકની વિધવા રાણીઓના ઉગ્ર તપ પરાક્રમનું વર્ણન છે. જિંદગી આખી તેમણે રાજરાણી અવસ્થામાં, સુકુમારતામાં વ્યતીત કરી હતી. અંતિમ અલ્પ વર્ષોમાં પોતાના જીવનનું એક અલૌકિક પરિવર્તન કરી બતાવ્યું. વાસ્તવમાં વૈરાગ્ય અને સંયમ ગ્રહણનો સાર એ છે કે શ્રુતજ્ઞાન, તપ અને સંયમમાં આત્માને તલ્લીન બનાવી દેવો જોઈએ. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે –– અંતિમ વયમાં પણ સંયમ લેનારાને જો તપ, સંયમ, ક્ષમા અને બ્રહ્મચર્ય અત્યંત પ્રિય હોય અર્થાત્ તેમાં જ આત્માને એક-રુપ કરીદે છે તો તે શીધ્ર કલ્યાણ સાધી લે છે.
કાલી આદિ અનેક રાણીઓનું તથા બીજા પણ અનેક જીવોનું વર્ણન આગમોમાં ઉપલબ્ધ છે. તે આદર્શને સન્મુખ રાખી પ્રત્યેક શ્રાવકે પોતાના બીજા મનોરથને સફળ કરવા પ્રયત્ન કરવો જોઈએ. અર્થાત્ જ્યારે પણ અવસર, મોકો મળે, ભાવોની તીવ્રતા વધે, ત્યારે જ શીધ્ર પરિસ્થિતિનું સમાધાન કરી, સંયમ માર્ગમાં અગ્રસર થવું જોઈએ.
મોક્ષ પ્રાપ્તિનું પ્રથમ અને અંતિમ સાધનઃ- અંતગડસૂત્રઅનુસારમોક્ષપ્રાપ્તિનાં અથવા સંસાર પ્રપંચથી છૂટવાનાં પ્રમુખ સાધન છે– (૧) શ્રદ્ધા સાથે સંયમ લેવો. (૨)શાસ્ત્રકંઠસ્થકરવા(૩)પોતાનીબધીશક્તિતપસ્યામાંલગાવવી.મોક્ષપ્રાપ્તિનું
અંતિમ સાધન તપ છે. ભાવપૂર્વક, વૈરાગ્યપૂર્વક અને વિવેકપૂર્વક તથા ગુરુની
Jain Education International
www.jainlibrary.org