________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
આશાપૂર્વકનું કરેલું તપ કર્મ રોગોને મૂળથી નાશ કરવા માટે રામબાણ ઔષધ છે. તેથી સંયમ અને શ્રુત અધ્યયન સિવાય બાહ્ય અને આભ્યન્તર બંને પ્રકારના તપોનું મોક્ષપ્રાપ્તિમાં અનન્ય યોગદાન છે એમ સમજીને તપોમય જીવન જીવવું જોઈએ. સંપૂર્ણ સૂત્રનો આદર્શ :
.
૧૨૬
(૧) શાસ્ત્ર શ્રવણ અને ધર્મ શ્રદ્ધાનો સાર એ છે કે આ માનવ જીવનમાં અવશ્ય સંયમ ગ્રહણ કરવો જોઈએ.
(૨) રાજા અને માળી, શેઠ અને રાજકુમાર, બાળક અને યુવાન તથા વૃદ્ધ રાણીઓ વગેરેની દીક્ષાથી પરિપૂર્ણ આ આદર્શસૂત્ર સર્વ કોઈ માટે રોક-ટોક વિના સંયમ (દીક્ષા) નું પ્રબળ પ્રેરક છે.
(૩) સંયમના સુઅવસર વિના ત્રણ ખંડના સ્વામી મહાઋધ્ધિવાન શક્તિ સંપન્ન શ્રીકૃષ્ણ વાસુદેવ પણ પોતાને અધન્ય, અકૃતપુણ્ય, અભાગી હોવાનો અનુભવ કરે છે અને સંસારમાં વિશાળ કાર્યક્ષેત્ર હોવા છતાં પણ સમયે-સમયે ભગવાનની સેવામાં ઉપસ્થિત થાય છે. તે પોતાની પ્રજાને સંયમ લેવા માટે ખુલ્લી પ્રેરણા(ઘોષણા) કરી ધર્મ દલાલી કરે છે. તેના જીવનની અનેક વિશિષ્ટતાઓ છે, જે આપણા માટે આદર્શરૂપ છે.
(૪) સુદર્શન શ્રાવકની ગંભીરતા, દઢતા અને તેની ધર્માનુરાગતા અનુકરણીય છે. (૫) એવંતા બાળમુનિના સંયમ ભાવોનું વર્ણન આપણા ધર્મ જીવનમાં આળસ અને નબળાઈ અથવા ભયને દૂર કરવામાં અત્યંત પ્રેરક છે.
(૬) ગજસુકુમાર રાજકુમાર દ્વારા લગ્ન માટે નકકી કરેલી કન્યાઓનો ત્યાગ, પ્રથમ દીક્ષા દિવસે જ અપૂર્વ ક્ષમા ધારણ અને સમભાવનો આદર્શ, આપણા કષાય અને કષિતતાને દૂર કરવા માટે એક શ્રેષ્ઠ માર્ગદર્શક છે. તેનું તે જીવન ધૈર્યવાન ગંભીર અને સહનશીલ બનવા માટે ઉત્તમ રસ્તો બતાવનાર છે. (૭) અર્જુનમાળીની ક્ષમા સાધુઓને સંયમ જીવનની પ્રત્યેક ક્ષણે યાદ કરવા યોગ્ય છે. જેથી અનુપમ સમભાવ, સમાધિનો લાભ પ્રાપ્ત થઈ શકે છે.
(૮) ગૌતમ સ્વામી અને ભગવાન મહાવીર સ્વામી દ્વારા એવતાની સાથે કરેલ વ્યવહારથી આપણે પોતાના જીવનમાં ઉદારતા અને વિશાળતાને સ્થાન આપવું જોઈએ. કોઈપણ પ્રત્યે ઘૃણા અને તિરસ્કારનો ભાવ ન હોવો જોઈએ. (૯) સમય કાઢીને આગમમાં સૂચિત સૂત્રોનું જ્ઞાન અવશ્ય કંઠસ્થ કરવું જોઈએ. બાલ કે વૃદ્ધ બધા શ્રમણો માટે શાસ્ત્રના અધ્યયનનો નિયમ આવશ્યક છે. પ્રસ્તુત સૂત્રમાં અલ્પ દીક્ષા પર્યાયને કારણે અર્જુનમાળી અને ગજસુકુમારને છોડી શેષ સર્વ સાધકોએ(સ્ત્રી,પુરુષ, બાલ,વૃદ્ધ બધાએ) શાસ્ત્રોનું વિશાળ જ્ઞાન કંઠસ્થ કર્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org