________________
'૧૫૬
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત-૧
રાખ્યું. સૂર્યાભદેવ પોતાના સમસ્ત દેવપરિવાર સહિત ભગવાનની સેવામાં પહોંચ્યા અને વંદન-નમસ્કાર કરી પોતાનો પરિચય આપ્યો. ત્યારે ભગવાને સૂર્યાભદેવને સંબોધિત કરી યથોચિત શબ્દોથી તેની વંદનાનો સ્વીકાર કરતાં કહ્યું કે તમારું કર્તવ્ય છે, ધર્મ છે, આચાર છે, જીતાચાર છે. કરણીય છે ઇત્યાદિ. સૂર્યાભદેવ ભગવાનના વચનો સાંભળી અત્યંત હર્ષિત થયા અને હાથ જોડી બેસી ગયા.
પ્રભુએ પરિષદને ધર્મોપદેશ સંભળાવ્યો. ઉપદેશ સાંભળીને પરિષદ વિસર્જિત થઈ. સૂર્યાભદેવે ભગવાનને પૂછ્યું કે હું ભવી છું કે અભવી? સમ્યક્દષ્ટિ છું કે મિથ્યાદષ્ટિ? પરિત્ત સંસારી છું કે અપરિત્ત સંસારી? ચરમ શરીરી છું કે અચરમ શરીરી? ઉત્તરમાં ભગવાને કહ્યું કે તમે ભવી, સમ્યક્દષ્ટિ છો અને એક ભવ કરી મોક્ષે જશો.
સૂર્યાભદેવ અત્યંત આનંદિત થયા અને ભગવાનને કહ્યું- ભંતે! આપ તો સર્વજ્ઞ, સર્વદર્શી છો, બધું જાણો-જુઓ છો પરંતુ ભક્તિવશ થઈ હું ગૌતમાદિ અણગારોને મારી ત્રદ્ધિ (બત્રીસ પ્રકારના નાટકો) દેખાડવા ઇચ્છું છું. આ પ્રમાણે ત્રણ વખત નિવેદન કર્યું પણ ભગવાને કંઈ જ જવાબ ન આપ્યો, મૌન રહ્યા. પછી સૂર્યાભદેવે ત્રણ વખત વિધિયુક્ત વંદન કરી, મૌન સ્વીકૃતિ સમજી ઇચ્છાનુસાર વૈક્રિય શક્તિથી સુંદર નાટયમંડપની રચના કરી અને ભગવાનની આજ્ઞા લઈ પ્રણામ કરી પોતાના સિંહાસન પર ભગવાનની સામે મુખ રાખી બેસી ગયા 'નાટ્યવિધિનો પ્રારંભ કરતાં પોતાની એક ભુજામાંથી ૧૦૮ દેવકુમાર અને બીજી ભુજામાંથી ૧૦૮ દેવકુમારીઓ કાઢી. ૪૯ પ્રકારના ૧૦૮ વાદકોની વિદુર્વણા કરી. પછી દેવકુમારોને નાટક કરવાનો આદેશ કર્યો. દેવકુમારોએ આજ્ઞાનુસાર નાટક કર્યું. તે નાટકનો મુખ્ય વિષય આ પ્રમાણે છે –
(૧) આઠ પ્રકારના મંગલ દ્રવ્યો સંબંધી (૨) પંક્તિઓ(આવલિકાઓ) સંબંધી (૩) વિવિધ ચિત્રો સંબંધી (૪) પત્ર, પુષ્પ, લતા સંબંધી (૫) ચંદ્રોદય અને સૂર્યોદયની રચના સંબંધી (૬) તેમના આગમન સંબંધી (૭) તેના અસ્ત સંબંધી (૮) તેના મંડળ અથવા વિમાન સંબંધી (૯) હાથી, ઘોડા આદિની ગતિ સંબંધી (૧૦) સમુદ્ર અને નગર સંબંધી (૧૧) પુષ્કરણી સંબંધી (૧ર) કકાર, ખકાર, ગકાર ઇત્યાદિ આધ અક્ષર સંબંધી (૧૩) ઉછળવું, કૂદવું, હર્ષ, ભય, સંભ્રાંત, સંકોચ વિસ્તારમય થવા સંબંધી (૧૪) અંતમાં ભગવાન મહાવીર સ્વામીનો પૂર્વભવ, ચ્યવન, સહરણ, જન્મ, બાલ્યકાળ, યૌવનકાળ, ભોગમય જીવન, વૈરાગ્ય, દીક્ષા, તપ-સંયમમય છદ્મસ્થ જીવન, કૈવલ્ય પ્રાપ્તિ, તીર્થ પ્રવર્તન અને નિર્વાણ સંબંધી સમસ્ત વર્ણન યુક્ત નાટકનું પ્રદર્શન કર્યું,
નાટ્ય વિધિનો ઉપસંહાર કરતાં દેવકુમાર દેવકુમારીઓએ મૌલિક ચાર પ્રકારના વાજીંત્ર વગાડ્યા, ચાર પ્રકારના ગીત ગાયા, ચાર પ્રકારના નૃત્યદેખાડયા અને ચાર પ્રકારનો અભિનય બતાવ્યો. પછી વિધિયુકત વંદન નમસ્કાર કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org