________________
૧૫૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત-૧
છે. વનખંડમાં અનેક જગ્યાએ કદલીગૃહ, વિશ્રામગૃહ, પ્રેક્ષાગૃહ, સ્નાનગૃહ, શૃંગારગૃહ, મોહનગૃહ, જલગૃહ, ચિત્રગૃહ, આદર્શગૃહ આદિ શોભી રહ્યા છે. વિધ-વિધ લતા મંડપો છે જેમાં અનેક પ્રકારના આસન, શયનના આકારની શિલાઓ છે. ચારે વનખંડોમાં વચ્ચો વચ્ચ એક એક પ્રાસાદાવતંસક છે જેમાં પલ્યોપમની સ્થિતિવાળા એક એક દેવ રહે છે. જેના નામ- અશોક દેવ, સપ્તપર્ણ દેવ, ચંપક દેવ, આમ્ર દેવ છે.
વનખંડનો અવશેષ ભૂમિ ભાગ સમતલ, સુંદર, સુખદ સ્પર્શવાળો રમણીય છે. અનેક પ્રકારના પંચરંગી મણિ, તૃણ અને તેની મધુર ધ્વનિથી સુશોભિત છે. પુણ્યફળનો ઉપભોગ કરનાર દેવ-દેવીઓ અહીં ક્રીડા કરે છે. ઉપકારિકાલયન:- સુઘર્મા સભા અને અન્ય પ્રમુખ સ્થાનોથી યુક્ત રાજધાની સમાન પ્રસાદમય ઘેરાયેલ ક્ષેત્રને ઉપકારિકાલયન કહ્યું છે. આ ક્ષેત્ર જંબદ્વીપ જેવડું છે. તેની મધ્યમાં એક મુખ્ય પ્રાસાદ છે જે ૫૦૦ યોજન ઊંચો ૨૫૦ યોજન વિસ્તારવાળો છે. તેની ચારે તરફ ચાર ભવન અડધા પ્રમાણના છે, જે ચારે પણ અન્ય અર્ધ પરિમાણના ચાર ચાર ભવનોથી ઘેરાયેલા છે. તે ભવન પણ અન્ય અર્ધ પરિમાણના ચાર ભવનોથી ઘેરાયેલા છે. અર્થાત્ ૧ + ૪ + ૧૬+ ૬૪= ૮૫ પ્રાસાદ છે.
આ ઉપકારિકાલયન સૂર્યાભ વિમાનની વચ્ચે મધ્યમાં છે. સમભૂમિથી કંઈક ઊંચાઈ પર છે. તેમાં પ્રવેશ કરવાને માટે ચારે દિશાઓમાં પગથિયા છે. તેની ચારે બાજુ પધવર વેદિકા રૂપ પરકોટા છે અને તેની ચારે બાજુ બે યોજનથી કિંઈક ન્યૂન પહોળું વનખંડ છે. સુધર્મ સભાનું બાહ્ય વર્ણન :- મુખ્ય પ્રાસાદવર્તાસકના ઈશાન ખૂણામાં અનેક સ્તંભો પર બનેલી સુધર્મ સભા છે. તેની ત્રણ દિશામાં ત્રણ વાર અને ત્રણ દિશામાં સોપાન શ્રેણી છે. પશ્ચિમમાં નથી. આ દ્વાર સોળ યોજન ઊંચા અને આઠ યોજન પહોળા છે. દ્વારની સામે મંડપ છે, મંડપની આગળ પ્રેક્ષાગૃહ છે. પ્રેક્ષાગૃહની વચ્ચે મંચ છે, મંચની વચ્ચે ચબૂતરો(મણિપીઠિકા) છે, તેની ઉપર એક એક સિંહાસન છે. તેની આસપાસ અનેક ભદ્રાસન છે.
પ્રેક્ષાગૃહની સામે પણ મણિપીઠિકા છે. તેના પર સૂપ છે. સ્તૂપની સામે મણિપીઠિકા પર ચૈત્યવૃક્ષ છે, ચૈત્યવૃક્ષની સામે ઓટલા પર માહેન્દ્ર ધ્વજ છે. અને તેની સામે નંદા નામની પુષ્કરિણી છે. સુધર્મસભાનું આવ્યંતર વર્ણન :- સુધર્મ સભાની ચારે તરફ કિનારા ઉપર ૪૮ હજાર ઘર જેવા ખુલ્લા વિભાગ છે. તેમાં ૪૮ હજાર લાંબી ખુરશીઓ સમાન આસન છે. સુધર્મ સભાની વચ્ચે 0 યોજન ઊંચા માણવક ચેત્ય સ્તંભ છે. જેના ૪૮ તળિયા અને ૪૮ પાળ છે. અર્થાત્ ૪૮ વળાંકમાં ગોળાકાર છે. જેના મધ્યભાગમાં અનેક ખીલીઓ છે જેમાં શાંકા લટકી રહ્યા છે અને શાંકામાં ગોળ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org