________________
કથાશાસ્ત્ર ઃ નંદી સૂત્રની કથાઓ
અંતર્મુહૂર્તમાં તેને કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. આ રાજકુમારની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે.
૨૩૧
(૪) દેવી :– ઘણાં વર્ષો પહેલાની એક વાત છે. એ સમયે પૂર્ણભદ્ર નામનું એક નગર હતું. ત્યાં પુષ્પકેતુ નામના રાજા રાજ્ય કરતા હતા. તેને પુષ્પાવતી નામની રાણી હતી. રાજાને એક દીકરો અને એક દીકરી હતા. દીકરાનું નામ પુષ્પચૂલ હતું અને દીકરીનું નામ પુષ્પચૂલા હતું. ભાઈ બહેનનો પરસ્પર અત્યંત સ્નેહ હતો. બન્ને યુવાન થયાં ત્યારે તેની માતાનો સ્વર્ગવાસ થયો. દેવલોકમાં તેણી પુષ્પવતી નામની દેવીરૂપે ઉત્પન્ન થઈ.
પુષ્પાવતીએ દેવીના ભવમાં અવધિજ્ઞાનથી પોતાનો પૂર્વભવ જોયો. પોતાના પરિવારને પણ જોયો. તેના મનમાં વિચાર આવ્યો કે મારી પુત્રી પુષ્પચૂલા આત્મકલ્યાણના પથને ભૂલી ન જાય તે માટે તેને પ્રતિબોધ દેવો જોઈએ. એમ વિચારીને પુષ્પાવતી દેવીએ પોતાની પૂર્વભવની પુત્રી પુષ્પચૂલાને રાત્રિમાં નરક અને સ્વર્ગનું સ્વપ્ન દેખાડ્ય સ્વપ્ન જોઈને પુષ્પચૂલાને વૈરાગ્ય ઉત્પન્ન થયો. સંસારી ઝંઝટને છોડીને તેણે સંયમ ગ્રહણ કર્યો. તપ, સંયમ, સ્વાધ્યાય, ધ્યાન આદિની સાથે તે અન્ય સાધ્વીઓની વૈયાવચ્ચમાં પણ રસ લેતી હતી. આત્મભાવમાં રહેતાં રહેતાં ઘાતી કર્મનો ક્ષય કરીને તેણે કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કર્યું. તે સાધ્વીએ ઘણા વર્ષ સુધી દીક્ષા પર્યાયનું પાલન કરીને નિર્વાણ પદ પ્રાપ્ત કર્યું.
પુષ્પચૂલાને પ્રતિબોધ પમાડવો એ પુષ્પાવતી દેવીની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે.
(૫) સવિતોય :- પુરિમતાલ પુરમાં ઉદિતોદય નામના રાજા રાજ્ય કરતા હતા. શ્રી કાંતા નામની તેને રૂપ યૌવન સંપન્ન રાણી હતી. બન્ને ધર્મિષ્ઠ હતા એટલે બન્નેએ શ્રાવક-શ્રાવિકાના વ્રત ધારણ કર્યા હતા. આ રીતે તેઓ સુખપૂર્વક ધર્મમય જીવન વ્યતીત કરી રહ્યા હતા.
એકવાર અંતઃપુરમાં એક પરિવ્રાજિકા આવી. તેણે રાણીને શુચિ ધર્મનો ઉપદેશ આપ્યો. પરંતુ રાણીએ તેના તરફ ધ્યાન ન આપ્યું. પરિવ્રાજિકા પોતાનો અનાદર સમજીને ત્યાંથી કુપિત થઈને ચાલી ગઈ. રાણી દ્વારા પોતાના અપમાનનો બદલો લેવા માટે તેણીએ વારાણસીના રાજા ધર્મરૂચિની પાસે શ્રીકાંતા રાણીના રૂપ અને અનુપમ યૌવનની પ્રશંસા કરી. શ્રીકાંતાના રૂપની વાત સાંભળીને ધર્મરુચિ રાજાએ પુરિમતાલપુર પર ચઢ ાઈ કરી અને નગરની ચારે તરફ ઘેરો ઘાલ્યો.
રાત્રિના સમયે ઉદિતોદય રાજાએ વિચાર્યું– જો હું યુદ્ધ કરીશ તો સંખ્યાબંધ માણસોનો સંહાર થશે. માટે બીજો કોઈ ઉપાય કરવો જોઈએ. જનસંહાર અટકાવવા માટે રાજાએ વૈશ્રમણ દેવની આરાધના કરવા માટે અઠમતપ કર્યો. ત્રીજા દિવસે દેવ પ્રગટ થયો. રાજાએ દેવને પોતાની ઈચ્છા બતાવી. દેવે કહ્યું– તથાસ્તુ. વૈશ્રમણ દેવે રાતોરાત પોતાની વૈક્રિય શક્તિથી સંપૂર્ણ નગરને અન્ય સ્થાન પર સંહરણ કરી દીધું. વારાણસીના રાજાએ બીજા દિવસે ત્યાં જોયું તો નગરને બદલે સાફ મેદાન દેખાયું. એ જોઈને તે પોતાના નગર તરફ પાછો ગયો. રાજા ઉદિતોદયે પોતાની પારિણામિકી બુદ્ધિથી પોતાની અને જનતાની રક્ષા કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org