________________
૧es
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
રાખવાની જરૂરી હોય છે. સામાજિક જીવનમાંથી સ્વતંત્ર થઈ, નિવૃત્ત સાધનામય જીવનકાળમાં ગૃહસ્થના જીતાચાર આદિનો પૂર્ણ ત્યાગ કરી દેવો અનુપયુક્ત નથી અર્થાત્ ઉપયુક્ત જ કહેવાય છે.
આ કારણે જ અનિવૃત્ત ગૃહસ્થ જીવનમાં મુખ્ય આગાર હોય છે અને નિવૃત્ત સાધનાકાળમાં શ્રાવકને તે આગારનો પણ ત્યાગ થઈ જાય છે. તાત્પર્ય એ છે કે અનિવૃત્ત શ્રાવકના જીવનમાં જીતાચારની એકાંત ઉપેક્ષા કરી શકાતી નથી.
જ્ઞાતાસૂત્રના આદર્શ શ્રમણોપાસક અરહણકને શ્રધ્ધામાંથી પિશાચ રૂપ દેવ પણ વિચલિત કરી શક્યા ન હતાં. તેમણે પણ યાત્રાના પ્રારંભમાં નાવની પૂજા-અર્ચા તથા મંગલ મનાવવાની પ્રવૃત્તિ કરી હતી.
સમ્યગ્દષ્ટિ ચરમ શરીરી દેવેન્દ્રો પણ તીર્થકરોના દાહ સંસ્કાર, ભસ્મ, અસ્થિ આદિ સંબંધી કેટલીય પ્રવૃત્તિઓ કરે છે. ઉત્કૃષ્ટ આરાધનાથી દેવ થયેલા સૂર્યાલ સમ્યગ્દષ્ટિ હોવા છતાં વિમાનના નાના મોટા અપૂજનીય એવા દરવાજા ભીત વગેરે અનેક સ્થાનોની પૂજા કરી હતી. આદેશ કરીને સેંકડો સ્થાનોની પૂજા કરાવાયી હતી. જે પ્રસ્તુત સૂત્રમાં સ્પષ્ટ પણે વર્ણવવામાં આવ્યું છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે જીતાચારને જીતાચાર જ માનવા. તેને ધર્માચરણ ન માનતાં, આવશ્યકતાનુસાર સ્વીકાર કરવો ગૃહસ્થ જીવનમાં જરા ય અનુચિત નથી, પણ તેની અવિવેક પૂર્ણ એકાંત ઉપેક્ષા કરવી અયોગ્ય છે. જીતાચાર પોત-પોતાની સીમા સુધી જ મર્યાદિત હોય છે. એ જ કારણે પ્રથમ અહિંસા વ્રતધારી, પ્રસંગ આવતા સંગ્રામમાં પંચેન્દ્રિય જીવોનો સંહાર કરે, છતાં ય તે શ્રમણોપાસક તથા સમકિત પર્યાયમાં સુરક્ષિત રહે છે. (૧૭) શ્રમણોએ કોઈપણ પ્રકારના નાટક, વાજીંત્ર આદિ દર્શનીય દશ્યોને જોવાનો સંકલ્પ પણ ન કરવો. આ પ્રમાણેનો નિષેધ આચારાંગ સૂત્રમાં છે તથા તેનું પ્રાયશ્ચિત્ત નિશીથ સૂત્રમાં વર્ણવ્યું છે.
સાધુએ વિવેકથી આચારનું પાલન કરવું જોઈએ. તેમ છતાં જો કોઈ વ્યક્તિ આગ્રહ ભાવે સાધુની આજ્ઞા સ્વીકારવાનો વિકલ્પ ન રાખે; તો તેવા આગ્રહી ભાવવાળા સાથે તિરસ્કાર વૃત્તિ કે દંડનીતિ ન અપનાવતાં ઉપેક્ષા ભાવ રાખી તટસ્થ રહેવું હિતાવહ છે. જેમ કે સૂર્યાભે ગૌતમાદિ અણગારની સમક્ષ પોતાની ઋદ્ધિ બતાવવાનું વિચાર્યું, પ્રભુએ સ્વીકૃતિ ન દેતાં મૌન ધાર્યું, નિષેધ કે તિરસ્કાર ન કર્યો તેમજ અસષ્યવહાર પણ ન કર્યો. સ્વીકૃતિ વિના જ સૂર્યાભે પોતાના નિર્ણયાનુસાર નાટક દેખાડ્યું.
આવા પ્રસંગો ઉપસ્થિત થતાં સાધુએ યોગ્ય લાગે તો ઉપદેશ આપવો, શ્રાવક, સાધુના આચારો જણાવી સૂચન કરવું, છતાં ય નિરર્થક લાગે તો ઉપેક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org