________________
૧પ૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જેનાગમ નવનીત-૧
Erit;
ix:::::
E
?
રાજપનીય સૂત્ર
પ્રસ્તાવના :- પ્રસ્તુત આગમ કથા પ્રધાન શાસ્ત્ર છે. અન્ય કથા આગમોની અપેક્ષાએ આ સૂત્રમાં વિશિષ્ટતા એ છે કે તેમાં ફક્ત એક આત્માનું જ વર્ણન કર્યું છે. આ સૂત્ર બે વિભાગમાં વિભક્ત છે. પ્રથમ વિભાગમાં સૂર્યાભદેવનું વર્ણન, તેની દેવી ઋદ્ધિ સંપદા, દેવવિમાન એવં ઋદ્ધિવાન દેવના જન્મ સમયે કરવામાં આવતા વિધિ-વિધાનો એટલે કે જીતાચારોનું રોચક વર્ણન છે.
બીજા વિભાગમાં પ્રદેશ રાજાનું સાંસારિક અધાર્મિક જીવન, ચિત્ત સારથીના પ્રયત્નથી કેશી શ્રમણનો સમાગમ, અદ્ભુત જીવન પરિવર્તન અને તેથી થોડા જ સમયમાં શ્રમણોપાસક પર્યાયની આરાધના કરી આત્મકલ્યાણ કરવાનું વર્ણન છે. ત્યાંથી કાળકરી પ્રથમ દેવલોકમાં મહાઋદ્ધિવાન સામાનિક દેવ બન્યા અને પરિવાર સહિત ભગવાન મહાવીરના દર્શન, વંદન, પર્યુપાસના માટે આવ્યા, વગેરે વર્ણન છે. અંતે મોક્ષે જવાનું કથન કર્યું છે.
પ્રદેશ રાજાએ કેશી શ્રમણ પાસેથી બોધ પામી સમ્યકત્વ પ્રાપ્ત કર્યું, તે પહેલાં આત્માના અસ્તિત્વ,નાસ્તિત્વ સંબંધી પ્રશ્નચર્ચા કરી હતી, તેનું વર્ણન બીજા વિભાગમાં છે. તે પ્રશ્નોત્તર અનેક ભવ્યાત્માઓના સંશયોનું ઉન્મેલન કરવામાં ખૂબ જ ઉપયોગી છે. આધ્યાત્મની અપેક્ષાએ આ પ્રશ્નો આ સૂત્રના પ્રાણ સમા છે. તે કારણે જ રાજા પ્રદેશના પ્રશ્નો હોવાથી આ સૂત્રને સાર્થક નામ રાજપ્રશ્નીય સૂત્ર”રાખવામાં આવ્યું છે. અર્ધમાગધી ભાષામાં તેનું નામ રયપ્પનીય છે.
નંદી સૂત્રમાં આ સૂત્રનું સ્થાન અંગ બાહ્ય ઉત્કાલિક સૂત્રમાં છે. વર્તમાન પ્રચલિત શ્વેતાંબર પરંપરામાં આ સૂત્ર ઉપાંગસૂત્રોમાં ગણવામાં આવ્યું છે. આમાં એક જ શ્રુતસ્કંધ છે. તેમાં અધ્યયન, ઉદ્દેશા નથી. કેવળ વિષયની અપેક્ષાએ બે વિભાગ કહ્યા છે. આ સૂત્ર ૨૦૭૮ શ્લોક તુલ્ય માનવામાં આવ્યું છે.
પ્રથમ ખંડ – સૂર્યાભદેવ
શ્રમણ ભગવાન મહાવીર સ્વામી વિચરણ કરતાં આમલકલ્પા નામની નગરીમાં પધાર્યા. ત્યાં આમ્રશાલવન નામના બગીચામાં અધિષ્ઠાયક વ્યકિતની આજ્ઞા લઈ સપરિવાર બિરાજમાન થયા.
ત્યાંના શ્વેત નામના રાજા ધારિણી રાણી સહિત, વિશાળ જનમેદની સાથે ભગવાન મહાવીરનો ધર્મોપદેશ સાંભળવા આવ્યા. ભગવાન પાસે આવતાં જ પાંચ અભિગમ કર્યા અને વિધિયુક્ત વંદન-નમસ્કાર કરીને બેઠા.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org