________________
કથાશાસ્ત્ર : રાજપ્રઝીય સૂત્ર
ઉપપ
પ્રથમ દેવલોકના સૂર્યાભ વિમાનના માલિક સૂર્યાભદેવ- ચાર હજાર સામાનિક દેવ, ચાર અગ્રમહિષીઓ, ત્રણ પ્રકારની પરિષદ, સોળહજાર આત્મરક્ષક દેવ ઇત્યાદિ વિશાળ ઋદ્ધિની સાથે દૈવિક સુખોનો અનુભવ કરી રહ્યા હતા. સંયોગવશાત્ અવધિજ્ઞાનમાં ઉપયોગ મૂકતાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને આમલકલ્પા નગરીમાં બિરાજતા જોયા અને જોતાં જ પરમ આનંદિત થયા; તરત જ સિંહાસનથી ઉતરી, પગમાંથી પાદુકા કાઢી, મુખે ઉત્તરાસન રાખી, ડાબો પગ ઊંચો કરી મસ્તકને ત્રણ વખત ધરતી ઉપર અડાડ્યું. ત્યાર પછી જોડેલા હાથ મસ્તક પાસે રાખીને પ્રથમ પામોત્થના પાઠથી સિદ્ધ ભગવંતોને અને તે પછી બીજા અમોઘુના પાઠથી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન અને ગુણ કીર્તન કર્યા. પછી સિંહાસન પર બેઠા. ત્યારે સૂર્યાભદેવને મનુષ્ય લોકમાં આવી ભગવાનના દર્શન-સેવાનો લાભ લેવાની ભાવના ઉત્પન્ન થઈ. સમવસરણની આસપાસ એક યોજન પ્રમાણ ક્ષેત્રની શુદ્ધિ કરવા આભિયોગિક દેવોને આજ્ઞા કરી.
આજ્ઞાનુસાર આભિયોગિક દેવોએ આમલકલ્પા નગરીમાં આવીને પહેલાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કર્યા, પોતાના નામ, ગોત્ર આદિનો પરિચય આપ્યો. ભગવાને કહ્યું- હે દેવાનુપ્રિય ! તમારો જીતાચાર (આચાર પરંપરા) છે કે ચારે જાતિના દેવ પ્રસંગોપાત અધિપતિ દેવોની આજ્ઞાથી અરિહંત ભગવાનને નમસ્કાર કરી પોતાના નામ-ગોત્રનો પરિચય આપે છે. દેવો ભગવાનના વચનામૃતો સાંભળી પુનઃ વંદન નમસ્કાર કરી બહાર આવ્યા અને ભગવાનની ચારે તરફ એક યોજન જેટલા ક્ષેત્રને સંવર્તક વાયુ દ્વારા પ્રમાર્જિત કર્યું. ત્યાર પછી પાણીનો છંટકાવ કર્યો એવં સુગંધિત દ્રવ્યોથી તે ક્ષેત્રને સુવાસિત કર્યું. પુનઃ પરમાત્માને વંદન કરી તે દેવો દેવલોકમાં ચાલ્યા ગયા. સૂર્યાભદેવને નિવેદન કર્યું કે આપની આજ્ઞા પ્રમાણે કાર્ય સંપન્ન થઈ ગયું છે.
સૂર્યાભદેવની આજ્ઞાથી સેનાપતિ દેવે સુસ્વરા નામની ઘંટાને ત્રણ વખત વગાડી અને બધા દેવોને સજાગ કર્યા. પછી બધાને સંદેશો સંભળાવ્યો કે સૂર્યાભદેવ ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા છે. તમે પણ પોત પોતાના વિમાનોથી શીધ્ર ત્યાં પહોંચો. ઘોષણા સાંભળી દેવ સુસજ્જિત થઈ યથાસમયે સધર્મ સભામાં પહોંચ્યા. સુર્યાભદેવની આજ્ઞાથી એક લાખ યોજનાનું લાંબુ–પહોળું અને ગોળાકાર વિમાન વિકૂવ્યું. જેની મધ્યમાં સિંહાસન ઉપર સૂર્યાભદેવ આરૂઢ થયા. પછી યથાક્રમથી બધા દેવ ચઢીને પોત-પોતાના ભદ્રાસન પર બેસી ગયા. શીવ્ર ગતિએ વિમાન પહેલા દેવલોકના ઉત્તર નિર્માણ માર્ગથી નીકળી, હજારો યોજનની ગતિથી અલ્પ સમયમાં નંદીશ્વર દ્વીપના રતિકર પર્વત ઉપર પહોંચી ગયું. ત્યાં વિમાનને નાનું બનાવી પછી આમલકલ્પા નગરીમાં આવી વિમાન દ્વારા ભગવાનની ત્રણ વખત પ્રદક્ષિણા કરી, ભૂમિથી ચાર આંગળ ઊંચુ વિમાન
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org