________________
કથાશાસ્ત્ર ઃ રાજનીય સૂત્રો
૧પ૯
ડબ્બીઓ છે. તેમાં જિન દાઢાઓ છે. જે દેવો માટે અર્ચનીય એવં પૂજનીય છે.
માણવક ચેત્ય સ્તંભની પૂર્વમાં સિંહાસન અને પશ્ચિમમાં દેવશય્યા છે. દેવ શય્યાના ઈશાન ખૂણામાં માહેન્દ્ર ધ્વજ છે. માહેન્દ્ર ધ્વજની પશ્ચિમમાં આયુધશાળા છે. આયુધશાળાના ઈશાન ખૂણામાંસિદ્ધાયતન છે. સિદ્ધાયતનનું બાહ્ય વર્ણન સુધર્મસભાના બાહ્ય વર્ણન જેવું જ છે. સિદ્ધાયતનની અંદર ૧૦૮ જિન પ્રતિમાઓ છે. તેની પાછળ એક છત્ર ધારક અને બાજુમાં બે ચામર ધારકની પ્રતિમાઓ છે. આગળ બબ્બે યક્ષ, ભૂત, નાગ આદિની મૂર્તિઓ છે. ત્યાં ૧૦૮ ઘંટડીઓ, ચંદન કળશ, થાળ, પુષ્પગંગેરી, ધૂપકડુચ્છક આદિ છે.
સિદ્ધાયતનના ઈશાન ખૂણામાં અભિષેક સભા છે. તેના ઈશાન ખૂણામાં અલંકાર સભા છે. તેના ઈશાન ખૂણામાં વ્યવસાય સભા છે; તેમાં પુસ્તક રત્ન છે. જેમાં દેવોના જીતાચાર(કર્તવ્ય કલાપો)નું વર્ણન છે અને ધાર્મિક લેખ છે.
- વ્યવસાય સભાના ઈશાન ખૂણામાં નંદા નામની પુષ્કરિણી છે અને તેના ઈશાન ખૂણામાં વિશાળ બલીપીઠ-ચબૂતરો છે. સૂર્યાભનો જન્માભિષેક અને ક્રિયા કલાપ – સૂર્યાભદેવ ઉપપાત સભામાં જન્મ લે છે. સામાનિકદેવોના નિવેદન અનુસાર પ્રવૃત્તિ કરવા માટે પૂર્વદરવાજાથી નીકળી સરોવર પર આવે છે. ત્યાં સ્નાનાદિથી નિવૃત્ત થઈ અભિષેક સભામાં આવી પૂર્વ દિશા સન્મુખ મુખ રાખી સિંહાસન પર બેસે છે. ત્યાં તેમનો બધા દેવ મળી જન્માભિષેક અને ઇન્દ્રાભિષેક કરે છે. અર્થાત્ કળશોથી સ્નાન કરાવે છે અને વિવિધ પ્રકારે હર્ષ મનાવે છે, મંગલ શબ્દોચ્ચાર કરે છે.
પછી પૂર્વ દરવાજાથી નીકળી સૂર્યાભદેવ અલંકાર શાળામાં આવી સિંહાસન પર બેસે છે; શરીરને લૂંછી, ગૌશીર્ષ ચંદનનો લેપ કરે છે. વસ્ત્ર યુગલ ધારણ કરે છે; પગથી માંડી મસ્તક સુઘી અનેક આભૂષણો ધારણ કરે છે; કલ્પવૃક્ષની જેમ સુસજ્જિત થાય છે.
ત્યાર પછી તે વ્યવસાય સભામાં આવી સિંહાસન પર બેસી પુસ્તકરત્નનું અધ્યયન કરે છે. ત્યાર પછી તે નંદા પુષ્કરિણીમાં આવે છે; હાથ-પગનું પ્રક્ષાલન કરી, પાણીની જારી અને ફૂલ લઈ સિદ્ધાયતનમાં આવે છે; વિનય ભક્તિ અને પૂજાવિધિ કરી ૧૦૮ મંગળ શ્લોકોથી તિ કરે છે. ત્યાર પછી વંદન નમસ્કાર કરી મોરપીંછથી અનેકાનેક સ્થાનોનું પ્રમાર્જન, પાણીથી પ્રક્ષાલન અને ચંદનથી હાથના છાપા(થાપા) લગાવે છે, ધૂપ કરે છે, ફૂલ ચઢાવે છે. તે સ્થાનો આ પ્રમાણે છે – સિદ્ધાયતનનો મધ્યભાગ, દક્ષિણ ધાર, દ્વાર શાખા, પૂતળીઓ, વાઘ રૂપ મુખ મંડપનો મધ્ય ભાગ, મુખ મંડપનું પશ્ચિમી દ્વાર, પ્રેક્ષાઘર, મંડપના બધા ઉક્ત સ્થાન, ચૈત્ય સ્તૂપના બધા સ્થાન, ચૈત્ય વૃક્ષના બધા સ્થાન, મહેન્દ્ર ધ્વજના બધા સ્થાન, નિંદા પુષ્કરિણીના બધા સ્થાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org