________________
કથાશાસ્ત્રા: નંદી સૂત્રની કથાઓ
૨૯
શ્રાવિકાએ એક દિવસ અભયકુમારને પોતાને ત્યાં ભોજન કરવા નિમંત્રણ મોકલ્યું. શ્રાવિકા સમજીને અભયકુમારે નોતરુ સ્વીકારી લીધું. વેશ્યાએ ખાવાલાયક દરેક વસ્તુઓમાં નશો ચડે એવો પદાર્થ નાંખ્યો હતો. તે વસ્તુને આરોગતાં આરોગતાં જ અભયકુમાર મૂચ્છિત થઈ ગયો. ગણિકા આ પળની જ રાહ જોઈ રહી હતી. તેણીએ વિલંબ કર્યા વગર અભયકુમારને પોતાના રથમાં નાખીને, ઉજ્જયિની જઈને ચંદ્રપ્રદ્યોતન રાજાને સોંપી દીધો. અભયકુમારને જોઈને રાજા હર્ષિત થયો. અભયકુમાર જ્યારે હોંશમાં આવ્યો
ત્યારે વ્યંગમાં પરિહાસપૂર્વક રાજાએ કહ્યું- કેમ બેટા ! ધોખાબાજીનું ફળ મળી ગયુંને? કેવી ચતુરાઈ કરીને મેં તને અહીં પકડીને મંગાવ્યો?
અભયકુમારે જરા પણ ગભરાયા વગર નિર્ભયતાપૂર્વક કહ્યું – માસા! આપે તો મને બેહોશીમાં રથમાં નાંખીને અહીં મંગાવ્યો છે પરંતુ હું તો આપને હોશપૂર્વક રથમાં બેસાડીને જૂતાનો માર મારતો મારતો રાજગૃહમાં લઈ જઈશ. રાજાએ અભયકુમારની વાતને ઉપહાસ સમજીને ટાળી નાખી અને અભયકુમારને ત્યાં જ રાખી લીધો. પરંતુ અભયકુમારે બદલો લેવાનો નિર્ણય કર્યો હતો. તે મોકાની રાહ જોતો હતો.
થોડા દિવસ વ્યતીત થવા પર અભયકુમારે એક યોજના બનાવી. યોજના અનુસાર એક એવી વ્યક્તિની ખોજ કરી કે જેનો અવાજ બિલકુલ ચંદ્રપ્રદ્યોતન રાજા જેવો જ હતો. એવી ગરીબ વ્યક્તિને બહુ મોટા ઈનામની લાલચ આપીને પોતાની પાસે રાખી લીધો અને પોતાની યોજના તે માણસને અભયકુમારે સમજાવી દીધી.
એક દિવસ એ ગરીબ માણસને અભયકુમારે રથમાં બેસાડ્યો અને નગરના મધ્યભાગમાં તેનાં મસ્તક પર જૂતાનો માર મારતો મારતો અભયકુમાર નીકળ્યો. જૂતાનો માર ખાનાર બૂમાબૂમ કરતો હતો કે અભયકુમાર મને જૂતાથી મારે છે માટે મને બચાવો.. બચાવો.. પોતાના રાજા જેવો અવાજ સાંભળીને લોકો દોડીને પેલા માણસને છોડાવવા માટે ત્યાં આવ્યા. તેઓને જોઈને જૂતા મારનાર અને જૂતા ખાનાર બન્ને ખડખડાટ હસી પડ્યા. અભયકુમારનો ખેલ જોઈને લોકો ચૂપચાપ ત્યાંથી ચાલ્યા ગયા. અભયકુમારે નિરંતર પાંચ દિવસ સુધી આ પ્રક્રિયા કરી, તેથી ત્યાર પછી બજારના લોકો કુમારની આ કીડા સમજીને હસતા હતા પરંતુ કોઈ પણ માણસ તેને છોડાવવા માટે જતા નહીં.
છઠ્ઠા દિવસે મોકો જોઈને અભયકુમારે રાજા ચંદ્રપ્રદ્યોતનને બાંધી લીધા અને બળ પૂર્વક રથમાં બેસાડીને તેના સિર પર જૂતા મારતો મારતો તે મધ્ય બજારથી નીકળ્યો. રાજા બૂમાબૂમ કરે છે– “અરે ! દોડો! દોડો! પકડો ! અભયકુમાર મને જૂતા મારતો મારતો લઈ જાય છે.” લોકોએ જોયું પણ પ્રતિદિનની જેમ અભયકુમારનું મનોરંજન સમજીને હસતા હતા. કોઈ પણ રાજાને છોડાવવા ન ગયા. એ રીતે નગરની બહાર નીકળીને અભયકુમારે પવનવેગે રથને દોડાવ્યો. રાજગૃહ આવીને જ દમ લીધો. યથાસમયે તે પોતાના પિતાની સમક્ષ ચંદ્રપ્રદ્યોતનને ઉપસ્થિત કર્યો. ચંદ્રપ્રદ્યોતન અભયકુમારના ચાતુર્યથી માર ખાઈને અત્યંત લજ્જિત થયો. લજ્જિત વદને તે શ્રેણિકરાજાના પગમાં પડ્યો અને પોતે કરેલા અપરાધની ક્ષમા માગી. રાજા શ્રેણિકે તે જ ક્ષણે ચંદ્રપ્રદ્યોતનને ક્ષમા આપી, પછી રાજસી સન્માન પ્રદાન કરીને ફરી ઉજ્જયિનીમાં પહોંચાડી દીધો. ત્યાં તે પોતાનું રાજ્ય ન્યાયપૂર્વક કરવા લાગ્યો. રાજગૃહનગરના લોકોએ અભયકુમારની
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org