________________
કથાશાસ્ત્ર : રાજપક્ઝીય સૂત્ર
(૧પ૦
સૂર્યાભદેવની પાસે આવ્યા. સૂર્યાભદેવે સમસ્ત વિદુર્વણાને સમેટી લીઘી. અને ભગવાનને વંદન-નમસ્કાર કરતાં પોતાના વિમાનમાં આરૂઢ થયા અને દેવલોકમાં ચાલ્યા ગયા, સૂર્યાભ વિમાનનું વર્ણન - સૌધર્મ નામનું પ્રથમ દેવલોક સમભૂમિથી અસંખ્ય થોજન ઉપર છે. તે દેવલોકમાં ૩ર લાખ વિમાન છે. તેની વચ્ચે પાંચ અવતંસક (મુખ્ય) વિમાન છે.– (૧) અશોક અવતંસક (૨) સપ્તપર્ણ અવતંસક (૩) ચંપક અવતંસક (૪) આમ્ર અવતસક. આ ચારે ચાર દિશામાં છે તેની વચ્ચે પ્રથમ દેવલોકના ઇન્દ્રનું સૌધર્માવલંસક વિમાન છે. આ સૌધર્માવલંસક વિમાનની પૂર્વ દિશામાં અસંખ્ય યોજન દૂર સૂર્યાભ નામનું વિમાન છે. જે સાડા બાર લાખ યોજના લાંબુ-પહોળું તથા ૩૯,પર,૮૪૮ યોજનની પરિધિ માં ગોળાકાર છે અને કોટથી ઘેરાયેલ છે. કારોનું વર્ણન :- આ વિમાનની ચાર દિશાઓમાં ચાર હજાર દરવાજા છે. જે ૫00 યોજન ઊંચા અને ર૫) યોજન પહોળા છે. આ દરવાજાની બન્ને તરફ નિશીવિકા બેઠકો છે. જેના ૧૬-૧૬ વિભાગ છે જેમાં ચંદન કળશ છે, માળાઓ છે અને ઘંટડીઓ યુક્ત ખીલીઓ, ખીલીઓ ઉપર ૧૬-૧૬ નાની ખીલીઓ છે, તેમાં ચાંદીના શીકા લટકી રહ્યા છે, જેમાં ધૂપદાનીઓ છે. તે નિશીધિકાઓમાં (બેઠકોમાં) પુતળીઓ, જાલઘર, ઘંટ અને વનમાળાઓની પંક્તિઓ છે. તે નિશીપિકાઓમાં ૧૬-૧૬ શ્રેષ્ઠ મહેલ છે જે રપ૦ યોજન ઊંચા, ૧રપ યોજન વિસ્તાર વાળા ગોળાકાર છે. તે ૨૫0 યોજન લાંબા-પહોળા અને ૧રપ યોજન ઊંચા ઓટલા પર સ્થિત છે. તોરણોનું વર્ણન – તે ૧૬-૧૬ વિભાગોની સામે તોરણ મંડપ છે. જે મણિઓથી નિર્મિત સ્તંભો પર સારી રીતે બાંધેલા છે. પ્રત્યેક તોરણની આગળ બે-બે પૂતળીઓ, નાગદંત, હસ્તીયુગલ, અશ્વયુગલ, નર, કિન્નર, કિંપુરુષ યુગલ, મહોરગ, ગંધર્વ, એવં બળદના યુગલ છે. આ પ્રકારે અનેક મંગલ રૂપ, દર્શનીય રૂપ બે-બે પદાર્થ છે. બે સિંહાસન, છત્ર, ચામર આદિ છે. દ્વાર પર ધજા ભવન :- એક એક દરવાજા ઉપર દસ પ્રકારની ૧૦૮ ધ્વજાઓ અર્થાત્ ૧૦ x ૧૦૮=૧0૮0 ધ્વજાઓ છે. પ્રત્યેક દરવાજા ઉપર ૫-૫ ભવન છે. વનખંડ:- સૂર્યાભ વિમાનથી ૫00 યોજન દૂર ચારે દિશાઓમાં એક-એક વનખંડ છે. જે ૫00 યોજન પહોળા અને સુર્યાભ વિમાન જેટલા લાંબા છે. તેના નામ- અશોકવન, સપ્તપર્ણવન, ચંપકવન અને આમ્રવન છે. વનખંડમાં ઠેર ઠેર વાવડીઓ, પુષ્કરિણીઓ, દાર્શિકાઓ, કૂવા, તળાવ આદિ છે. જે વેદિકા અને વનખંડથી ઘેરાયેલા છે. તેમાં ઉતરવા માટે ચારે દિશાઓમાં પગથીયા છે. તેની વચ્ચે ઠેર ઠેર નાના મોટા પર્વત અને મંડપ છે. જ્યાં બેસવા-સૂવા માટે ભદ્રાસન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org