________________
કથાશાસ્ત્ર : રાજપ્રશ્નીય સૂત્ર
૧૦૫
ઔપપાતિક સૂત્રમાં ત્રણ વખત મોઘુવં કહેવાનું કથન છે. પ્રસ્તુત રાજપ્રશ્નીય સૂત્રમાં તથા જ્ઞાતા સૂત્રમાં બે વખત મોળુ કહેવાનો પ્રસંગ છે. બે વખત સૂર્યાભે સિદ્ધ અને અરિહંત ભગવાન મહાવીર સ્વામીને અને ચિત્ત, સારથીએ, પ્રદેશ રાજાએ તથા ધર્મરૂચિ અણગારે સિદ્ધ અને ગુરુને મોસ્થળ ના પાઠથી પરોક્ષ વંદન કર્યાનું વર્ણન શાસ્ત્રમાં છે. ત્રણ વખત પોલ્યુમાં કહેનારા અબડના શિષ્યોએ સિદ્ધને, ભગવાન મહાવીરને અને ગુરુ અંબડ શ્રમણોપાસકને પરોક્ષ વંદન કર્યા છે.
તાત્પર્ય એ છે કે શાસનપતિ તીર્થકર સદેહે હોય તો ગુરુને પરોક્ષ વંદન કરતાં ત્રણ મોલ્યુમાં કહેવાય છે. પોતાના ક્ષેત્રમાં તીર્થકર નિર્વાણ પધાર્યા હોય તો સિદ્ધ અને ગુરુને મોઘુ અપાય છે. તે સમયે અરિહંતને કે મહાવિદેહના વિહરમાનોને નમોહ્યુ કહેવાય નહીં. ગુરુ જો પ્રત્યક્ષ હોય તો તેમને મોસ્થળના પાઠથી વંદન ન કરાય. ત્યારે તો (તે સમયે) સિદ્ધ અને અરિહંતને જ કરાય. જો અરિહંત નિર્વાણ પધાર્યા હોય તો ફક્ત સિદ્ધને જ મોઘુ અપાય છે. (૧૫) કથારૂપ અધ્યયનોના સ્વાધ્યાય કરતાં ધ્યાન રાખવું જરૂરી છે કે તેમાંથી ગ્રહણ કરવા યોગ્ય, છોડવા યોગ્ય, જાણવા યોગ્ય. મધ્યસ્થ ભાવ રાખવા યોગ્ય એમ જુદા જુદા ઘણા વિષયો હોય છે. તે માટે સતત વિવેકબુદ્ધિથી નિર્ણય કરવો જોઈએ. રાજાઓની દિવ્ય ઋદ્ધિનું વર્ણન પણ હોય છે, રાણીઓ(સ્ત્રીઓ)ની ભોગ સામગ્રીનું વર્ણન પણ હોય છે. ધર્માચરણ, શ્રાવકાચાર તથા શ્રમણાચારનું વર્ણન પણ હોય છે, તેમજ કુસિદ્ધાંત, કુતર્કોનું તેમજ મહા અધર્મી આત્માઓની કૂર પ્રવૃત્તિનું વર્ણન પણ હોય છે; અને જીતાચાર, લોકાચારનું વર્ણન પણ હોય છે. આવા વર્ણનોથી ચિંતનપૂર્વક આચરણીય તત્વોનો નિર્ણય લેવો જોઈએ. કથામાં વર્ણિત વ્યક્તિઓમાંથી કોઈની પણ ઉપર રાગ-દ્વેષ, નિંદા અને કર્મબંધના વિચારો આવવા જોઈએ નહીં. તટસ્થ પણે રહેવાનો અભ્યાસ કરવો જોઈએ. કારણ કે ઘટના પ્રસંગો ભૂતકાળમાં થઈ ગયા છે. હવે તેના વિષયમાં સંકલ્પ, વિકલ્પ કરવા નિરર્થક છે, અને તેમ કરતાં નાહક કર્મબંધના ભાગીદાર થવાય છે. (૧૬) જીતાચાર અથવા લોક વ્યવહાર અને ધાર્મિક આચારનું સ્થાન જુદું જુદું હોય છે. ગૃહસ્થ શ્રમણોપાસકના જીવનમાં યા દેવોના દૈવિક જીવનમાં કેટલાક વ્યવહારો મર્યાદિત સીમા સુધીના હોય છે. પણ તેમના ધાર્મિક આચાર તે વ્યવહારોથી જુદા વ્રત-પ્રત્યાખ્યાન, દયા, દાન, શીલ સંતોષ, સંવર અને નિર્જરા વગેરે ધર્મરૂપ હોય છે. કોઈપણ ધર્માચરણમાં જીતાચાર યા લોક વ્યવહારને પ્રવિષ્ટ કરાવી તેની પરંપરા બનાવી દેવી અનુચિત છે. તેવી જ રીતે જીતાચારને જ ધર્માચાર બનાવી દેવો તે પણ અયોગ્ય છે. તથા જીતાચાર કે લોક વ્યવહારની વિવેકબુદ્ધિ રહિત, એકાંત ઉપેક્ષા કરવી પણ યોગ્ય નથી. તેમાં વિવેક બુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org