________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
મુક્ત કંઠે પ્રશંસા કરી. આ અભયકુમારની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૨) શેઠ :- એક શેઠની પત્ની દુરાચારીણી હતી. પત્નીના અનાચારથી દુઃખિત થઈને તેણે પ્રવ્રજ્યા ગ્રહણ કરવાની ભાવના પ્રગટ કરી. પોતાના પુત્રને કુટુંબનો ભાર સોંપીને શેઠ દીક્ષિત બની ગયા. સંયમ ગ્રહણ કરીને મુનિ ત્યાંથી વિહાર કરી ગયા. ત્યારબાદ જનતાએ શેઠના પુત્રને તે નગરનો રાજા બનાવી દીધો. તે બરાબર રાજ્યનું પાલન કરતો હતો. કેટલાક સમય પછી મુનિ વિહાર કરતાં કરતાં એ જ નગરમાં આવ્યા. રાજાની પ્રાર્થના તથા વિનંતીને માન આપીને મુનિએ ત્યાં ચાતુર્માસ કર્યું. મુનિના ઉપદેશથી જનતા બહુ જ પ્રભાવિત થઈ. શાસનની રૂડી પ્રભાવના શાસન વિરોધીઓ સહન કરી શક્યા નહીં. તેઓએ એક ષડ્યુંત્રની રચના કરી. જ્યારે ચાતુર્માસ કાળ સમાપ્ત થયો ત્યારે મુનિએ વિહાર કરવાની તૈયારી કરી. ત્યારે વિરોધીઓ દ્વારા શિખડાવવામાં આવેલી એક ગર્ભવતી દાસી, મુનિની પાસે આવીને કહેવા લાગી– મુનિરાજ ! આપ વિહાર કરીને ક્યાં જશો ? હું નિકટના ભવિષ્યમાં તમારા બાળકની મા બનવાની છું અને તમે મને છોડીને અન્યત્ર જઈ રહ્યાં છો તો પાછળથી મારું શું થશે ?
૨૩૦
મુનિ વિચારવા લાગ્યા હું સર્વથા નિષ્કલંક છું પણ આ સમયમાં જો હું વિહાર કરીને જઈશ તો શાસનની અપકીર્તિ થશે અને ધર્મની હાનિ થશે. મુનિ એક શક્તિ સંપન્ન સાધક હતા. દાસીની ખોટી વાત સાંભળીને તેનું નિવારણ કરવા માટે મુનિએ તરત જ કહ્યું– જો આ ગર્ભ મારો હશે તો પ્રસવ સ્વાભાવિક થશે, અન્યથા તે તારું પેટ ફાડીને નીકળશે.
દાસી આસન્ન-પ્રસવા હતાં પરંતુ મુનિ પર જૂઠું કલંક લગાડવાથી પ્રસવ થતો ન હતો. અસહ્ય વેદના થવા લાગી. પછી તેને મુનિની સમક્ષ લઈ ગયા. ત્યાં જઈને દાસીએ કહ્યું– મહારાજ ! મને બચાવો. આપના વિરોધીઓના કહેવાથી મેં તમારા પર જૂઠું કલંક ચડાવ્યું હતું. સભા સમક્ષ દાસીએ કહ્યું- મહારાજ ! કૃપા કરીને મને આ સંકટથી મુક્ત કરો. મુનિના હૃદયમાં લેશ માત્ર કષાય ન હતો. તે ક્ષમાના સાગર હતા. તરત જ તેમણે દાસીને ક્ષમા આપી. દાસીનો પ્રસવ કુશળતાપૂર્વક થઈ ગયો. વિરોધીઓ મુનિનો પ્રભાવ જોઈને બોલતા બંધ થઈ ગયાં. મુનિરાજનો યશ ચારે ય બાજુ ફેલાઈ ગયો. આ મુનિરાજની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે.
(૩) ધુમાર :- એક રાજકુમાર હતો. તેને બાલ્યકાળથી જ લાડુ બહુ પ્રિય હતા. ઉંમરલાયક થતાં તેના લગ્ન થયા. એક વખત કોઈ ઉત્સવનો પ્રસંગ આવ્યો. ઉત્સવના દિવસે રાજકુમારે સ્વાદિષ્ટ મિષ્ટાન, પકવાન, લાડુ આદિ ઉત્તમ પ્રકારના મિષ્ટાનો કરાવ્યા. પોતાના સાથીઓ સાથે આનંદમાં આવીને રાજકુમારે ખૂબ જ ખાધું. તેનું પરિણામ ખરાબ આવ્યું. અજીર્ણના કારણે તેના શરીરમાંથી દુર્ગંધ આવવા લાગી તેથી તે બહુ દુઃખી થઈ ગયો.
રાજકુમાર વિચારવા લાગ્યો– અહો ! આટલા સુંદર અને સ્વાદિષ્ટ ભક્ષ્ય પદાર્થ શરીરના સંસર્ગ માત્રથી દુર્ગંધમય બની જાય ? ખરેખર આ શરીર અશુચિ પદાર્થોથી બનેલ છે. તેના સંસર્ગમાં આવનાર પ્રત્યેક પદાર્થ ખરાબ થઈ જાય છે. માટે ધિક્કાર છે આ શરીરને, જેના માટે મનુષ્ય પાપનું આચરણ કરે છે. આ રીતે અશ્િચ ભાવનાનું અનુસરણ કરતાં કરતાં તેના અધ્યવસાયો ઉત્તરોત્તર શુભ, શુભતર થતા ગયા અને એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org